________________
ગાથા – ૭૮
- ગાથા ૭૭માં શ્રીગુરુએ કહ્યું કે ઈશ્વર જીવોનાં કર્મોનો કર્તા હોઈ શકતા ભૂમિકા [2] નથી, કારણ કે શુદ્ધ આત્મસ્વભાવ જેમને પ્રગટ્યો છે તે જ ઈશ્વર છે અને આવા ઈશ્વરને જો કર્મના પ્રેરનાર ગણવામાં આવે તો તેમનું સ્વરૂપ દોષયુક્ત કરે છે. જીવ પોતાની સ્વતંત્રતાથી રાગ-દ્વેષ કરી કર્મબંધ કરે છે અને તેથી તે કર્મનો કર્તા સિદ્ધ થાય છે.
ગાથા ૭૪-૭૭ દ્વારા આત્મા કર્મનો કર્તા કેવી રીતે છે તેનું યથાર્થ સમાધાન સરળ છતાં સચોટ અને હૃદયસ્પર્શી ન્યાયયુક્ત દલીલો વડે આપી, શ્રીગુરુ હવે કર્તા વિભાગની અંતિમ ગાથામાં તેના ઉપર કળશ ચઢાવે છે. શિષ્યની એકાંતથી દૂષિત થયેલી વિચારધારાને નિષ્કામ કરુણાથી યોગ્ય દિશા આપી, સમાપનમાં શ્રીગુરુ ત્રિકાળી સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે.
ગાથા ૭૩માં શિષ્ય પોતાની મૂંઝવણ રજૂ કરતાં કહ્યું હતું કે “માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય', અર્થાત્ કાં તો કર્મનું કર્તાપણું અબંધસ્વરૂપી આત્માને ઘટી શકતું નથી અથવા તો કર્મ કરવાં એ આત્માનો સ્વભાવ માનવામાં આવે તો તેનાથી તે કદી પણ છૂટી શકે નહીં. આ બન્ને પ્રકારે વિચારતાં મોક્ષ માટે પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. શિષ્યની આ મૂંઝવણનું સમાધાન કરતાં તથા કર્મનું કર્તાપણું જીવને વિષે કયા પ્રકારે છે તે સમજાવતાં શ્રીગુરુ કહે છે –
“ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; ગાથા
વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ.' (૭૮) ૪ આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ
સ્વભાવનો કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કર્તા છે. (૭૮).
પોતાના સ્વરૂપના ભાનમાં આત્મા પોતાના સ્વભાવનો એટલે ચૈતન્યાદિ સ્વભાવનો જ કર્તા છે, અન્ય કોઈ પણ કર્યાદિનો કર્તા નથી; અને આત્મા જ્યારે પોતાના સ્વરૂપના ભાનમાં વર્તે નહીં ત્યારે કર્મના પ્રભાવનો કર્તા કહ્યો છે.
પરમાર્થે તો જીવ અક્રિય છે, એમ વેદાંતાદિનું નિરૂપણ છે; અને જિનપ્રવચનમાં
અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org