________________
ગાથા-૭૮
૫૯૯
- પદાર્થો જે સ્વરૂપથી સ્પષ્ટ ઓળખાય છે, તે સ્વરૂપ તે તે પદાર્થોનો વિશેષાર્થ
* == સ્વભાવ છે. તેનાથી જુદું જ સ્વરૂપ તે પદાર્થોમાં જણાય, તે તેનો વિભાવ છે. સ્વભાવથી અન્યથા પરિણમન કરવું તે વિભાવ છે.૧ વિભાવના કારણે પદાર્થમાં અન્યથા ભાવ થાય છે અને તેથી તે પદાર્થ તેના મૂળભૂત સ્વરૂપમાં ઓળખી શકાતો નથી. જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યમાં જ વિભાવ હોઈ શકે છે.
આત્મા અને પુદ્ગલનાં સ્વરૂપનું જ્યારે વિકારરૂપ પરિણમન થાય છે ત્યારે તે પોતાનાં મૂળ સ્વરૂપમાં નથી હોતાં. વિભાવના કારણે જીવને કાશ્મણ વર્ગણા વળગે છે અને જીવનાં નવાં નવાં રૂપો થાય છે. અશુદ્ધ ભાવના કારણે કર્મનો બંધ થાય છે અને તેના કારણે જીવમાં વિચિત્રતા થાય છે. જો જીવમાં અશુદ્ધ ભાવ ન હોય તો તેને કર્મનો લેપ થઈ શકે નહીં. અશુદ્ધ ભાવ વિના તેને કર્મની ઉપાધિ વળગી શકે નહીં. પરંતુ સંસારી જીવની કર્મ-ઉપાધિ તો પ્રત્યક્ષ છે, તેથી સિદ્ધ થાય છે કે તેના આત્મામાં અશુદ્ધતા પણ છે. તેનો આત્મા સર્વથા શુદ્ધ નથી. પુગલમાં પણ જો વૈભાવિક પરિણમન ન હોય તો તે કર્મરૂપ બનીને જીવ સાથે જોડાય નહીં અને જે અવનવાં રૂપે તે જણાય છે, તેમ પણ તે જણાય નહીં.
જીવ અને કર્મના પરસ્પર નિમિત્તથી એકબીજામાં જે અન્યથા ભાવ થાય છે તે દૂર થઈ શકે છે. તે બન્ને શુદ્ધ ભાવે પરિણમી શકે છે. શુદ્ધ ભાવના કારણે જીવ મુક્ત બને છે. જો શુદ્ધ ભાવે પરિણમવાની યોગ્યતા જીવમાં ન હોય તો આત્મામાં સદા બંધ થયા જ કરે, આત્મા કદી મુક્ત થઈ શકે નહીં. જો પુદ્ગલમાં શુદ્ધ ભાવે પરિણમવાની યોગ્યતા ન હોય તો પુદ્ગલ પણ પોતાના મૂળ સ્વરૂપમાં પાછું આવી શકે નહીં. જીવ અને પુદ્ગલ બન્નેમાં શુદ્ધ અને અશુદ્ધ, બન્ને ભાવે પરિણમવાની યોગ્યતા છે. બન્ને દ્રવ્ય સ્વાભાવિક અને વૈભાવિક એમ બન્ને ભાવે પરિણમી શકે છે.
આત્માનું વૈભાવિક પરિણમન પરનિમિત્તના યોગે થાય છે. આત્મામાં વિભાવરૂપે પરિણમવાની યોગ્યતા છે, તેથી જ તે પરનિમિત્તને અવલંબીને વિભાવરૂપે પરિણમી શકે છે. જો આત્મામાં તેની યોગ્યતા ન હોય તો પરનિમિત્ત હોવા છતાં પણ તે વિભાવરૂપે પરિણમી શકે નહીં. વિભાવરૂપે પરિણમવાની યોગ્યતા વિના આત્માનું વિભાવરૂપ પરિણમન થઈ શકે નહીં. આત્મામાં બન્ને પ્રકારનાં પરિણમનની યોગ્યતા છે, માટે જ તે સ્વાભાવિક કે વૈભાવિક, બન્ને પ્રકારનાં પરિણમન કરી શકે છે. આ સંદર્ભમાં પંડિત શ્રી રાજમલજી “પંચાધ્યાયી'માં લખે છે કે અનાદિસિદ્ધ સત્તાવાળા આ જીવાત્માને બે પ્રકારની ક્રિયા થાય છે. એક સ્વાભાવિકી ક્રિયા અને બીજી વૈભાવિકી ક્રિયા. આ બન્ને ૧- જુઓ : આચાર્યશ્રી દેવસેનજીકૃત, ‘આલાપપદ્ધતિ', શ્લોક ૬
સ્વભાવાતચથાન નં વિભાવ: I’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org