________________
ગાથા-૫૧
બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી.’૧
વિષયસુખ સમાધિસુખ, એ બધાંનું મૂળ કારણ શોધતાં આત્મા જ સંભવે છે. આત્મા એ જ સુખનું કારણ છે. સુખ એ આત્માનો ગુણ છે. એ માત્ર જીવનું જ લક્ષણ છે. નિદ્રાનો વિચાર કરતાં જણાશે કે સુખાભાસ તેનું લક્ષણ છે. મને આજે સુખપૂર્વક નિદ્રા આવી હતી એમ કહેવામાં આવે છે, પણ ત્યાં બીજા કોઈ પદાર્થો ન હતા, એકમાત્ર આત્મા હતો જેણે એ સુખનો અનુભવ કર્યો; તેથી સુખનું ભાસવાપણું એ આત્માનું જ લક્ષણ છે.
‘હું સુખી છું' અથવા ‘હું દુ:ખી છું', એવું માનસિક સંવેદન આત્મામાં પ્રત્યક્ષ થાય છે. આત્મામાં જ સુખ-દુ:ખનો અનુભવ થાય છે. આત્મા સિવાય બીજે કશે પણ સુખ-દુઃખનો અનુભવ થઈ શકતો નથી. જડ પુદ્ગલને ‘હું સુખી છું', ‘હું દુઃખી છું' એવો અનુભવ થઈ શકતો નથી. ઘટ, વસ્ત્ર આદિ જડ પદાર્થોને સુખ-દુ:ખની અનુભૂતિ નથી, તેથી સુખાદિનો અનુભવ કરનાર જીવ તેનાથી ભિન્ન પદાર્થ છે એમ સિદ્ધ થાય છે. સુખ-દુઃખનો અનુભવ આત્માને જડથી ભિન્ન સિદ્ધ કરે છે, માટે અમૂર્ત એવા આત્માના અસ્તિત્વનો સંદેહ ન કરવો જોઈએ.
૧૩૧
આના ઉપરથી એમ સિદ્ધ થાય છે કે જેને ઇન્દ્રિયથી જાણી શકાય છે તે જ પદાર્થો સાચા છે, બાકી કંઈ સાચું નથી એમ માનવું કોઈ પણ રીતે યુક્તિયુક્ત નથી. આત્મા આદિ અમૂર્ત પદાર્થ પણ વાસ્તવિક જ છે. પંડિત શ્રી રાજમલજી ‘પંચાધ્યાયી'માં લખે છે કે અમૂર્ત પદાર્થની સત્તામાં કોઈ પ્રમાણ નથી એવું શંકાકારનું કથન બરાબર નથી, કેમ કે સુખ-દુઃખાદિનું સંવેદન થતું હોવાથી આત્મા સારી રીતે સિદ્ધ થાય છે. સુખ-દુઃખાદિને પ્રત્યક્ષ કરનાર આત્મા અસિદ્ધ નથી, પરંતુ તેમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ માનવા તે અસિદ્ધ છે.ર
આમ, આત્મા અમૂર્ત પદાર્થ છે. તે નથી દીર્ઘ, નથી હ્રસ્વ, નથી વૃત્તાકાર, નથી ત્રિકોણ, નથી ચતુષ્કોણ કે નથી રિમંડલાકાર. તે નથી કૃષ્ણ, નથી નીલ, નથી રક્ત, નથી પીત કે નથી શુક્લ. તે નથી સુગંધી કે નથી દુર્ગંધી. તે નથી તીખો, નથી કડવો, નથી તુરો, નથી ખાટો કે નથી ગળ્યો. નથી કર્કશ, નથી મૃદુ, નથી ગુરુ, નથી લઘુ, નથી શીત, નથી ઉષ્ણ, નથી સ્નિગ્ધ કે નથી રુક્ષ. તે શબ્દ નથી, વર્ણ નથી, ગંધ નથી, રસ નથી અને સ્પર્શ નથી.
૧-‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૮ (પત્રાંક-૪૩૮)
૨- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, ‘પંચાધ્યાયી’, ઉત્તરાર્ધ, શ્લોક ૧૨ મૈય યતઃ सुखादीनां संवेदनसमक्षतः 1 नासिद्धं वास्तवं तत्र किंत्वसिद्धं रसादिमत् । । '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org