________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ મૂર્ત પુદ્ગલના ગુણો છે. તે ગુણોનો અમૂર્ત એવા આત્મામાં અભાવ હોવાથી આત્મા ચક્ષુ આદિથી જણાતો નથી. અગ્નિમાં જેમ શીતળતા નથી, તેમ આત્મામાં વર્ણાદિ ગુણો નથી. જેમ અગ્નિની પરખ શીતળતા આદિ ગુણોથી થઈ શકતી નથી, તેમ આત્માની પરખ વર્ણાદિ ગુણો દ્વારા થઈ શકતી નથી. માટે શિષ્યે કરેલો તર્ક કે આત્મા દેખાતો નથી, સૂંઘાતો નથી, ચખાતો નથી, સ્પર્શતો નથી, સંભળાતો નથી તે તો સત્ય છે; પણ આના કારણે આત્મા નથી એમ માનવું એ અયુક્ત છે. ‘સમ્યક્ત્વ સ્થાન ચઉપઇ'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે
૧૩૨
‘રૂપી પણિ નવિ દીસઇ વાત લક્ષણથી લહીઇ અવદાત I તો કિમ દીસઇ જીવ અરૂપ? તે તો કેવલજ્ઞાન સ્વરૂપ ।।૧
-
પુદ્ગલમય એવો રૂપી પવન પણ આંખથી દેખાતો નથી, કિંતુ તેનાં કંપ, ધૃતિ, શબ્દ વગેરે લક્ષણોથી તેને જાણી શકાય છે. (કંપ એટલે વૃક્ષનાં પાંદડાં, વેલડીઓ કંપવાં; ધૃતિ એટલે રૂ, કાગળ વગેરે હલકી ચીજો હવામાં ઊડતી રહેવી; શબ્દ એટલે સુસવાટા વગેરેનો અવાજ.) તે આ રીતે કે વેલડી-વૃક્ષનાં પાંદડાં વગેરે કોઈક દ્રવ્યના અભિઘાત-સંયોગાદિથી યુક્ત છે, કેમ કે તે કંપયુક્ત છે; જેમ કે કંપયુક્ત ઘંટ. આ જે દ્રવ્ય છે તે પવન છે, કારણ કે આકાશાદિ અરૂપી દ્રવ્યો કંપજનક અભિધાત કરી શકતા નથી અને કોઈ ઘટાદિ દશ્યદ્રવ્ય ત્યાં રહેલું જોવા મળતું નથી. આમ, રૂપી એવો પવન પણ જો આંખે દેખી શકાતો નથી તો અરૂપી એવો જીવ તો કઈ રીતે દેખાય? તાત્પર્ય એ છે કે દુનિયામાં જેટલી ચીજો હોય તે બધી જ દેખાવી જ જોઈએ એવો નિયમ નથી. દુનિયામાં જે ચીજો દેખાતી ન હોય તેનું અસ્તિત્વ નથી એવું માનવા માટે કોઈ કારણ નથી. પવન હાજર હોવા છતાં દેખાતો નથી અને દેખાતો ન હોવા છતાં પવન નથી એવું મનાતું નથી; તેમ અરૂપી એવા આત્માનું અસ્તિત્વ હોવા છતાં તે દેખાતો નથી, પરંતુ દેખાતો ન હોવામાત્રથી તેનું અસ્તિત્વ નથી એવું માનવું અયુક્ત છે. આત્માને શરીરથી જુદો જોઈ શકાતો ન હોવાથી આત્મા છે જ નહીં' એવું માનવું યોગ્ય નથી. જેમ વાયુદ્રવ્યને અનુમાનથી મનાય છે, તેમ આત્મદ્રવ્યને પણ અનુમાનથી માનવું યોગ્ય છે. આત્મા કેવળ જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનને લિંગ તરીકે, એટલે કે લક્ષણ તરીકે લઈ, તેનો આશ્રય કરી, અનુમાનથી આત્મા જાણી શકાય છે.
હવા આંખથી દેખાતી નથી છતાં ધ્વજ ફરકતો જોઈને કહેવામાં આવે છે કે પરંતુ તેનાં કાર્ય દ્વારા જાણી શકાય છે કે ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘સમ્યક્ત્વ
Jain Education International
વૃક્ષની ડાળીઓ હલતી જોઈને કે મંદિરનો ઘણી હવા છે. હવા આંખથી દેખાતી નથી, હવા છે. આ જગતમાં જે વસ્તુઓ આંખથી સ્થાન ચઉપઇ', ગાથા ૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org