________________
૧૩૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
સ્પર્શ હોય તે મૂર્ત દ્રવ્ય કહેવાય છે અને જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ન હોય તે અમૂર્ત દ્રવ્ય કહેવાય છે. જે ઇન્દ્રિયોથી જણાય તેને મૂર્ત કહે છે અને જે ઇન્દ્રિયોને ગોચર ન હોય તેને અમૂર્ત કહે છે. ઇન્દ્રિયોનો વર્ણાદિથી યુક્ત પદાર્થોની સાથે જ સંબંધ થાય છે અને વર્ણાદિથી રહિત પદાર્થોની સાથે સંબંધ થઈ શકતો નથી. તે જ દ્રવ્ય ઇન્દ્રિયોથી જાણી શકાય છે કે જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે, કેમ કે ઇન્દ્રિયોના વિષય જ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. આંખનો વિષય વર્ણ છે, નાકનો વિષય ગંધ છે, જીભનો વિષય રસ છે, ચામડીનો વિષય સ્પર્શ છે, કાનનો વિષય શબ્દ છે; તેથી વિષય વિષયીની અપેક્ષાથી મૂર્તનું લક્ષણ ઇન્દ્રિયવિષય કહેવામાં આવે છે. મૂર્ત જ ઇન્દ્રિયપ્રત્યક્ષ થઈ શકે છે.૧
-
પુદ્ગલમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે, તેથી તે મૂર્ત છે; બાકીના દ્રવ્યોમાં આ ગુણો હોતા નથી, તેથી તે અમૂર્ત છે. આત્મામાં વર્ણાદિ ન હોવાથી તે અમૂર્ત છે. મૂર્તની જેમ અમૂર્તનું અસ્તિત્વ પણ છે. મૂર્ત પદાર્થ જ વાસ્તવિક છે, અમૂર્ત પદાર્થ વાસ્તવિક નથી એમ માનવું ઉચિત નથી. કેટલાક જીવો મૂર્ત પદાર્થોને જ માને છે, અમૂર્ત પદાર્થોને માનતા નથી; પરંતુ અમૂર્ત પદાર્થોની સત્તા પણ સિદ્ધ થઈ શકે છે. જીવ એક અમૂર્ત પદાર્થ છે. સુખાદિનું સ્વસંવેદન જ્ઞાન જ તેના અસ્તિત્વનું પ્રમાણ છે. જેને સુખાદિનો અનુભવ નથી તે જીવ નથી, જેમ કે ઘડો.ર સુખાદિના સંવેદન દ્વારા આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. શ્રીમદ્ લખે છે
‘શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં
સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ, માટે તીર્થંકરે જીવનું કહ્યું છે; અને વ્યવહારદૃષ્ટાંતે નિદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય ૧- જુઓ (૧) શ્રી માઈલ્લધવલજીકૃત, દ્રવ્યસ્વભાવપ્રકાશક નયચક્ર', ગાથા ૬૩
।'
' रुवाइपिंड मुत्तं विवरीए ताण विवरीयं (૨) આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘પંચાસ્તિકાય, ગાથા ૯૯ 'जे खलु इंदियगेज्झा विसया जीवेहिं होंति ते मुत्ता I सेसं हवदि अमुत्तं चित्तं उभयं समादियादि । । '
૨- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી’, ઉત્તરાર્ધ, શ્લોક ૫ અસ્તિ નીવઃ सुखादीनां संवेदनसमक्षतः यो नैवं स न जीवोऽस्ति सुप्रसिद्धो यथा घटः । । '
I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org