________________
ગાથા-પ૧
૧ ૨૯ નિર્ણય થઈ શકે છે. આવી જ પદ્ધતિથી આત્માની પણ ઓળખાણ થઈ શકે છે. જે જાણે છે, જે જુએ છે, જે સુખ-દુઃખને ભોગવે છે, જેના વિયોગથી શરીર મડદું બની જાય છે; તેવો અમૂર્ત ચેતન પદાર્થ તે આત્મા છે. ઘટ-પટાદિ પૌદ્ગલિક જડ પદાર્થો છે, આત્મા સ્વપરપ્રકાશક ચેતન પદાર્થ છે. ઘટ-પટાદિ મૂર્તિ હોવાથી ઇન્દ્રિયગમ્ય છે, આત્મા અમૂર્ત હોવાથી અતીન્દ્રિય અનુભવગમ્ય છે.
ગુણ તારા ગુણી પ્રત્યક્ષ થાય છે. આત્મામાં અનેક ગુણો છે. આ ગુણોને શક્તિઓ પણ કહેવામાં આવે છે. આત્માની અનેક શક્તિઓનું વર્ણન અધ્યાત્મશાસ્ત્રોમાં કરેલું છે, જેના વડે આત્માનો બોધ થઈ શકે છે. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં આત્માના અનેક વ્યાવર્તક ધર્મો જણાવ્યા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ આત્માનાં લક્ષણ છે એમ કહેવામાં આવ્યું છે. પોતાને અને પરને જાણવા-જોવાની ચૈતન્યશક્તિ જેમાં મુખ્ય છે એવા આત્માનું વર્ણન નવ દ્વારથી કરતાં સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજી ‘દ્રવ્યસંગ્રહ'માં લખે છે કે જીવ ઉપયોગમય છે, અમૂર્ત છે, કર્તા છે, પોતાના શરીર પ્રમાણસ્થિત છે, ભોક્તા છે, સંસારમાં રહેવાવાળો છે, સિદ્ધ છે, અરસ (વિરસ) છે અને ઉર્ધ્વગમન કરવાવાળો છે. ૨ આત્મસ્વરૂપનું વર્ણન કરતાં આચાર્યશ્રી કુંદકુંદદેવ ‘પંચાસ્તિકાય'માં લખે છે કે જીવ બધું જાણે છે અને જુએ છે, સુખને ઇચ્છે છે, દુઃખથી ડરે છે, હિત-અહિતને કરે છે અને તેનાં ફળને ભોગવે છે. વળી, આત્માનું અમૂર્તિકપણું વર્ણવતાં આચાર્યશ્રી કુંદકુંદદેવ ‘સમયસાર'માં લખે છે કે અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, અશબ્દ, અવ્યક્ત, અલિંગગ્રહણ અને અનિર્દિષ્ટસંસ્થાન એવો તે જીવ ચેતના ગુણવાળો છે.*
જગતમાં બે પ્રકારનાં દ્રવ્યો છે - મૂર્ત અને અમૂર્ત. જેમાં વર્ણ, ગંધ, રસ, ૧- જુઓ : ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર', અધ્યયન ૨૮, ગાથા ૧૧
'नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा ।
वीरिअं उवओगो अ, एअं जीवस्स लक्खणं ।।' ૨- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીરચિત, ‘દ્રવ્યસંગ્રહ', ગાથા ૨
'जीवो उवओगमओ अमत्ति कत्ता सदेहपरिमाणो ।
भोत्ता संसारत्थो सिद्धो सो विस्ससोडगई ।।' ૩- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પંચાસ્તિકાય', ગાથા ૧૨૨
'जाणदि पस्सदि सव्वं इच्छदि सुक्खं बिभेदि दुक्खादो ।
कुब्वदि हिदमहिदं वा भुंजदि जीवो फलं तेसिं ।।' ૪- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર', ગાથા ૪૯
'अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसइं । जाण अलिंगग्गहणं जीवमणिदिठ्ठसंठाणं ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org