________________
૧ ૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ, આત્માનું કોઈ ઇન્દ્રિયગમ્ય સ્વરૂપ નથી અને તેથી સ્પર્શાદિ એવા કોઈ પ્રકારના અનુભવથી આત્માનું હોવાપણું સિદ્ધ થઈ શકતું નથી; તે છતાં અનુભવમાં આવે તેવું તેનું સ્વતંત્ર સ્વરૂપ અવશ્ય છે. જે ચૈતન્યનો અનુભવ છે, તે સર્વથા અબાધિત છે અને તે જ જીવનું સ્વરૂપ છે. સર્વનો બાધ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જે બાધ કરી શકાતો નથી, જે હંમેશાં સાથે રહે છે તે જ જીવનું સ્વરૂપ છે. પ્રત્યેક અવસ્થામાં હું છું' એવું જે જણાય છે, તે જ અબાધ્ય અનુભવસ્વરૂપ આત્મા છે. આમ, જેનો અનુભવ નિરંતર અખ્ખલિતપણે થયા કરે છે એ ચૈતન્યતા તે જ જીવનું સ્વરૂપ છે એમ કહી, દેહથી ભિન્ન એવા અતીન્દ્રિય, અમૂર્ત, અરૂપી, જ્ઞાયક આત્માની સિદ્ધિ કરી.
આત્માના અસ્તિત્વની શંકાના સમર્થનમાં શિષ્ય રજૂ કરેલ દલીલમાં રહેલું વિશેષાર્થ
ધવલ] સત્યપણું અને તે દલીલના આધારે તેણે કરેલા નિર્ણયમાં રહેલું મિથ્યાપણું બતાવી, તેની ભૂલ સમજાવી શ્રીગુરુ તેને સત્ય નિર્ણય કરાવે છે. પોતાની દલીલમાં શિષ્ય કહ્યું હતું કે આત્મા દષ્ટિમાં આવતો નથી, તેનું કોઈ રૂપ જણાતું નથી તથા બીજો પણ કોઈ સ્પશદિ ઇન્દ્રિયગમ્ય અનુભવ થતો નથી. શિષ્યની આ વાત સત્ય છે, કારણ કે ઇન્દ્રિયોથી જણાઈ શકે એવું આત્માનું સ્વરૂપ છે જ નહીં. આત્મા કોઈ ઇન્દ્રિયથી જાણી શકાય એવો વિષય નથી. ઇન્દ્રિય દ્વારા માત્ર મૂર્ત પદાર્થ જણાઈ શકે, પણ આત્મા અમૂર્ત હોવાથી ઇન્દ્રિયોનો વિષય બની શકતો નથી. આત્મા ઇન્દ્રિયગમ્ય ન હોવાથી શિષ્યનું એમ કહેવું કે કોઈ પણ ઇન્દ્રિયથી એ જણાતો નથી તે તદ્દન સાચી વાત છે, પરંતુ આ દલીલના આધારે તેણે જે નિર્ણય કર્યો કે “તેથી ન જીવ સ્વરૂપ ત્યાં તેણે ભૂલ કરી છે. આત્મા ઇન્દ્રિયોથી જાણી શકાતો નથી, માટે આત્માનું અસ્તિત્વ નથી એ નિર્ણય યોગ્ય નથી. આત્મા મૂર્ત પદાર્થ નથી, માટે તે કોઈ પણ ઇન્દ્રિય દ્વારા જણાઈ શકે એમ નથી; પણ અમૂર્ત આત્માનું અસ્તિત્વ છે, તે જ્ઞાન લક્ષણે લક્ષિત છે. અને અનુભવમાં પણ આવે તેમ છે. શ્રીમદ્ લખે છે કે –
જેમ ઘટપટઆદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટઆદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે.''
ઘડો, વસ્ત્ર આદિ રૂપી જડ પદાર્થોનું અસ્તિત્વ સ્પર્શ, રસ, ગંધાદિ ગુણોની વિદ્યમાનતાના કારણે નક્કી કરી શકાય છે. ઘડો માટીમાંથી બનાવવામાં આવે છે, કુંભાર ચાકડા ઉપર તેને બનાવે છે, તેમાં પાણીને ઠંડું કરવાનો ગુણ છે, તે લાલ-કાળા આદિ રંગનો હોય છે, તે જમીન ઉપર પડે તો ફૂટી જાય છે વગેરે લક્ષણોથી ઘડાનો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૪ (પત્રાંક-૪૯૩, ‘છ પદનો પત્ર')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org