________________
ગાથા - ૫૧
...ગાથા ૫૦માં શ્રીગુરુએ કહ્યું કે અનાદિ કાળથી અજ્ઞાનપૂર્વક દેહનો પરિચય ભૂમિકા
હોવાથી તને આત્મા દેહ જેવો જણાયો છે, પણ જેમ તલવાર અને મ્યાન, મ્યાનરૂપ લાગવા છતાં બન્ને જુદાં છે, તેમ આત્મા અને દેહ, દેહરૂપ લાગવા છતાં બને જુદા છે. આમ, શિષ્ય આત્માનું અસ્તિત્વ નથી' એવી શંકાના સંબંધમાં જે દલીલો કરી હતી તેના પૃથક્ પૃથક્ ઉત્તર આપતાં પહેલાં શ્રીગુરુએ જીવની અનાદિ કાળથી પ્રવાહરૂપે ચાલી આવતી ભૂલ પરત્વે ગાથા ૪૯ તથા ૫૦માં શિષ્યનું લક્ષ ખેંચ્યું અને દેહ અને આત્મા ભિન્ન છે એમ દૃષ્ટાંત સહિત સમજાવ્યું.
આત્મા સંબંધી સર્વ શંકાઓનું કારણ એવી મૂળ ભૂલ પરત્વે શિષ્યને સજાગ કર્યા પછી, શ્રીગુરુ એક પછી એક સર્વ દલીલોનું સચોટતાથી સમાધાન કરી શિષ્યને નિઃશંક કરે છે. પ્રસ્તુત ગાથામાં શ્રીગુરુ શિષ્ય ગાથા ૪પમાં કરેલી શંકાનું સમાધાન કરે છે. ગાથા ૪૫માં શિષ્ય કહ્યું હતું કે “નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂ૫; બીજો પણ અનુભવ નહીં, તેથી ન અવસ્વરૂપ', અર્થાત્ આત્મા આંખ વડે દેખાતો નથી, તેનાં કોઈ રૂપ કે આકાર જણાતાં નથી, તેમજ સ્પર્શ આદિ બીજા અનુભવથી પણ તે જણાતો નથી, માટે જીવ જેવું કંઈ છે નહીં. શિષ્યની આ શંકાનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે –
“જે દ્રષ્ટા છે દષ્ટિનો, જે જાણે છે રૂપ; ગાથા
અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. (૫૧) તે આત્મા દષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય? કેમકે ઊલટો તેનો તે 1 જોનાર છે. સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાદ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી એવો બાકી જે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે. (૫૧)
આત્મા ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી, તેનું કારણ સમજાવતાં શ્રીગુરુ કહે છે કે ભાવાર્થ |
*] આત્મા આંખ વડે દેખાતો નથી, કારણ કે તે આંખનો જોનારો છે. આંખ તો માત્ર એક જડ ઇન્દ્રિય છે અને બાહ્ય પદાર્થને જોવામાં નિમિત્ત માત્ર છે. આંખ વડે જોનાર તત્ત્વ તે આત્મા છે. શરીરરૂપી મકાનમાં રહીને ઇન્દ્રિયોરૂપી બારીઓ વડે પરપદાર્થને જોનાર-જાણનાર જ્ઞાનધારક પદાર્થ તે આત્મા છે. આત્મા દેખાતો નથી, કારણ કે તે દષ્ટિનો દ્રષ્ટા છે અને સ્થૂળ-સૂક્ષ્માદિ રૂપને જાણનારો જ્ઞાયકમાત્ર છે.
અર્થ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org