________________
ગાથા-૫૭
૨૧૯
આમ, જગતમાં બે પ્રકારનાં દ્રવ્ય છે જડ અને ચેતન. આ જડ અને ચેતન બન્ને દ્રવ્યોનો સ્વભાવ પ્રગટરૂપે ભિન્ન છે. વસ્તુની અવસ્થા બદલાવા છતાં જે કદી ન બદલાય અને કાયમ રહે તેને સ્વભાવ કહે છે. કોઈ પણ વસ્તુનો સ્વભાવ ક્યારે પણ
વસ્તુથી છૂટો ન પડી શકે. જો સ્વભાવ છૂટો પડે તો વસ્તુનું અસ્તિત્વ જ ન રહે. માટે વસ્તુનો સ્વભાવ ત્રણે કાળ વિદ્યમાન હોય છે. જેમ કે આત્માનો જ્ઞાનસ્વભાવ ત્રિકાળ વિદ્યમાન છે.
આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ પદાર્થ છે. તે ત્રણે કાળ ચૈતન્યપણે રહે છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ હોવાથી તે ત્રણે કાળ અવિરતપણે જાણવાનું કાર્ય કર્યા કરે છે. આત્મા ચૈતન્યસ્વભાવી છે, તેથી તે ક્યારે પણ જાણ્યા વગર રહે નહીં. તેને જાણવાનું બંધ કરવું હોય, મારે કશું જાણવું નથી' એમ તેની ઇચ્છા હોય, તોપણ તે જાણ્યા વગર રહી શકે જ નહીં. જડદ્રવ્ય પૂર્વે પણ કંઈ જાણતું ન હતું, વર્તમાનમાં પણ કંઈ જાણતું નથી અને ભવિષ્યમાં પણ જાણશે જ નહીં; જ્યારે આત્મા પૂર્વે જાણતો હતો, વર્તમાનમાં જાણે છે અને ભવિષ્યમાં પણ જાણ્યા જ કરશે. વર્તમાન સમયે આત્માની ચૈતન્યસ્થિતિ છે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દસ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે પણ હતી, હવે પછીના કાળને વિષે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ રહેશે; કોઈ પણ કાળે તેનો ચૈતન્યસ્વભાવ છૂટે નહીં એવું ચૈતન્ય લક્ષણ તેનામાં વિદ્યમાન છે કે જે લક્ષણથી તેની ત્રણે કાળમાં ઓળખાણ થઈ શકે છે. પંડિત શ્રી આશાધરજી ‘અધ્યાત્મરહસ્ય'માં લખે છે કે અનાદિ કાળથી જે ચૈતન્ય લક્ષણે જાણ્યો છે, આજે જણાય છે અને અનંતકાળ સુધી તે પ્રકારે જણાયા કરશે તેવું ચેતનાસ્વરૂપ દ્રવ્ય તે આત્મા છે.
જીવનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે. જ્ઞાન આત્માનું ચિહ્ન છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જેનામાં શાયકતા છે તે જ આત્મા છે. ‘આ તીખું છે', ‘આ મીઠું છે', ‘આ ખાટું છે આ ખારું છે”, “મને ઠંડી લાગે છે', ‘મને ગરમી લાગે છે', ‘હું સુખી છું' દુઃખી છું' - એવું જે જ્ઞાન, તે જો કોઈ પદાર્થમાં હોય તો તે માત્ર આત્મામાં જ છે. આત્મા જ્ઞાન-દર્શનરૂપ હોવાથી જાણે છે અને જુએ છે.
ચૈતન્યપણું, સ્વપ૨પ્રકાશકપણું એ આત્માનો ગુણ છે. આત્મા જ્ઞાનરૂપ ઉજ્વળ પ્રકાશથી યુક્ત છે. તે નિરાબાધપણે કોઈના પણ આધાર વિના સ્વયં પ્રકાશે છે. અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિ પ્રકાશિત હોવા છતાં તેને આત્માની હાજરી વિના કોઈ પણ જાણી શકવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા ૧- જુઓ : પંડિત શ્રી આશાધરજીકૃત, ‘અધ્યાત્મ-રહસ્ય’, ' यदचेतत्तथानादि चेततीत्थमिहाद्य यत् I चेतिष्यत्यन्यथानन्तं यच्च चिद्रव्यमस्मि तत् । । '
શ્લોક ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org