________________
૫૩૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
થાય છે. આ વાત દર્શાવતાં આચાર્યશ્રી યોગીન્દુદેવ ‘પરમાત્મપ્રકાશ'માં લખે છે કે જે જીવ પોતાના બાંધેલાં કર્મોને ભોગવતાં મોહથી સારા-ખોટા ભાવ કરે છે, તે માત્ર કર્મને ઉપાર્જન કરે છે. જે પોતાનાં બાંધેલાં કર્મોના ફળને ભોગવતાં તેમાં રાગ-દ્વેષરૂપ પરિણામ કરતો નથી, તે નવીન કર્મબંધ કરતો નથી તથા રાગ-દ્વેષરહિત પરિણામથી તેનાં સંચિત કર્મનો ક્ષય થઈ જાય છે.૧
આમ, રાગ-દ્વેષરૂપ પરિણામથી આત્મા કર્મબંધ કરે છે. નિજકર્મફળ ભોગવતાં જે જીવ મોહવશે રાગ-દ્વેષ કરે છે, તે જીવ કર્મ ઉપાર્જન કરે છે. ઉદયમાં આવેલાં કર્મોને ભોગવતાં જે જીવ સ્વસ્વભાવથી ચ્યુત થઈ શુભાશુભ પરિણામ કરે તેને નવીન કર્મબંધ થાય છે, પરંતુ જે જીવ સ્વકર્મફળ ભોગવતાં રાગાદિ કરતો નથી તે નવીન કર્મ બાંધતો નથી અને એ અબંધપરિણામથી પૂર્વે સંચિત થયેલાં કર્મનો ક્ષય થાય છે. નિજ શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવથી ઉપાર્જન કરેલાં એવાં શુભ-અશુભ કર્મનાં ફળને ભોગવતાં છતાં, વીતરાગ ચિદાનંદ પરમાત્મસ્વભાવરૂપ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિય સુખરૂપ અમૃતથી તૃપ્ત થઈ જે જીવ રાગી-દ્વેષી થતો નથી, અર્થાત્ રાગ-દ્વેષરૂપ પરિણતિ કરતો નથી, તે જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધતો નથી અને તેનાં જૂનાં કર્મોની નિર્જરા થાય છે. સંવરપૂર્વકની નિર્જરાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શિષ્ય એવી દલીલ કરી હતી .કે જો જીવ કર્મ કરતો હોય તો તે જીવનો સ્વભાવ ઠરે અને તો જીવને સદા બંધ જ રહેશે, તે કદી અબંધ થશે જ નહીં; તે હંમેશાં બંધાયેલો જ રહેશે, તે કદી પણ મુક્ત નહીં થાય. જો કર્મનું કરવાપણું એ જીવનો ધર્મ હોય તો કર્મનો કોઈ કાળે પણ નાશ થઈ શકે નહીં અને જીવ કર્મમુક્ત થઈ શકે નહીં. શિષ્યની આ દલીલ યથાર્થ નથી, કારણ કે કર્મબંધરહિત સ્થિતિ તો યુક્તિ અને આગમથી સિદ્ધ છે. કર્મ કરવાનો જીવનો ધર્મ હોય તો તે કોઈ ક્ષણે કર્મબંધથી રહિત થઈ શકે નહીં, પણ કર્મરહિતપણું યુક્તિ અને આગમથી સિદ્ધ થતું હોવાથી કર્મનું કરવાપણું એ જીવનો સ્વાભાવિક ધર્મ નથી એમ સિદ્ધ થાય છે.
વળી, આત્મા એ કર્મને ગ્રહણ કરનાર પદાર્થ છે અને કર્મ એ ગ્રાહ્ય પદાર્થ છે. ગ્રાહક અને ગ્રાહ્ય પદાર્થ ક્યારે પણ એક થઈ શકતા નથી. આત્મા કર્મ સાથે ક્યારે પણ એકત્વપણું પામતો નથી. તે બન્ને વચ્ચે અગ્નિ અને ઉષ્ણતા જેવો અવિનાભાવી ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, પરમાત્મપ્રકાશ’, અધિકાર ૨, ગાથા ૭૯,૮૦ ‘મુંખંતુ વિળિય-મ્મ- મોરૂં ગોબરે । भाउ असुंदरु सुंदरु वि सो पर कम्मु जइ ।। भुंजंतु वि णिय कम्म-फलु जो तहिं राउ ण जाइ 1 सो वि बंधइ कम्मु पुणु संचिउ जेण विलाइ ।। '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org