________________
ગાથા-૭૫
પ૩૭ પણ અભાવ થઈ જાય છે. ૧
સ્વભાવદષ્ટિથી વિચારવામાં આવે તો જીવ નિર્મળ જ્ઞાન-દર્શનવાળો છે. તેનું નિજ રૂપ શુદ્ધ છે, નિત્ય પ્રકાશમાને છે. જીવસ્વભાવ દ્રવ્યકર્મ તથા ભાવકર્મથી રહિત છે. તે વર્ણાદિ તથા રાગાદિ ભાવોથી સદાકાળ ભિન્ન છે. નિજસ્વભાવની અપેક્ષાએ આત્મા વિવિધ પ્રકારના રાગાદિ ભાવોથી પૃથક્ એવો ચૈતન્યમાત્ર છે. આત્મા સ્વભાવે તો શુદ્ધ જ છે, માત્ર તેની વર્તમાન અવસ્થા અશુદ્ધ છે. કર્મબંધમાં કારણભૂત એવી તે અશુદ્ધતાનો નાશ થઈ શકે છે. ત્રિકાળી દ્રવ્યસ્વભાવથી ભિન્ન એવા રાગાદિ ભાવોને ટાળી શકાય છે. જીવ પોતાના દોષથી વિકારો કરે છે. સ્વભાવદષ્ટિના પુરુષાર્થ વડે તે ટાળી શકાય છે અને તેથી કર્મબંધ પણ ટાળી શકાય છે.
આ પ્રમાણે વિકાર એ ક્ષણિક પર્યાયભાવ છે, આત્મદ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ નથી. શુભાશુભ ભાવ કરવારૂપ ભૂલ કરવી એ જીવનો સ્વાભાવિક ધર્મ નથી. જો ભૂલ કરવી એ સ્વાભાવિક ધર્મ હોય તો તે છોડી શકાય નહીં, પણ ક્રોધના ઉદયમાં પણ ક્ષમાં રાખી શકાય છે એમ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. આત્મા ક્રોધાદિ ભાવોને ટાળી શકે છે એમ પ્રત્યક્ષ જણાય છે તેમજ અનુભવાય પણ છે. વૈરાગ્ય, શાંતિ આદિ પ્રતિપક્ષી ભાવોથી રાગાદિનો ક્ષય અવશ્ય થઈ શકે છે.
પરિણામ કરવામાં જીવ સ્વતંત્ર છે. તે દ્રવ્યથી સ્વતંત્ર છે, ગુણથી સ્વતંત્ર છે અને પર્યાયથી પણ સ્વતંત્ર છે. તે પરાધીન નથી. તેનો વર્તમાન સમય તેના હાથમાં છે. વર્તમાન અવસ્થાને, વર્તમાન વર્તતી જ્ઞાનની પર્યાયને સ્વભાવ તરફ વાળવા માટે તે સ્વતંત્ર છે. જો તેને અંતર્મુખ થવું હોય, પોતાના સ્વભાવમાં ઠરવું હોય તો તેને કોઈ પણ સંજોગ રોકી શકે એમ નથી. તેનું સ્વરૂપ અવ્યાબાધ છે, તેથી તે પોતાના પરિપૂર્ણ સ્વભાવ તરફ વળી શકે છે. જીવ જ્યારે પોતાના સ્વભાવ તરફ લક્ષ કરે છે ત્યારે અશુદ્ધતા ટળી શુદ્ધતા પ્રગટે છે અને તે મુક્ત થાય છે.
પોતાના સ્વરૂપમાં રહેવારૂપ પુરુષાર્થ કરતાં કરતાં, ક્રમે ક્રમે રાગાદિનો અભાવ થતાં જીવ સર્વ કર્મથી મુક્ત થઈ શકે છે. આત્મા મોદાદિ ભાવથી અળગો થઈ તેનો સંપૂર્ણપણે ક્ષય કરે છે ત્યારે તે મુક્તિના અનંત, અક્ષય, શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. પહેલાં રાગાદિ ભાવો વડે આત્મા કર્મબંધ કરતો હતો, પરંતુ તે વિકારોથી આત્મા વિરામ પામતાં શુદ્ધ ભાવો વડે કર્મોની નિર્જરા થાય છે અને તે સર્વ બંધનોથી મુક્ત ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, 'શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત
ટીકા, 'તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૧૦, સૂત્ર ૨-૧ 'मिथ्यादर्शनादिहेत्वभावादभिनवकर्मादानाभावः । मिथ्यादर्शनादीनां पूर्वोक्तानां कर्मास्रवहेतूनां निरोधे कारणाभावात कार्याभाव इत्यभिनवकर्मादानाभावः ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org