________________
ગાથા-૭૫
પ૩૯
સંબંધ નથી પણ સંયોગ સંબંધ છે, તેથી તે જુદાં પડી શકે છે. આત્માનો અને કર્મનો સંબંધ ક્ષીરનીરવતુ એકાકાર હોવા છતાં તેનો વિયોગ પણ થાય છે, કારણ કે ગ્રાહકરાહ્યનો સંબંધ તાદાભ્ય સંબંધરૂપે હોતો નથી, પણ સંયોગ સંબંધરૂપે હોય છે. આત્મા અને કર્મ વચ્ચે માત્ર સંયોગ સંબંધ છે, તાદાભ્ય સંબંધ નથી; તેથી પૂર્વે ગ્રહણ કરેલ દ્રવ્યકર્મનો ત્યાગ જીવ યોગ્ય સાધના દ્વારા કરી શકે છે. જીવનો અને કર્મનો સંયોગ થયો છે, તે સંયોગ ટાળી શકાય છે. તેનો વિયોગ કરી શકાય છે અને તે વિયોગ આત્યંતિક ભાવે પણ કરી શકાય છે. આમ, જીવ અને કર્મ સંયોગ સંબંધે ભેગા થયાં હોવાથી તેનો વિયોગ અવશ્ય કરી શકાય છે, કર્મકત્વ ટળી શકે છે અને તેથી કર્મકતૃત્વ એ આત્માનો ધર્મ નથી. આ તથ્યને સમજાવતાં શ્રીમદ્ લખે છે –
‘હવે અત્રે એક પ્રશ્ન થવા યોગ્ય છે અને તમે પણ તે પ્રશ્ન કર્યું છે કે “જો કર્મનું કર્તાપણું આત્માને માનીએ, તો તો આત્માનો તે ધર્મ ઠરે, અને જે જેનો ધર્મ હોય તે
ક્યારે પણ ઉચ્છેદ થવા યોગ્ય નથી; અર્થાત્ તેનાથી કેવળ ભિન્ન પડી શકવા યોગ્ય નથી, જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ તેમ.” એમ જ જો કર્મનું કર્તાપણું આત્માનો ધર્મ ઠરે, તો તે નાશ પામે નહીં.
ઉત્તર :- સર્વ પ્રમાણાંશના સ્વીકાર્યા વિના એમ ઠરે; પણ વિચારવાની હોય તે કોઈ એક પ્રમાણાંશ સ્વીકારીને બીજા પ્રમાણાંશનો નાશ ન કરે. ‘તે જીવને કર્મનું કર્તાપણું ન હોય અથવા હોય તો તે પ્રતીત થવા યોગ્ય નથી,' એ આદિ પ્રશ્ન કર્યાના ઉત્તરમાં જીવનું કર્મનું કર્તુત્વ જણાવ્યું છે. કર્મનું કર્તુત્વ હોય તો તે ટળે જ નહીં, એમ કાંઈ સિદ્ધાંત સમજવો યોગ્ય નથી, કેમકે જે જે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરી હોય તે છોડી શકાય એટલે ત્યાગી શકાય; કેમકે ગ્રહણ કરેલી વસ્તુથી ગ્રહણ કરનારી વસ્તુનું કેવળ એકત્વ કેમ થાય? તેથી જીવે ગ્રહણ કરેલાં એવાં જે દ્રવ્યકર્મ તેનો જીવ ત્યાગ કરે તો થઈ શકવા યોગ્ય છે, કેમકે તે તેને સહકારી સ્વભાવે છે, સહજ સ્વભાવે નથી; અને તે કર્મને મેં તમને અનાદિ ભ્રમ કહ્યો છે, અર્થાત તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રતિપાદન કર્યું છે, તેથી પણ તે નિવૃત્ત થવા યોગ્ય છે, એમ સાથે સમજવું ઘટે છે. જે જે ભ્રમ હોય છે, તે તે વસ્તુની ઊલટી સ્થિતિની માન્યતારૂપ હોય છે, અને તેથી તે ટળવા યોગ્ય છે, જેમ મૃગજળમાંથી જળબુદ્ધિ. કહેવાનો હેતુ એ છે કે, અજ્ઞાને કરીને પણ જો આત્માને કર્તાપણું ન હોય, તો તો કશું ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ સમજવાનો હેતુ રહેતો નથી.’
જો અજ્ઞાન આદિના કારણે કર્મબંધ ન થતો હોય, પણ કર્મ કરવા એ જીવનો સ્વભાવ હોય તો ઉપદેશશ્રવણ, સદ્વિચારાદિનો કોઈ હેતુ રહેતો નથી. જો આત્મા ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૬ (ગાથા ૭૭ ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org