________________
૫૪)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્વભાવથી કર્મનો કર્તા હોય તો પરદ્રવ્યથી હટવાનો - પરદ્રવ્યનું લક્ષ છોડવાનો જે ઉપદેશ છે તે નિરર્થક ઠરે. પરંતુ વાસ્તવમાં એમ નથી. આત્મા સ્વભાવથી કર્મનો કર્તા નથી, કર્મનું કર્તાપણું છોડી શકાય છે અને તેથી કર્મનું કર્તાપણું ટાળવા માટે પરદ્રવ્યથી હટવાનો - પરદ્રવ્યનું લક્ષ છોડવાનો ઉપદેશ આપવામાં આવે છે.
આમ, કર્મ બાંધી પણ શકાય છે અને ટાળી પણ શકાય છે. કર્મનું ઝહવાપણું ટળી શકે એમ છે, તેથી કર્મનું કરવાપણું એ આત્માનો સ્વભાવ નથી. પોતાનો સ્વાભાવિક ધર્મ તો કદી છૂટી શકે નહીં, પરંતુ કર્મ કરવાનું ટાળી શકાય છે, તેથી તે આત્માનો ધર્મ નથી. આત્મતત્ત્વમાં પોતાના જે સ્વાભાવિક અનંત જ્ઞાનાદિ ગુણો છે, તેનો વિયોગ આત્મામાંથી ક્યારે પણ થતો નથી. જો કર્મ ગ્રહવાપણું એ જીવનો જ્ઞાન-દર્શન જેવો ગુણ હોય તો જીવ હંમેશ માટે કર્મનો કર્તા ઠરે, પણ કર્યગ્રહણમાં કારણભૂત એવા રાગાદિ ભાવ ટળી શકે છે, તેથી કર્મ કરવાપણું એ જીવનો સ્વાભાવિક ધર્મ નથી.
કર્મનું કર્તુત્વ ટળી શકતું હોવાથી તે જીવનો ધર્મ નથી. વાસ્તવમાં તે તો જીવનો વિભાવરૂપ અધર્મ છે. કર્મનું કરવાપણું એ આત્માનો સ્વાભાવિક ધર્મ નથી, પરંતુ સ્વભાવથી વિપરીત એવો વિભાવરૂપ અધર્મ છે. તત્ત્વરંગી ગણિશ્રી દેવચંદ્રજી મહારાજે તેથી ગાયું છે –
જે પરિણામિક ધર્મ તુમારો, તેહવો અમચો ધર્મ; શ્રદ્ધાભાસન રમણ વિયોગે, વલગ્યો વિભાવ અધર્મ રે;
સ્વામી વિનવિયે મનરંગે.
વસ્તુ સ્વભાવ સ્વજાતિ તેહનો, મૂલ અભાવ ન થાય; પરવિભાવ અનુગત પરિણતિથી, કર્મે તે અવરાય રે;
સ્વામી વિનવિયે મનરંગે. જે વિભાવ તે પણ નૈમિત્તિક, સંતતિભાવ અનાદિ; પરનિમિત્ત તે વિષય સંગાદિક, તે સંયોગે સાદિ રે;
સ્વામી વિનવિયે મનરંગે, અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરનો; શુદ્ધનિમિત્ત રમે જબ ચિટ્ઠન, કર્તા ભોક્તા ઘરનો રે;
- સ્વામી વિનવિયે મનરંગ.૧ શ્રી સીમંધર ભગવાનની સ્તવના કરતાં ગણિશ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે હે પ્રભુ! જેવો આપનો પારિણામિક, કર્મરહિત, શુદ્ધ આત્મધર્મ આપને પ્રગટ છે, તેવી જ ૧- ગણિશ્રી દેવચંદ્રજીરચિત, ‘વિહરમાન જિન સ્તવન', શ્રી સીમંધર ભગવાનનું સ્તવન, કડી ૨-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org