________________
ગાથા - ૪૭
(ગાથા
| ગાથા ૪૬માં શિષ્ય કહ્યું કે દેહ, ઇન્દ્રિય કે પ્રાણથી આત્માને ભિન્ન માનવો ભૂમિકા
1 જોઈએ નહીં, કારણ કે આત્માનું જુદું કોઈ એંધાણ દેખાતું નથી.
આમ, ઇન્દ્રિયગોચર ન હોવાના કારણે આત્મા છે જ નહીં અને જો માનવો જ હોય તો દેહ, ઇન્દ્રિય કે પ્રાણ આ ત્રણમાંથી એકને આત્મા માની લેવો જોઈએ એમ શિષ્ય કહે છે. આત્માની કોઈ જુદી નિશાની ન હોવાથી તે આત્માનું અલગ અસ્તિત્વ સ્વીકારવા તૈયાર નથી. આ જ વિષયમાં શિષ્ય બીજી એક દલીલ રજૂ કરે છે –
વળી જે આત્મા હોય તો, જણાય તે નહિ કેમ?
જણાય છે તે હોય તો, ઘટ પટ આદિ જેમ.” (૪૭) 2 અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હોય તો શા માટે ન જણાય? (૪૭)
જગતમાં કોઈ પણ પદાર્થ જો અસ્તિત્વ ધરાવતો હોય તો તે અવશ્ય ભાવાર્થ)
* જણાય છે. જગતના તમામ પદાર્થોનું જ્ઞાન થાય છે, કારણ કે તેનું હોવાપણું છે. તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ હોવાથી કોઈ ને કોઈ ઇન્દ્રિય દ્વારા તે અવશ્ય જણાય છે. જો આત્મા જેવો કોઈ પદાર્થ આ જગતમાં હોય તો તે કેમ જણાતો નથી? અર્થાત્ જો આત્માનું અસ્તિત્વ હોય તો તે કોઈક ઇન્દ્રિયથી તો અવશ્ય જણાવો જ જોઈએ.
શિષ્ય કહે છે કે જેમ ઘટ-પટાદિ અર્થાત્ ઘડો, વસ્ત્ર આદિ તમામ પદાર્થો છે, માટે તે જણાય છે; તેમ આત્મા જેવો કોઈ પદાર્થ હોય તો તે શા માટે જણાતો નથી? આત્મા ઘટ-પટાદિની જેમ જણાતો નથી, માટે આત્માના હોવાપણાની શંકા રહે છે.
તે યથાર્થ જ્ઞાનને પ્રમા કહેવાય છે. જ્ઞાનપ્રાપ્તિ માટેનાં સાધનોને પ્રમાણ વિશેષાર્થ)
શિવાય' કહેવાય છે. જેના દ્વારા પદાર્થ જણાય છે તેને પ્રમાણ કહે છે. જે વસ્તુ પ્રમાણથી સિદ્ધ થાય તે જ વાસ્તવિક છે. જે વસ્તુ પ્રમાણથી સિદ્ધ થતી નથી તે વસ્તુનું અસ્તિત્વ નથી. કેટલાક માને છે કે આત્મા કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતો નથી, માટે ૧- જુઓ : આચાર્યશ્રી ગુણધરજીકૃત, કસાય પાહુડની આચાર્યશ્રી વીરસેનજીકૃત ટીકા, ‘જયધવલા', પુસ્તક ૧, ભાગ ૧, પ્રકરણ ૧, ગાથા ૨૭, પૃ.૩૭-૩૮
“ પ્રીતિ પ્રમા|I’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org