________________
૬૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે નથી. પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણોથી આત્મા સાબિત થતો ન હોવાથી આત્મા છે જ નહીં એમ તેઓ માને છે. તેઓ આત્માનું અસ્તિત્વ સ્વીકારતા નથી.
આચાર્યશ્રી જિનભદ્રજીકૃત ‘વિશેષાવશ્યકભાષ્ય'માં, શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમની શંકા કે જીવની સિદ્ધિ કોઈ પણ પ્રમાણથી થઈ શકતી નથી, એ વિષે પાંચ ગાથા જોવા મળે છે. ગાથા ૧૫૪૯માં જણાવે છે કે પ્રત્યક્ષપ્રમાણથી આત્મા સિદ્ધ થતો નથી, ગાથા ૧૫૫૦-૧૫૫૧માં દર્શાવે છે કે અનુમાનપ્રમાણથી આત્મા સિદ્ધ થતો નથી, ગાથા ૧૫૫રમાં તથા ગાથા ૧૫૫૩ના પૂર્વાર્ધમાં કહે છે કે આગમપ્રમાણથી આત્મા સિદ્ધ થતો નથી તથા ગાથા ૧૫૫૩ના ઉત્તરાર્ધમાં જણાવે છે કે અન્ય પ્રમાણો જેમ કે અર્થપત્તિ આદિથી આત્મા સિદ્ધ થતો નથી. આમ કહી આત્માનું અસ્તિત્વ સંભવતું નથી એમ બતાવવામાં આવ્યું છે. પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિ - આ પાંચ પ્રમાણથી આત્માની સિદ્ધિ કોઈ રીતે પણ થઈ શકતી નથી એ તેમની દલીલોના આધારે જોઈએ – (૧) આત્મા પ્રત્યક્ષ નથી.
જીવનું અસ્તિત્વ જો હોય તો તે પણ ઘટાદિ પદાર્થોની જેમ પ્રત્યક્ષ થવો જોઈએ, પણ તે પ્રત્યક્ષ થતો નથી; અને જે પદાર્થ સર્વથા અપ્રત્યક્ષ હોય છે તેનો આકાશના ફૂલની જેમ સંસારમાં સર્વથા અભાવ હોય છે. જીવ પણ સર્વથા અપ્રત્યક્ષ છે, માટે તેનો પણ સંસારમાં સર્વથા અભાવ છે.
જો કે પરમાણુ પણ નરી આંખે દેખાતું નથી, છતાં તેનો અભાવ માની શકાય નહીં, કારણ કે આત્માની જેમ તે સર્વથા અપ્રત્યક્ષ નથી. કાર્યરૂપે પરિણત થયેલ પરમાણુનું પ્રત્યક્ષપણું થાય જ છે, પણ આત્માનું કોઈ પણ પ્રકારે પ્રત્યક્ષપણું થતું જ નથી, માટે તેનો તો સર્વથા અભાવ જ માનવો જોઈએ. આત્મા પ્રત્યક્ષ થતો નથી માટે ‘આત્મા નથી' એ જ પક્ષ સાચો છે. આમ, પ્રત્યક્ષપ્રમાણથી આત્માની સિદ્ધિ થતી નથી.' (૨) આત્મા અનુમાનથી સિદ્ધ નથી.
કોઈ એમ કહે કે આત્મા પ્રત્યક્ષથી ગૃહીત ન હોય પણ અનુમાનથી તો તે જાણી શકાય છે, માટે તેનું અસ્તિત્વ માનવું જોઈએ; તો તે કહેવું પણ બરાબર નથી, કારણ કે અનુમાન હંમેશાં પ્રત્યક્ષપૂર્વક જ હોય છે. આત્મા અનુમાનથી પણ સાબિત નથી થતો, કારણ કે અનુમાન માટે પ્રત્યક્ષની જરૂર તો પડે જ છે અને જે વસ્તુનું ક્યારે ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૫૪૯
'जीवे तुह संदेहो पच्चक्ख जण्ण घेप्पति घडो व । अच्चंतापच्चक्खं च णत्थि लोए खपुष्पं व ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org