________________
ગાથા-૭૭
૫૮૭ એક થાઉં.’ આ તો જેમ કોઈ ભોળપણથી કાર્ય કરે અને પછી પસ્તાય, પછી તે કાર્યને દૂર કરવા ઇચ્છે, તેના જેવું થયું. ઈશ્વરે ઘણા થઈને એક થવાની ઇચ્છા કરી તો એમ કહી શકાય કે પહેલાં ઘણા થવાનું જે કાર્ય કર્યું તે ભોળપણથી જ કર્યું હતું. જો ભાવિના જ્ઞાનપૂર્વક કાર્ય કર્યું હોય તો તેને દૂર કરવાની ઇચ્છા શા માટે થાય?
આવા પ્રશ્નો સાંભળીને કેટલાક ઈશ્વરકર્તુત્વવાદીઓ કહે છે કે લીલા કરવી એ તો ઈશ્વરનો સ્વભાવ છે. ઈશ્વરનો એવો સ્વભાવ જ છે કે તે જગતનું નિર્માણ વગેરે કરે છે. સ્વભાવની સામે કોઈ પ્રશ્ન થઈ શકે નહીં. પરંતુ સ્વભાવની વાત કરીને તો તેઓ પોતાની અપકીર્તિ જ વહોરે છે, કેમ કે એનો અર્થ જ એ થયો કે હવે કોઈ ઈશ્વરના જગતકત્વના વિધાનની પરીક્ષા કરી શકે જ નહીં. જગતમાં સુવર્ણ જેવી વસ્તુની પણ પરીક્ષા કષ-છેદ-તાપાદિથી કરવામાં આવે છે અને ઈશ્વરકર્તુત્વવાદીઓએ તો ઈશ્વરના જગતકર્તુત્વ અંગે સ્વભાવવાદ સ્વીકારીને પરીક્ષાનો માર્ગ જ બંધ કરી દીધો. આવી યુક્તિરહિત વાત માન્ય કરી શકાય નહીં.
વળી, જો ઈશ્વરના સ્વભાવમાત્રથી સૃષ્ટિ બને છે એમ કહેવામાં આવે તો એમ માનવું વધુ યોગ્ય જણાશે કે કાર્ય પોતાનાં કારણોના સ્વભાવ વડે જ નીપજે છે. આમ માનવાથી તો ઈશ્વરના અસ્તિત્વની કલ્પના અર્થહીન ભાસશે. આ પ્રમાણે ઈશ્વર સૃષ્ટિને પેદા કરનાર છે, તેનો પાલનકર્તા છે અને સંહારકર્તા છે વગેરે સર્વ વાતો કપોલકલ્પિત જણાય છે. ઈશ્વરનું જગતકર્તુત્વ ઘટી શકતું નથી. જૈન દર્શન ઈશ્વરને જગતનો બનાવનાર ન કહેતાં જગતનો બતાવનાર કહે છે. ઈશ્વર સર્વજ્ઞ છે અને તેથી સમગ્ર જગતનું સ્વરૂપ કેવું છે તે જીવોને બતાવે છે.
ઈશ્વરકર્તુત્વવાદીઓ કહે છે કે જીવોનાં તમામ સારા-માઠાં કામો ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થાય છે. તો પ્રશ્ન એ થાય છે કે એ કામો કરનારા તમામ જીવો પાસે ઈશ્વરે પોતાનો મહિમા શા માટે ન મનાવ્યો? તમામ જીવો ઈશ્વરને ગમતાં કામો, ઈશ્વરનો મહિમા વધે તેવાં કામો કેમ નથી કરતાં? વળી, બધું ઈશ્વર કરાવતા હોવાથી જીવે તો ધર્મ-અધર્મ આદિ કંઈ વિચારવાની જરૂર રહેતી નથી.
પરમશુદ્ધસ્વરૂપી ઈશ્વર જો જીવને કર્મ કરવાની પ્રેરણા કરતો હોય તો તે સારાં જ કાર્યોની પ્રેરણા કરે, ખરાબ કાર્યોની પ્રેરણા ન જ કરે. પરમ દયાળુ ઈશ્વર કોઈકને પાપ કરવાની પ્રેરણા કરે તો તે તેના નરકાદિ દુ:ખ ભોગવવાનું કારણ બને, તે વાત બિલકુલ યુક્તિસંગત નથી. વળી, કોઈને સારાં કર્મની અને કોઈને ખરાબ કર્મની પ્રેરણા કરી તે પક્ષપાતી શા માટે થાય? આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં લખે છે કે ઈશ્વર કોઈને નરકાદિના સાધનભૂત એવા બ્રહ્મહત્યાદિરૂપ હિંસાદિમાં પ્રેરે છે અને કેટલાકને સ્વર્ગાદિના સાધનભૂત એવાં યમ-નિયમાદિ અનુષ્ઠાનમાં પ્રેરે છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org