________________
ગાથા - ૪૫
ભૂમિકા
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ની પ્રથમ ૪૪ ગાથાઓમાં શ્રીમદે પ્રાસ્તાવિક નિરૂપણ
કર્યું છે. પ્રથમ ૪૨ ગાથામાં ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનીનું સ્વરૂપ, સદ્દગુરુનાં લક્ષણ અને તેમનું માહાત્મ, મતાર્થી અને આત્માર્થીનાં લક્ષણો પ્રસ્તાવનારૂપે જણાવી, ગાથા ૪૩ અને ૪૪માં ગ્રંથવિષયનો નામનિર્દેશ કરી, શ્રીમદ્ હવે સમ્યગ્દર્શનના બીજરૂપ એવાં આત્માનાં છ પદ સંબંધી વિસ્તૃત મીમાંસા ગુરુ-શિષ્યના સંવાદરૂપે આ ગાથાથી શરૂ કરે છે.
સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂપ છ પદને સમજાવવા શ્રીમદ્દ હવે વિવેચનપદ્ધતિને છોડી ગુરુશિષ્યસંવાદની પદ્ધતિ અપનાવે છે. આત્મજ્ઞાન પામ્યા હોય તે જ સદ્ગુરુ છે અને એવા સગુરુ મળે તો હું મન, વચન, કાયા તેમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીશ અને સત્ય મોક્ષમાર્ગ અવશ્ય આરાધીશ' એવા દઢ નિશ્ચયવાળો આત્માર્થી શિષ્ય ક્રોધાદિ કષાયોને મંદ કરીને, મોક્ષ સિવાયની સર્વ અભિલાષાઓ ત્યજીને, સંસારપરિભ્રમણથી થાકીને, અંતરથી સ્વ-પરની દયા લાવીને, પોતાના આત્માના ઉદ્ધાર અર્થે સદ્ગુરુને શોધે છે અને સદ્ગુરુનો યોગ થતાં સરળ ભાવે પોતાના મનમાં ઘૂમી રહેલી શંકાઓ સગુરુ સમક્ષ પ્રગટ કરે છે. સદ્ગુરુ તે શંકાઓનું સરળ, સચોટ, પ્રતીતિકર અને અપૂર્વ સમાધાન આપી તેને નિઃશંક કરે છે. આ સમાધાન સ્વાનુભવથી નીપજેલું હોવાથી શિષ્યને હૃદયસોંસરું ઊતરી જાય છે. આત્માનાં છ પદને સિદ્ધ કરતો આ ગુરુશિષ્યસંવાદ સમજી શકાય તેવી સરળ ભાષામાં રચી, શ્રીમદે કઠણ વિષયને સહેલો અને સુગમ બનાવ્યો છે. શ્રીમની ભાવવાહી અને પ્રભાવશાળી શૈલી વિષે ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે –
“.... યથાર્થ તત્ત્વસમજણ પામવા અર્થે સગુરુ ચરણ ઉપાસતો સત્ શિષ્ય વિનય પૃચ્છા કરે છે, અને તે શંકા અત્રે શાસ્ત્રકારે “શિષ્ય કેવી' - શિષ્ય વધો એવા પદના ઉપન્યાસથી પરમ અદભૂત તત્વ સર્વસ્વસમર્પક મનોરંજક શૈલીથી રજૂ કરી છે; અને તેના ઉત્તરમાં - શંકા-સમાધાનમાં “સાડ ૩વી' - સગુરુ વઘા એમ પ્રતિપદના ઉપન્યાસથી વળતી રજૂઆત કરી છે. આ શિષ્ય ઉવાચ - સદ્દગુરુ ઉવાચ એ શૈલીપ્રકારમાં શંકા-સમાધાનનો ઉપન્યાસ અત્રે આ ગુરુશિષ્યના સંવાદના છએ પદમાં કર્યો છે. શાસ્ત્રકારની આ તસ્વરસિક મુમુક્ષ - ષપદને મનોરંજક ચિત્તાકર્ષક અદ્ભુત શૈલી ગીતાની કૃષ્ણ ઉવાચ - અર્જુન ઉવાચ એ શૈલીનું સહજ સ્મરણ કરાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org