________________
૩૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે. જિનદર્શનમાં આ “ઉવાચ’ની હૃદયગંમ શૈલીનો પ્રથમ પ્રયોગ કરનાર આ જ શાસ્ત્રકાર આધ છે. અત્રે શિષ્યની પરમ વિનય પૃચ્છા, સત્ય તત્ત્વ જાણવાની અપૂર્વ જિજ્ઞાસા, સત્ય સમજાતાં સત્યનો મુક્તકંઠે સ્વીકાર કરવાની અદભુત સરલતા; એ આદિ વસ્તુ આપણું એકદમ ધ્યાન ખેંચે છે; અને આત્મજ્ઞાની જ્ઞાની સદ્ગુરુની પણ શિષ્યની એકે એક શંકા અક્ષરે અક્ષર ટાળવાની પૂરેપૂરી તકેદારી - ઉપયોગ જાગૃતિ, શિષ્યને સન્માર્ગે ચઢાવવાની નિષ્કારણ કરુણા, અક્ષરે અક્ષરે વરસતી અમૃતમાધુરી; એ આદિ વસ્તુ પણ એકદમ આપણા હૃદયને આકર્ષી લે છે.'
સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂ૫ આત્માનાં છે પદોમાંનું પ્રથમ પદ છે - “આત્મા છે', અર્થાત્ આત્માના અસ્તિત્વની સિદ્ધિ. આત્માનું અસ્તિત્વ સ્વીકારવું તે મોક્ષમાર્ગનું સૌથી પહેલું પગથિયું છે. આત્મા હોય તો જ તેને મુક્ત કરવાની વાત થાય, તેથી આત્માના અસ્તિત્વ વિષે નિઃશંક થવું સૌથી અગત્યનું છે. આ પદ માટે શ્રીમદે ચૌદ ગાથાઓ (૪૫-૫૮)ની રચના કરી છે. તેમાં પહેલી ચાર ગાથા(૪૫-૪૮)માં વિનીત શિષ્ય આત્માના હોવાપણારૂપ પ્રથમ પદ વિષે પોતાની શંકાઓ રજૂ કરે છે. અહીં શિષ્ય આત્મા નથી' એમ જણાવવા માટે જે દલીલો કરે છે તેમાં ચાર્વાક દર્શનની સ્પષ્ટ છાયા જણાય છે. શ્રીમદે આત્માના અસ્તિત્વને નહીં સ્વીકારનારા એવા ચાર્વાકમતની પ્રચલિત દલીલો તે દર્શનનું નામ લીધા વિના શિષ્યની જિજ્ઞાસારૂપે મૂકી છે અને તે પછી શ્રીગુરુ દ્વારા તે શંકાનું સમાધાન દસ ગાથા(૪૯-૫૮)માં આપ્યું છે. તેમાં શિષ્યની શંકાનું અયથાર્થપણું બતાવી, આત્માનું શ્રેય થાય તે માટે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરી આપ્યું છે.
નાસ્તિક એવા ચાર્વાકમતના પ્રભાવથી ઉત્પન્ન થયેલી, આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શંકાના સમર્થનમાં પ્રથમ દલીલ રજૂ કરતાં શિષ્ય કહે છે –
નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; (ગાથા)
બીજો પણ અનુભવ નહીં, તેથી ન અવસ્વરૂપ. (૪૫) અર્થ - દષ્ટિમાં આવતો નથી, તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી, તેમ સ્પર્ધાદિ બીજા
અનુભવથી પણ જણાવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી; અર્થાત્ જીવ નથી. (૪૫)
આત્મા જેવો કોઈ પદાર્થ નથી એવી પોતાની શંકાનું કારણ દર્શાવતાં શિષ્ય નાન] કહે છે કે વિશ્વના અન્ય પદાર્થોની જેમ આત્મા નેત્રોથી દેખાતો નથી. તેનું કોઈ રૂપ, રંગ કે આકાર જણાતાં નથી. જગતમાં કેટલાય પદાર્થો એવા હોય છે કે જે ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૧૦
ગાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org