________________
ગાથા-૪૫
૩૯
નેત્રોથી નહીં પણ અન્ય ઇન્દ્રિયોથી જાણી શકાય છે, પરંતુ આત્મા સ્પર્શ આદિ બીજી કોઈ ઇન્દ્રિય વડે પણ જણાતો નથી, અર્થાત્ સ્પર્શ આદિ અન્ય ઇન્દ્રિયના અનુભવથી પણ તેનું હોવાપણું પારખી શકાતું નથી.
આમ, નેત્રો વડે આત્મા દૃષ્ટિગોચર થતો નથી તેમજ બાકીની સ્પર્ધાદિ ઇન્દ્રિયોથી પણ તે અનુભવાતો નથી, તેથી તેના હોવાપણા વિષે શિષ્યને શંકા જાગે છે. અન્ય પદાર્થોની જેમ જીવનું કોઈ સ્વરૂપ - પોતાનું ખાસ વિશિષ્ટ, પૃથક, અલાયદું સ્વરૂપ નહીં હોવાથી આત્માના હોવાપણા વિષે તેને સંદેહ રહે છે. આત્માના અસ્તિત્વ સંબંધી કોઈ પ્રમાણ મળતું નહીં હોવાથી આત્મા જેવું કોઈ તત્ત્વ છે જ નહીં એવું તેને લાગે છે. આમ, આત્માના મૂળ અસ્તિત્વ અંગે જ, તેના હોવાપણા અંગે જ શિષ્ય પ્રથમ પ્રશ્ન ઉઠાવે છે.
પ્રાચીન કાળથી ઋષિમુનિઓએ આત્મા વિષે ઘણું ચિંતન-મનન કર્યું છે. વિશેષાર્થ આત્માનું સ્વરૂપ કેવું છે? જીવ અને જગતનું રહસ્ય શું છે? દેહપાત પછી આત્મા બીજો જન્મ લે છે? મૃત્યુ પછી તે ક્યાં જાય છે? પરલોક જેવું કંઈ છે? એક દેહ છોડીને બીજો દેહ ધારણ કરવા માટે આત્મા કેવી રીતે જાય છે? આત્મા મુક્ત કેવી રીતે થઈ શકે? એવા અનેક પ્રશ્નોના ઉકેલ મેળવવા ઋષિમુનિઓ વિચારતા. તેમણે આત્મા વિષે ઘણી વિચારણા કરી છે. સર્વ તત્ત્વોમાં આત્મતત્ત્વને મુખ્ય માનવામાં આવ્યું છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે જે એક આત્મતત્ત્વને જાણે છે તે સર્વ જાણે છે.૧ ‘શાષ્ઠિલ્યોપનિષદ્'માં પણ એ જ વાત કહેવામાં આવી છે કે એક આત્મતત્ત્વને જાણવાથી બધું જ જણાય છે. આ ઉપરથી આત્મતત્ત્વનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે. ભારતીય દર્શનોમાં આત્માને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે.
ભારતીય દર્શનો મુખ્યત્વે આધ્યાત્મિક દર્શનો છે. આત્મતત્ત્વ એ ભારતીય દર્શનોનો આધારસ્તંભ છે. ભારતીય દર્શનોની ઉત્પત્તિ અને વિકાસ એક આત્મતત્ત્વને કેન્દ્રબિંદુમાં રાખીને થયેલ છે. તેમના મૂળભૂત સિદ્ધાંતો આત્માને કેન્દ્રમાં રાખી તેની આસપાસ ફરતા રહે છે. તેમણે આત્માની વિદ્યમાનતા સ્વીકારી છે. આત્માને કોઈ દર્શન જીવ કહે છે, તો કોઈ દર્શન પુરુષ કહે છે; કોઈ દર્શન તેને ચૈતન્ય કહે છે, તો કોઈ દર્શન બહ્મ કહે છે. ભારતીય તત્ત્વજ્ઞાનમાં ‘આત્મા’, ‘જીવ', ‘પુરુષ', ‘ચૈતન્ય', ‘બહ્મ' એ સર્વ શબ્દો પર્યાયવાચી છે. ૧- જુઓ : શ્રી આચારાંગ સૂત્ર', અધ્યયન ૨, ઉદ્દેશ ૨, ગાથા ૧૨૩
ને ઈ નાળ સે સવં ગાડું !' ૨- જુઓ : ‘શાન્ડિલ્યોપનિષદ્', ૨-૧
'यस्मिन् विज्ञाते सर्वमिदं विज्ञातं भवति ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org