________________
ગાથા-૭૨
४७३
તમન્ ગુણ – ગુરુ અને આવરણરૂપ છે. મોહ, આળસ, જડતા, પ્રમાદ, નિદ્રા ઈત્યાદિ તમસૂનું કાર્ય છે.
આ ત્રણ ગુણો પરસ્પર સંબંધ પણ ધરાવે છે અને તેની વચ્ચે વિરોધ પણ છે. ત્રણેમાંથી કોઈ એક ગુણ સ્વયં કાર્ય કરી શકતો નથી. આ ત્રણ ગુણોના કારણે જ સંસારની સમસ્ત વસ્તુઓને ઇષ્ટ, અનિષ્ટ તથા તટસ્થ એમ ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવે છે. આ ત્રણે ગુણો નિરંતર પરિવર્તનશીલ રહે છે. એક ક્ષણ માટે પણ તે સ્થિર રહી શકતા નથી. ગુણોમાં બે પ્રકારે પરિણામ કે વિકાર સંભવે છે. સૃષ્ટિના પ્રલયની અવસ્થામાં સત્ત્વમાંથી સત્ત્વ વગેરે સરૂપ પરિણામ હોય છે અને સૃષ્ટિક્રમની અવસ્થામાં સત્ત્વમાંથી રજસ્ વગેરે વિરૂપ પરિણામ હોય છે. આ વિરૂપ પરિણામ એ જ સૃષ્ટિનું કારણ છે.
પ્રકૃતિ અને પુરુષના સંયોગથી જ જગતની સૃષ્ટિ થાય છે. પ્રકૃતિ જડ છે અને પુરુષ નિષ્ક્રિય છે, તેથી જો બને પૃથક્ પૃથક્ રહે તો જગતની સૃષ્ટિ થવી સંભવિત નથી. સૃષ્ટિ માટે બન્નેનો સંયોગ આવશ્યક છે. તે બન્નેનો સંયોગ અંધ અને પંગુના સંયોગ જેવો છે. એક આંધળો અને એક લંગડો પુરુષ પૃથક પૃથક્ રહે તો કોઈનું કાર્ય સિદ્ધ થઈ શકતું નથી અને બન્નેનો સંયોગ થાય તો જ તેમના કાર્યની સિદ્ધિ થઈ શકે છે. જંગલમાં રસ્તો શોધી બહાર નીકળવા માટે એક આંધળો અને બીજો લંગડો એમ બને સંપ કરે છે અને પરિણામે તેઓ ફળીભૂત થાય છે. આંધળાને પગ છે પણ દૃષ્ટિ નથી, જ્યારે લંગડાને દૃષ્ટિ છે પણ પગ નથી; પરંતુ જો આંધળાની પીઠ ઉપર લંગડો બેસી જાય તો તેમનું કાર્ય એકદમ સરળ બને છે. તે જ પ્રકારે પ્રકૃતિ અચેતન હોવાથી આંધળી છે અને પુરુષ નિષ્ક્રિય હોવાથી લંગડો છે, તેથી સૃષ્ટિ માટે બનેનો સંયોગ પરમાવશ્યક છે. પુરુષની સનિધિમાત્રથી પ્રકૃતિ કાર્ય કરવામાં પ્રવૃત્ત થઈ જાય છે. સૃષ્ટિની પ્રક્રિયા સાંખ્ય નીચે મુજબ વર્ણવે છે.
પ્રલય(તિરોભાવ)ની અવસ્થામાં પ્રકૃતિમાં ત્રણે ગુણ સમભાવે રહે છે. ગુણોની આ સામ્યાવસ્થામાં ક્ષોભ ઉત્પન્ન થાય છે. આ ગુણક્ષોભ થવાનું કારણ છે પ્રકૃતિ સાથે પુરુષનો સંયોગ. ક્ષોભના કારણે પ્રત્યેક ગુણ અન્ય ગુણને દબાવવા પ્રયત્નશીલ બને છે અને તેથી ગુણોનું પૃથક્કરણ થાય છે. તેના કારણે ગુણોની સામ્યાવસ્થામાં વિક્ષેપ પડે છે અને પરિણામે સૃષ્ટિનો વિકાસક્રમ શરૂ થાય છે. પ્રકૃતિ અને પુરુષનો સંયોગ થતાં જે પદાર્થોનો આવિર્ભાવ થાય છે તે એક પછી એક જોઈએ. ૧- જુઓ : “સાંખ્યકારિકા', શ્લોક ૨૧
'पुरुषस्य दर्शनार्थं कैवल्यार्थं तथा प्रधानस्य । પવન્થ હુમયો સંચોરાસ્તતઃ સઃ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org