________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
પ્રકૃતિ મૂળ તત્ત્વ છે. પ્રકૃતિ જડ તથા એક છે. પ્રકૃતિ આદિ, મધ્ય, અંત અને અવયવથી રહિત છે. તે શબ્દ, સ્પર્શ, રૂપ અને ગંધથી રહિત છે તથા અવિનાશી છે. પ્રકૃતિ સર્વવ્યાપક છે, અચલ છે. તે નિત્ય છે, અચ્યુત છે, અનુત્પન્ન છે, સ્થિર છે. તે પરિણામી નિત્ય છે. તેનામાં એક અવસ્થા તિરોહિત થઈ બીજી અવસ્થા આવિર્ભૂત થાય છે. તે સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવાથી ઇન્દ્રિયગોચર નથી, પરંતુ તે અનુમાનથી જાણી શકાય છે. જેમ ઘટાદિ કાર્યોને જોઈને તેનાં માટી આદિ કારણોનું અનુમાન થાય છે, તેમ બુદ્ધિ આદિ કાર્યોથી તેની ઉત્પાદક પ્રકૃતિનું અનુમાન થાય છે. તે અસીમ શક્તિશાળી, ત્રણ ગુણવાળી, વિષય થનારી, પ્રસવધર્મી છે. સાંખ્ય દર્શનમાં પ્રકૃતિને જગતનું મૂળભૂત સૂક્ષ્મ કારણ માનેલું છે.
૪૭૨
પ્રકૃતિ વિવિધ નામોથી ઓળખાય છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ એમ ત્રણ ગુણોની સામ્યાવસ્થાવાળી હોવાથી પ્રકૃતિને ‘ત્રિગુણાત્મિકા કહે છે. સ્વરૂપે સંપૂર્ણ, અનાત્મ તેમજ જડ હોવાથી તે ‘જડાત્મિકા' પણ કહેવાય છે. વિશ્વનું આદિ કારણ હોવાથી તે ‘મૂલા' કે ‘પરા' તરીકે પણ ઓળખાય છે. સમસ્ત વિશ્વના બધા પદાર્થો તેમાંથી વ્યક્ત થાય છે, પરંતુ તે સ્વયં ‘અવ્યક્ત’ છે, કારણ કે તે કોઈ કારણના કાર્યરૂપ નથી. બધા પદાર્થનું મૂળ અને એક મુખ્ય કારણ હોવાથી તેને ‘પ્રધાન' પણ કહે છે.
પ્રકૃતિમાં સત્ત્વ, રજસ્ અને તમસ્ ત્રણે ગુણો સામ્યાવસ્થામાં રહે છે. ત્રણ ગુણો સદૈવ સાથે જ છે અને તે એકબીજાના આધાર જેવા છે. ત્રણ ગુણોને દોરડીની ત્રણ સેરની ઉપમા આપી શકાય. ત્રણ સે૨ વડે જ દોડી બને છે, પણ જો ત્રણે જુદી હોય તો તે દોરડી નથી. આમ, પ્રકૃતિ એટલે જ ત્રણ ગુણો. ગુણો એ પ્રકૃતિની ગુણવત્તા નથી પણ તેનાં દ્રવ્ય છે. આ ત્રણ મૂળ દ્રવ્યો એ પ્રકૃતિનાં ઉપાદાનતત્ત્વો છે અને તે સૂક્ષ્મ તેમજ અતીન્દ્રિય છે. તે ત્રણે ગુણો પુરુષને બાંધે છે. ગુણો ક્રમશઃ સુખ, દુઃખ અને મોહ ઉપજાવનારાં છે. સંસારના પ્રત્યેક વિષયમાં ત્રણે ગુણો દૃષ્ટિગોચર થાય છે અને એ જ તેના અસ્તિત્વની સાબિતી છે. કાર્યોના ગુણ કારણમાં રહે છે એ સાંખ્યમત અનુસાર આ ત્રણે ગુણો બીજે કશે નહીં પણ પ્રકૃતિમાં રહે છે. આ ત્રણે ગુણોનું આશ્રયસ્થાન પ્રકૃતિ છે. મૂળ પ્રકૃતિમાં તે વિદ્યમાન છે. તે ગુણોનું સ્વરૂપ આ પ્રમાણે છે
સત્ત્વગુણ લઘુ, પ્રકાશવાળો અને ઇષ્ટ છે. જ્ઞાન, પ્રકાશ, આનંદ આદિ જે મનોવ્યાપાર છે તે સત્ત્વનું પરિણામ છે.
પ્રેરક અને ચલ છે. પ્રવૃત્તિ, રાગ-દ્વેષ, લોભ, કામ ઇત્યાદિ રજસ્નું
રજસ્ ગુણ કાર્ય છે.
Jain Education International
–
-
For Private & Personal Use Only
www.jainelibrary.org