________________
૪૭૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ત્રણ ગુણવાળી પ્રકૃતિમાંથી સૌ પ્રથમ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, જેને ‘મહાન' પણ કહેવાય છે. “આ ગાય છે, અશ્વ નહીં' ઇત્યાદિ વિષયના નિશ્ચયાત્મક અધ્યવસાયરૂપે બુદ્ધિ છે. એ બુદ્ધિમાંથી હું સુંદર છું' વગેરે અહંકાર પેદા થાય છે. હું અને મારું એવું અભિમાન અહંકારનો વ્યાપાર છે. અહંકારતત્ત્વના ત્રણ પ્રકાર છે - સત્ત્વગુણપ્રધાન સાત્ત્વિક અથવા વૈકારિક અહંકાર, રજોગુણપ્રધાન રાજસ અથવા તૈજસ અહંકાર અને તમોગુણપ્રધાન તામસ અથવા ભૂતાદિ અહંકાર. સાત્ત્વિક અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન એમ અગિયાર ઇન્દ્રિયો આવિર્ભાવ પામે છે - ત્વચા, જીભ, નાક, આંખ, કાન એ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. આ પાંચ પોતપોતાના વિષયોનો બોધ કરે છે માટે જ્ઞાનેન્દ્રિય કહેવાય છે. પાયુ (ગુદા), ઉપસ્થ, (સ્ત્રી તથા પુરુષનું ચિહ્ન), વાફ (વચન જેનાથી બોલાય તે ઉત્પત્તિસ્થાન), પાણિ (હાથ) અને પાદ (પગ) એ પાંચ કર્મેન્દ્રિય છે. મળોત્સર્ગાદિ ક્રિયાઓ - કર્મ આ ઇન્દ્રિયો દ્વારા થાય છે માટે કર્મેન્દ્રિય કહેવાય છે. અગિયારમી ઇન્દ્રિય મન છે. જ્ઞાનેન્દ્રિય તેમજ કર્મેન્દ્રિય એમ બન્ને પ્રકારની ઇન્દ્રિયોને મન પોતામાં પ્રવૃત્ત કરતું હોવાથી તે એકસાથે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો સાથે જોડાઈ શકે છે. મનનું સ્વરૂપ સંકલ્પાત્મક છે. તે બાહ્ય ઇન્દ્રિય દ્વારા ગૃહીત નિર્વિકલ્પ પ્રત્યક્ષના રૂપને પારખી, નિશ્ચિત બનાવી તેને સવિકલ્પ રૂપમાં ફેરવે છે. તામસ અહંકારમાંથી પાંચ તન્માત્રાઓનો આવિર્ભાવ થાય છે. રૂ૫ તન્માત્રા, રસ તન્માત્રા, ગંધ તન્માત્રા, શબ્દ તન્માત્રા, સ્પર્શ તન્માત્રા એ પાંચ તન્માત્રાઓ છે. ‘તન્માત્ર' એટલે સૂક્ષ્મ તત્ત્વ. રાજસ અહંકાર સાત્ત્વિક અને તામસ બન્નેને સહાયભૂત બને છે અને તે બન્નેને તે શક્તિ પ્રદાન કરે છે, જેથી સાત્ત્વિક તેમજ તામસ અહંકારમાં વિકાર ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અહંકારમાંથી સોળ તત્ત્વ ઉત્પન્ન થાય છે. પાંચ તન્માત્રામાંથી પંચ ભૂત ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે – (૧) શબ્દ તન્માત્રથી શબ્દગુણયુક્ત આકાશ ઉત્પન્ન થાય છે. (૨) શબ્દ અને સ્પર્શ તન્માત્રથી શબ્દ અને સ્પર્શ ગુણોથી યુક્ત વાયુ ઉત્પન્ન થાય છે. (૩) શબ્દ, સ્પર્શ અને રૂ૫ તન્માત્રથી શબ્દ, સ્પર્શ અને રૂ૫ ગુણોથી યુક્ત અગ્નિ ઉત્પન્ન થાય છે. (૪) શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ તન્માત્રથી શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ ગુણોથી યુક્ત જળ ઉત્પન્ન થાય છે (૫) શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તન્માત્રથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ગુણોથી યુક્ત પૃથ્વીની ઉત્પત્તિ થાય છે.
આ રીતે બુદ્ધિથી માંડીને પંચ મહાભૂત સુધીની આખી સૃષ્ટિ એ પ્રકૃતિનો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org