________________
ગાથા-૭૨
૪૭પ વિકાર અને વિસ્તાર છે. પ્રકૃતિથી મહાન (બુદ્ધિતત્ત્વ), મહાનથી અહંકાર, અહંકારથી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન અને પાંચ તન્માત્રા ઉત્પન્ન થાય છે અને પાંચ તન્માત્રાથી પાંચ ભૂત ઉત્પન્ન થાય છે.'
સર્જનની પ્રક્રિયા કરતાં ઊલટી જ પ્રક્રિયા વિસર્જનની, પ્રલયની છે. પ્રલયકાળ વખતે સમસ્ત કાર્યોનો લય એકમાત્ર પ્રકૃતિમાં થઈ જાય છે. પાંચ મહાભૂત પાંચ તન્માત્રાઓમાં, તન્માત્રાદિ સોળ ગુણ અહંકારમાં, અહંકાર બુદ્ધિમાં અને બુદ્ધિ પ્રકૃતિમાં લય થઈ જાય છે. પ્રકૃતિ કશામાં પણ લય પામી શકતી નથી. આ છે પ્રતિક્રમની પ્રક્રિયા. એક સામાન્ય પ્રધાન તત્ત્વથી આ સમસ્ત જગતનું વિપરિણામ થાય છે અને પ્રલયકાળ વખતે તેનામાં જ તેનો લય થઈ જાય છે. સર્જન અને વિસર્જનનું આ ચક્ર અનાદિ-અનંત છે.
આમ, સાંખ્યમત પ્રમાણે કુલ પચ્ચીસ તત્ત્વો છે. પ્રધાન (અવ્યક્ત), બુદ્ધિ, અહંકાર, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, પાંચ તન્માત્રા અને પાંચ ભૂત; એ પ્રમાણે એક પ્રકૃતિ પોતે અને પ્રકૃતિથી જ ઉત્પન્ન થનારાં બીજાં ત્રેવીસ તત્ત્વો મળીને કુલ ચોવીશ તત્ત્વ થયાં અને તે સર્વથી ભિન્ન એવું પચ્ચીસમું તત્ત્વ એ પુરુષ છે. આ પચ્ચીસ તત્ત્વોનું વર્ગીકરણ ચાર પ્રકારે કરવામાં આવ્યું છે - ૧) પ્રકૃતિ ૨) વિકૃતિ ૩) પ્રકૃતિ-વિકૃતિ અને ૪) ન પ્રકૃતિ - ન વિકૃતિ. ૧) કોઈ તત્ત્વ એવું છે જે સર્વનું કારણ તો હોય છે, પરંતુ સ્વયં કોઈનું કાર્ય નથી હોતું, તેને પ્રકૃતિ કહે છે. ૨) કેટલાંક તત્ત્વ કોઈથી ઉત્પન્ન તો થાય છે, કિંતુ સ્વયં કોઈ અન્ય તત્ત્વને ઉત્પન્ન નથી કરતા. તે ફક્ત કાર્યરૂપ જ હોય છે, કોઈના કારણરૂપ નથી; તેને વિકૃતિ કહે છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ મહાભૂત અને મન એ સોળ તત્ત્વ વિકૃતિ કહેવાય છે. ૩) કેટલાંક તત્ત્વ કોઈ તત્ત્વોથી ઉત્પન્ન થાય છે અને અન્ય તત્ત્વોને ઉત્પન્ન પણ કરે છે, તેને પ્રકૃતિ-વિકૃતિ કહે છે. તે પૂર્વની અપેક્ષાએ કાર્ય અને ઉત્તરની અપેક્ષાએ કારણ છે. તે કારણ હોવાથી પ્રકૃતિ છે અને કાર્યરૂપ હોવાથી વિકૃતિ પણ છે. મહતું, અહંકાર અને પાંચ તન્માત્રા એ સાત તત્ત્વ પ્રકૃતિ અને વિકૃતિ બને કહેવાય છે. તે આ પ્રમાણે - મહત્તત્ત્વ એ અહંકારની પ્રકૃતિ છે અને મૂલ પ્રકૃતિની વિકૃતિ છે. અહંકાર સોળ તત્ત્વોને ઉત્પન્ન કરનાર હોવાથી તેની પ્રકૃતિ છે અને મહત્વની વિકૃતિ છે. પાંચ તન્માત્રા પાંચ ભૂતને ઉત્પન્ન કરનાર હોવાથી તેની પ્રકૃતિ છે અને અહંકારની વિકૃતિ છે. ૪) એક પુરુષતત્ત્વ એવું છે કે જે ન કોઈથી ઉત્પન્ન થાય ૧- જુઓ : ‘સાંખ્યકારિકા', શ્લોક ૨૨
'प्रकृतेर्महांस्ततोऽहंकारस्तस्माद् गणश्च षोडशकः । तस्मादपि षोडशकात् पश्वभ्यः पञ्च भूतानि ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org