________________
ગાથા – ૮૫
- ગાથા ૮૪માં શ્રીગુરુએ કહ્યું કે એક ગરીબ અને એક રાજા એ આદિ જે ભૂમિકા
=] ભેદ છે તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે એમ સિદ્ધ કરે છે, કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી.
ગાથા ૮૦માં શિષ્ય કહ્યું હતું કે “ફળદાતા ઈશ્વર ગયે, ભોક્તાપણું સધાય; એમ કહે ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય', અર્થાત્ કર્મ જડ હોવાથી તે કોઈ ચેતનની પ્રેરણાથી પ્રેરાઈને જ ફળ આપી શકે; ફળ આપનાર કોઈ વિશિષ્ટ ચૈતન્યશક્તિ હોય તો જ કર્મફળનું ભોસ્તૃત્વ સિદ્ધ થાય. આવો વ્યવસ્થાપક સર્વશક્તિમાન ઈશ્વર સિવાય અન્ય કોઈ હોઈ શકે નહીં, તેથી ઈશ્વરને ફળદાતા તરીકે સ્વીકારવો જોઈએ. જો કે વિચારવાન શિષ્યને ઈશ્વરનું સ્વરૂપ સ્પષ્ટપણે સમજાયું હોવાથી, પછીથી તેણે સ્વયં જ કહ્યું હતું કે ફળદાતા તરીકે ઈશ્વરને માનવાથી ઈશ્વરનું ઈશ્વરત્વ જ છેદાઈ જાય છે.
આમ, કર્મને ફળદાતા ગણવામાં તેનું જડપણું બાધક બને છે અને ઈશ્વરને ફળદાતા ગણવામાં તેનું ઈશ્વરત્વ બાધક બને છે. આ બે વિકલ્પનાં કારણે શિષ્યનું ચિત્ત મૂંઝાય છે અને તે આત્માના ભાતૃત્વ વિષે કોઈ યથાર્થ નિર્ણય કરી શકતો નથી. શિષ્યની આ મૂંઝવણ ટાળવા શ્રીગુરુ આ ગાથામાં કહે છે –
ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; (ગાથા
કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર.' (૮૫) - ફળદાતા ઈશ્વરની એમાં કંઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભાશુભ
કર્મ સ્વભાવે પરિણમે છે; અને નિઃસત્ત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતાં જેમ નિવૃત્ત થાય છે, તેમ શુભાશુભ કર્મને ભોગવવાથી તે નિ:સત્વ થયે નિવૃત્ત થાય છે. (૮૫)
ઝેર ઝરપણે પરિણમે છે, અને અમૃત અમૃતપણે પરિણમે છે, તેમ અશુભ કર્મ અશુભપણે પરિણમે અને શુભ કર્મ શુભપણે પરિણમે છે, માટે જીવ જેવા જેવા અધ્યવસાયથી કર્મને ગ્રહણ કરે છે, તેવા તેવા વિપાકરૂપે કર્મ પરિણમે છે; અને જેમ ઝેર અને અમૃત પરિણમી રહ્યું નિ:સત્ત્વ થાય છે, તેમ ભોગથી તે કર્મ દૂર થાય છે. (૮૫) ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૯ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
અથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org