________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
ભાવાર્થ
પૂર્વેની ગાથાઓમાં પ્રતિપાદિત કરેલા ભાવને વિશેષ દૃઢ કરાવતાં શ્રીગુરુ કહે છે કે જડ કર્મ પોતાનું ફળવાનપણું જાણવાને સમર્થ નથી, પરંતુ ફળ આપવાની શક્તિ એ કર્મનો સ્વભાવ છે અને જેમ સ્વભાવને કોઈ કારણની જરૂર નથી, તેમ સ્વભાવને કોઈ કર્તાની પણ જરૂર નથી. સચોટ ફળ આપવાની અદ્ભુત શક્તિ કર્મમાં સ્વભાવથી રહેલી છે, જે જીવનાં ભાવકર્મનું નિમિત્ત પામી વ્યક્ત થાય છે. બીજમાંથી જેમ કાળ પાકે ત્યારે ફળ થાય છે, તેમ કર્મ પણ કાળ પાકે ત્યારે અવશ્ય ફળ આપે છે. તેથી જીવનું કર્મફળભોતૃત્વ સિદ્ધ કરવા માટે કોઈ ફળ આપનાર ઈશ્વરની આવશ્યકતા નથી.
૭૩૬
આમ, ઈશ્વર જીવને સુખ-દુ:ખ આપે છે એમ માનવાની જરૂર નથી. આ આત્માએ બાંધેલાં જે શુભાશુભ કર્મો છે, કર્મો જ અમૃત-વિષની જેમ પોતાના સ્વભાવ અનુસાર સુખ-દુઃખ આપનાર તરીકે પરિણમે છે. વળી, જેમ અમૃત અમરપણાનું કાર્ય કરીને નિવૃત્ત થાય છે તથા વિષ મરણકાર્ય કરીને નિવૃત્ત થાય છે; તે જ રીતે કર્મો પણ પોતાનું ફળ આત્માને ભોગવાવીને નિવૃત્ત થાય છે. આ રીતે જીવમાં કર્મોનું ભોક્તાપણું યુક્તિસંગત છે.
પ્રત્યેક દ્રવ્યમાં અનંત શક્તિ સ્વભાવથી રહેલી છે. તે શક્તિનું કોઈ કારણ વિશેષાર્થ કે કર્તા છે જ નહીં, અર્થાત્ તે શક્તિ સ્વભાવથી જ છે. દ્રવ્યની શક્તિ પોતાના આધારે જ રહેલી છે. દ્રવ્યમાં રહેલી શક્તિ ત્રિકાળ હોય છે. કોઈ પણ શક્તિનો ક્યારે પણ નાશ થતો નથી, તેમજ કોઈ શક્તિ ક્યારે પણ નવી ઉત્પન્ન થતી નથી; માત્ર અપ્રગટપણે રહેલી શક્તિઓ પ્રગટ થાય છે ત્યારે તે ઉત્પન્ન થઈ એમ વ્યવહારથી કહેવાય છે.
પ્રત્યેક દ્રવ્યમાં અનંત શક્તિ સ્વભાવથી રહેલી હોવાથી આત્મામાં જેમ અનંત શક્તિ છે, તેમ પુદ્ગલમાં પણ અચિંત્ય શક્તિ છે. પુદ્ગલની અચિંત્ય શક્તિ વિષે શ્રી કાનજીસ્વામી કહે છે
-
‘જીવ અને અજીવ દ્રવ્યનું સામર્થ્ય સૌ સૌની સત્તામાં છે. જડમાં પણ અનેક અચિંત્ય શક્તિ છે. એક જ જાતના પરમાણુમાં ક્ષણવારમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ જાય છે. જેમ દૂધમાંથી દહીં, દહીંમાંથી ઘી. દૂધ બગડી જાય છે, તે બગડી જવાની તેનામાં શક્તિ છે; એવી રીતે જ દરેક પુદ્ગલમાં ગળવું, મળવું, સડવું, પડવું, ગતિરૂપ થવું એવો જડનો સ્વભાવ છે. એક પરમાણુ એકસમય માત્રમાં લોકના છેડાથી ગતિ કરીને ચૌદ રાજુલોક પ્રમાણે શીઘ્ર સ્વયં જઈ શકે છે.'૧ ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૫૨ પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org