________________
૧૫O
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કાળાંતરે આત્માને થાય છે. ઘરના ગવાક્ષનો નાશ થવા છતાં પણ, તે પડી જવા છતાં પણ, તે ગવાક્ષથી પ્રાપ્ત થયેલા પદાર્થોના સ્મરણ કરનાર પુરુષની જેમ શરીરરૂપ ઘરને વિષે રહેલો આત્મા નેત્રાદિ ઇન્દ્રિયોરૂપ ગવાક્ષ વડે પૂર્વે જોયેલા રૂપાદિ વિષયોનું સ્મરણ કરે છે. ૧
જેમ એક મહેલના પાંચ ઝરૂખા છે. તેમાંના એક ઝરૂખે બેસીને રાજા અમુક વસ્તુ જુએ છે. ત્યાર પછી અકસ્માતુ તે ઝરૂખો તૂટી પડે છે. કિંતુ ઝરૂખો નષ્ટ થઈ જાય છતાં પણ રાજા તેમાંથી જોયેલ વસ્તુને સ્મરી શકે છે. તેમ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો નાશ થઈ ગયા પછી પણ તે વ્યક્તિને તે ઇન્દ્રિયથી અનુભવેલી વસ્તુનું સ્મરણ થાય જ છે. જો ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી આત્મા ભિન્ન ન હોત તો તેનો નાશ થઈ ગયા પછી તે ઇન્દ્રિયે અનુભવેલાનું સ્મરણ થઈ શકત જ નહીં, માટે ચક્ષુ આદિથી આત્મા ભિન્ન સિદ્ધ થાય છે. જ્ઞાનધારક આત્મતત્ત્વ ઇન્દ્રિયોથી ભિન્ન છે.
આમ, ઇન્દ્રિયો માત્ર સાધન છે. તેના દ્વારા ગ્રહણ કરેલા વિષયને જાણનાર તથા યાદ રાખનાર તેનાથી ભિન્ન છે, કારણ કે ઇન્દ્રિયવ્યાપાર બંધ થયા પછી પણ અથવા તો ઇન્દ્રિયોનો નાશ થઈ જાય છતાં પણ ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ વસ્તુનું સ્મરણ થાય છે. આત્મા અને ઇન્દ્રિયોની ભિન્નતાની સિદ્ધિ માટે આનાથી બીજો પ્રબળ પુરાવો કયો હોઈ શકે? તેથી આત્મા ઇન્દ્રિયોથી અતિરિક્ત સ્વતંત્ર દ્રવ્ય છે એમ માનવું યોગ્ય છે.
જેમ દંડાદિ કરણોનો કુંભાર અધિષ્ઠાતા છે, તેમ પાંચ ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા આત્મા છે. જે કરણ હોય છે તેનો કોઈ અધિષ્ઠાતા હોય જ છે. આકાશની જેમ, જેનો કોઈ અધિષ્ઠાતા ન હોય તે કરણ નથી બની શકતું. ઇન્દ્રિયો કરણ હોવાથી તેનો પણ કોઈ અધિષ્ઠાતા છે અને તે આત્મા છે. સર્વ ઇન્દ્રિયોની સત્તાથી જે પર છે એવો આત્મા ઇન્દ્રિયોનો પણ ઇન્દ્ર - અધિષ્ઠાતા - સ્વામી છે. તે શરીરની અંદર રહી, સર્વ ઇન્દ્રિયોના વિષયોને જાણે છે તથા ઇન્દ્રિયોનું સંચાલન કરે છે.
જો ઇન્દ્રિયોને જ આત્મા તરીકે સ્વીકારવામાં આવે તો અનેક અસંગતિઓ ઊભી થાય. જો ઇન્દ્રિય જ આત્મા હોય તો તેની જ્ઞાનશક્તિ મર્યાદિત થઈ જાય. પ્રત્યેક ઇન્દ્રિય માત્ર પોતાના જ વિષયને ગ્રહણ કરતી હોવાથી આત્માની ગ્રહણશક્તિ ઘણી જ મર્યાદિત થઈ જાય, પરંતુ આત્મા તો અનંત જ્ઞાનનો સ્વામી છે. ઇન્દ્રિયોની ગ્રહણશક્તિ સીમિત છે, મર્યાદિત છે; જ્યારે આત્માની જ્ઞાનશક્તિ અસીમિત છે, અમર્યાદિત છે. વળી, ઇન્દ્રિયો કાળક્રમે ઘસાઈ જાય છે અને નષ્ટ પણ થઈ જાય છે. જો ઇન્દ્રિય જ ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૭૭
'नात्माङ्ग विगमेऽप्यस्य तल्लब्धानुस्मृतिर्यतः । व्यये गृहगवाक्षस्य तल्लब्धार्थाधिगन्तृवत् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org