________________
ગાથા-પર
૧૪૯ યાદ રાખે છે.
ઇન્દ્રિય નષ્ટ થવા છતાં જ્ઞાન રહે છે. ૫૦ વર્ષની ઉંમરે કોઈની આંખો જતી રહી હોય અને દેખાવાનું બંધ થઈ ગયું હોય તો શું એ વ્યક્તિએ ૫૦ વર્ષ સુધીમાં જે જે વસ્તુઓ જોઈ હતી તેનું જ્ઞાન જતું રહે છે? ના. આંખો નષ્ટ થઈ છતાં પણ જ્ઞાન તો રહે જ છે. આંખો નષ્ટ થયા પછી પણ તેને પૂછવામાં આવે કે તમે જે ઘટ-પટ વગેરે પદાર્થો જોયા હતા તેનું જ્ઞાન તમને છે કે નહીં?' તો તે જરૂર હા પાડશે. આંખ દ્વારા પહેલાં જે સુંદર ચિત્રો જોયા હતા, તે આંખના નાશ પછી પણ યાદ રહે છે. આમ, ઇન્દ્રિય નષ્ટ થઈ જવા છતાં પણ જ્ઞાન રહે છે. ઇન્દ્રિયોનો નાશ થઈ જાય છતાં ઇન્દ્રિય દ્વારા ઉપલબ્ધ વસ્તુનું સ્મરણ કાળાંતરે પણ થાય છે.
આમ, ઇન્દ્રિયોનો નાશ થયા પછી પણ સ્મરણ થાય છે. કદાચિત્ કોઈ ઇન્દ્રિયમાં ખોડખાંપણ આવી હોય કે નાશ પામી હોય, તોપણ તે ઇન્દ્રિય દ્વારા અનુભવેલી વસ્તુનું જીવ સ્મરણ કરી શકે છે. ત્વચાથી થયેલા સ્પર્શેનું જ્ઞાન ત્વચા જૂઠી પડી ગયા પછી, જીભથી લીધેલા સ્વાદો જીભ છેડાયા પછી, નાસિકાથી સુંઘેલ ગંધ નાક નિરુપયોગી થયા પછી, આંખે જોયેલું રૂપ અંધાપો આવ્યા પછી, કાને સાંભળેલ શબ્દો બહેરાશ આવ્યા પછી પણ યાદ આવે છે. ઇન્દ્રિય વિના પણ વસ્તુનું સ્મરણ થઈ શકે છે, તો તે સ્મરણ કોને થાય છે? આનો ઉત્તર એ જ છે કે ઇન્દ્રિયોનો નાશ થયા પછી પણ તેના વિષયનું સ્મરણ કરનાર આત્મા જ છે. આત્માને જ તે યાદ આવે છે. સ્મરણ એ જ્ઞાનનો જ પ્રકાર છે અને આત્મા જ જ્ઞાન ગુણનો માલિક છે, ગુણી છે.
એકનું અનુભવેલું બીજા કોઈને યાદ આવતું નથી. એકે કાંઈ જોયું હોય તે બીજાને સાંભરતું નથી. માટે જો ઇન્દ્રિયોથી ભિન્ન એવું કોઈ સ્વતંત્ર જાણનાર તત્ત્વ માનવામાં ન આવે તો તે તે ઇન્દ્રિયો જૂઠી પડી ગયા પછી, તેનો નાશ થયા પછી પણ તે ઇન્દ્રિયથી અનુભવેલું યાદ આવે છે તે કોને યાદ આવે છે? અનુભવ કરનાર ઇન્દ્રિયોની શક્તિ ક્ષય થઈ જવા છતાં જે યાદ આવે છે તે આત્મા વગર સંભવી શકે નહીં. આત્માને જ સ્મૃતિ થાય છે. ઇન્દ્રિયો દ્વારા અનુભવ ગ્રહણ કરનાર આત્મા જ છે અને ઇન્દ્રિયોનો નાશ થવા છતાં તેનો નાશ નથી થયો, માટે તેને સર્વ યાદ આવે છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અધ્યાત્મસાર'માં લખે છે કે શરીરના અંગને આત્મા કહી શકાય નહીં, કારણ કે શરીરના કોઈ પણ અંગનો નાશ થયા પછી પણ પૂર્વે તે અંગથી પ્રાપ્ત થયેલા પદાર્થનું સ્મરણ થઈ શકે છે. જેમ ઘરના ગવાક્ષનો નાશ થવા છતાં પણ તે ગવાક્ષથી પ્રાપ્ત થયેલા પદાર્થને જાણનાર માણસને તેની સ્મૃતિ થાય છે, તેમ શરીરનું અંગ આત્મા થઈ જ શકતું નથી, કેમ કે શરીરનાં ચક્ષુ વગેરે અંગનો નાશ થયા પછી પણ તે ચક્ષુ વગેરે અંગ વડે જાણેલા રૂપાદિ વિષયોની સ્મૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org