________________
૫૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જડ પદાર્થોમાં આ શક્તિ નથી. એ કોઈને પણ કોઈ રીતે પ્રેરિત કરી શકે નહીં. તમારી પાસે શાસ્ત્રનો ઉત્તમ ગ્રન્થ છે. તે વર્ષો સુધી ઘરના કબાટમાં પડ્યો રહે પણ અંદરથી તમને સ્વાધ્યાય કરવાના ભાવ ન જાગે અને ગ્રન્થ હાથમાં ન લ્યો તો ગ્રંથ તમને પ્રેરણા આપે નહીં કે ભાઈ! મને લે અને વાંચ. એ જ રીતે તમને ક્રોધ આવ્યો છે, પાસે લાકડી પડી છે, તો એ ઊછળીને તમારા શત્રુને વાગતી નથી પણ તમે હાથેથી ઉપાડીને ફેંકો તો જ એ કાર્ય કરે છે. અરે! કોઈ માણસ, શસ્ત્રોનું ગોડાઉન ભર્યું છે તેમાં જઈ, કોઈ માણસનું ખૂન કરી નાખે તો એક પણ શસ્ત્ર, પોતાની જગ્યાએથી ઊપડી તેને સજા આપે નહીં. કાયદાનાં હજાર પુસ્તકો પડ્યાં છે, તેની વચ્ચે જઈ ભયંકર અપરાધ કરનારની સાક્ષી, એ પુસ્તકો બની શકતાં નથી. આમ જડ પદાર્થમાં કોઈને પ્રેરિત કરવાની શક્તિ નથી.’
જડમાં પ્રેરક સ્વભાવ નથી અને પ્રેરણાસ્વભાવ ન હોય તો કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ કર્મરૂપે પરિણામે જ નહીં. પ્રેરક એવા ચેતનની પ્રેરણા વિના અનંત કાળે પણ કાર્મણ વર્ગણા કર્મરૂપે પરિણમી શકે નહીં. તે પુગલો એમ ને એમ પડ્યાં રહે. જેમ માટી જાતે ઘડો બની શકતી નથી, તેને માટે કોઈ ચેતનકર્તાની - કુંભારની જરૂર પડે જ છે. પ્રેરક કારણરૂપ કુંભાર ન હોય તો અનંત કાળે પણ માટી ઘડો બની શકે નહીં. તેમ ચેતનની પ્રેરણા વિના કર્મો આપોઆપ આત્મા સાથે બંધાઈ જતાં નથી. ચેતનની પ્રેરણા થવાથી કામણ વર્ગણાનાં પુદ્ગલોનું ગ્રહણ થાય છે, તેથી જીવ કર્મનો કર્તા ઠરે છે.
આમ, આત્મા જ પોતાનાં કર્મનો કર્તા છે. જેમ તેલથી ચીકણું થયેલું શરીર ધૂળથી લેવાય છે, તેમ રાગ-દ્વેષથી ખરડાયેલા જીવને કર્મબંધ થાય છે. જે તેલથી ચીકણા થયેલા શરીર ઉપર ધૂળ ચોંટે છે અને તે મેલરૂપે પરિણમે છે; તેમ રાગી, અને મોહી જીવોની વિષય-કષાયયુક્ત દશામાં કાર્મણ વર્ગણાઓનું ગ્રહણ થવાથી તે પુગલપરમાણુ કર્મરૂપે પરિણમે છે. શુદ્ધ આત્માની અનુભૂતિના અભાવમાં આત્મા વિષય-કષાયમાં પ્રવર્તે છે; રાગી, દ્વેષી અને મોહી થાય છે; તેથી તે સમયે ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, હું આત્મા છું', ભાગ-૨, પૃ.૧૧૧-૧૧૨ ૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર', ગાથા ૨૩૭, ૨૪૦, ૨૪૧
'जह णाम को वि पुरिसो णेहभत्तो दु रेणुबहुलम्मि । ठाणम्मि ठाइदूण य करेइ सत्थेहिं वायाम ।। जो सो दु णेहभावो तह्मि गरे तेण तस्स रयबंधो । णिच्चयदो विण्णेयं ण कायचेट्टाहिं सेसाहिं ।। एवं मिच्छादिट्ठी वटैतो बहुविहासु चिठ्ठासु । रायाई उवओगो कुव्वतो लिप्पइ रयेण ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org