________________
ગાથા-૭૪
૫૧૩
વર્ગણાના પુદ્ગલસ્કંધોનું ગ્રહણ થાય છે, તે પુદ્ગલો જ્ઞાનાવરણીયાદિ સાત કે આઠ કર્મરૂપે પરિણમે છે. વિષય અને કષાયમાં આસક્ત થયેલા જીવો કર્મ બાંધે છે. આચાર્યશ્રી યોગીન્દુદેવ ‘પરમાત્મપ્રકાશ'માં લખે છે કે વિષય-કષાયથી રાગી અને મોહી જીવોના આત્મપ્રદેશોમાં જે પરમાણુ વળગે છે તે પરમાણુના સમુદાયને શ્રી જિન કર્મ કહે છે.૧
આમ, પ્રેરણાશક્તિ એકમાત્ર જીવમાં જ છે અને જીવ પ્રેરણાશક્તિ દ્વારા કર્મને ગ્રહણ કરતો હોવાથી તે કર્મનો કર્તા ઠરે છે. કર્મનો કર્તા કર્મ હોઈ શકે નહીં, કારણ કર્મ તો જડ છે. જડમાં ચેતનના પ્રેરણાદિ ધર્મ હોઈ જ કેવી રીતે શકે? જડ કર્મમાં પ્રેરણાશક્તિનો અભાવ છે અને પ્રેરણાધર્મ વિના કર્મગ્રહણધર્મ સંભવતો નથી, તેથી કર્મ કર્મનો કર્તા છે એ વિકલ્પ અયથાર્થ ઠરે છે.
જીવના કર્મના કર્તાપણાના નિર્ણય માટે આ રીતે જડ અને ચેતનના ધર્મોનો વિચાર કરવો આવશ્યક છે. કર્મકર્તૃત્વનો યથાર્થ નિર્ણય કરવા અર્થે જડ અને ચેતનનાં સ્વરૂપનું ચિંતન કરવું ઘટે છે. જડસ્વભાવ અને ચેતનસ્વભાવની વિચારણા સૂક્ષ્મ રીતે કરવા યોગ્ય છે કે જેથી જીવના કર્મકર્તૃત્વ સંબંધી શંકા ટળી જાય. આ વિચારણાથી કર્મકર્તૃત્વ અંગેનો ભ્રમ ભાંગી જાય છે. જડ-ચેતનનો ધર્મ વિચારવાથી જીવ કર્મનો કર્તા છે એમ સ્પષ્ટપણે સમજાય છે.
જૈન દર્શનના મત અનુસાર કર્મ પૌદ્ગલિક દ્રવ્ય છે. પુદ્ગલદ્રવ્ય રૂપી છે, તેથી કર્મ પણ રૂપી જ છે. અહીં પ્રશ્ન થાય કે જો કર્મ રૂપી છે તો પછી તે દેખાતાં કેમ નથી? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે એવો કોઈ નિયમ નથી કે જે રૂપી હોય તે દૃષ્ટ જ હોય. કર્મ જે કાર્પણ વર્ગણામાંથી બનેલાં છે, તે અતિ સૂક્ષ્મ હોવાના કારણે રૂપી હોવા છતાં દૃષ્ટિગોચર નથી થતાં. અત્યંત સૂક્ષ્મ હોવાના કારણે તે દેખાતાં નથી. કર્મ અદૃશ્ય છે, કારણ કે કોઈ પણ ઇન્દ્રિયથી ગમ્ય નથી. ચક્ષુ આદિ ઇન્દ્રિયથી કર્મ પ્રત્યક્ષ થતાં નથી, પરંતુ સર્વજ્ઞને તો કર્મ અને કાર્મણ વર્ગણા જ્ઞાનગમ્ય છે. અનંતજ્ઞાની એવા સર્વજ્ઞ ભગવાનને તો ચરાચર અનંત લોકાલોકનું એક પણ દ્રવ્ય જ્ઞાનગમ્ય ન હોય એવું હોતું જ નથી.
આત્મા અમૂર્તસ્વભાવી છે, જ્યારે કર્મ રૂપ, રસ, ગંધ, સ્પર્શયુક્ત મૂર્તસ્વભાવી છે. અત્રે કોઈને શંકા થાય કે કર્મ મૂર્ત અને આત્મા અમૂર્ત છે, તો આવી સ્થિતિમાં કર્મ આત્માની સાથે સંબદ્ધ કેવી રીતે થઈ શકે? મૂર્ત એવા કર્મ અમૂર્ત એવા આત્માની સાથે શી રીતે જોડાઈ શકે? દોરી વડે જેમ અમૂર્ત આકાશ બંધાતું નથી, તેમ મૂર્ત કર્મ ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દ્વદેવકૃત, પરમાત્મપ્રકાશ', અધિકાર ૧, ગાથા ૬૨ 'विसय-कसायहिं रंगियहँ जे अणुया लग्गंति 1 जीव-पएसहँ मोहियहँ ते जिण कम्म भणति ।। '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org