________________
૫ ૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વડે અમૂર્ત આત્મા ન બંધાય. મૂર્તિમાન પદાર્થ સાથે મૂર્તિક પદાર્થ જ બંધાઈ શકે છે, જેમ કે યણુક. કચણુક બે પરમાણુઓના સમૂહને કહે છે. બન્ને પરમાણુ મૂર્તિ છે, તેથી તે બને મળીને યણુક બને છે, પરંતુ મૂર્ત કર્મ સાથે અમૂર્ત આત્માનો બંધ કદી થઈ શકતો નથી. કર્મનો કર્તા કર્મ છે એ સિદ્ધ કરવા માટે પણ આ જ પ્રકારની દલીલ કરવામાં આવે છે કે અરૂપી સાથે રૂપીનું બંધન થઈ શકે નહીં, રૂપી પદાર્થ સાથે રૂપી પદાર્થ જ બંધાઈ શકે; તેથી કર્મો સાથે જ કર્મો બંધાય છે, માટે કર્મનો કર્તા કર્મ છે.
મૂર્ત એવા કર્મનો અમૂર્ત આત્મા સાથે બંધ થઈ શકતો નથી એવી શંકા કરવી બરાબર નથી. અમૂર્ત આત્મા સાથે મૂર્ત કર્મ સંબદ્ધ થઈ શકે છે. આકાશ અમૂર્ત છે અને ઘડો મૂર્ત છે. તો એ ઘડો જ્યાં પડ્યો છે ત્યાં આકાશ છે કે નહીં? આકાશનો સંબંધ તો સર્વત્ર હોય છે, તો અમૂર્ત એવા આકાશનો મૂર્ત એવા ઘડાની સાથે સંબંધ થયો કે નહીં? ઘટ મૂર્ત છતાં જેમ તેનો સંયોગ સંબંધ અમૂર્ત આકાશ સાથે થાય છે, તેમ મૂર્ત કર્મનો અમૂર્ત આત્મા સાથે સંયોગ થાય છે.
અમૂર્ત જીવ અને મૂર્ત કર્મનો સંબંધ બીજી રીતે પણ સિદ્ધ થઈ શકે છે. શરીર મૂર્તિ છે અને આત્મા અમૂર્ત છે. સંસારી આત્મા શરીરમાં રહ્યો છે, તો અમૂર્ત એવા આત્માનો મૂર્ત એવા શરીરની સાથે સંબંધ થયો કે નહીં? એ જ પ્રમાણે આત્મા અને કર્મનો સંબંધ છે. સ્થૂળ શરીર મૂર્ત હોવા છતાં તેનો આત્મા સાથે સંબંધ તો પ્રત્યક્ષ જ છે; તેથી ભવાંતરમાં જતા જીવમાં કામણ શરીરનો સંબંધ પણ માનવો જોઈએ, અન્યથા નવા સ્થૂળ શરીરનું અઝહણ ઇત્યાદિ દોષોની આપત્તિ આવે.
અત્રે કોઈ એમ દલીલ કરે કે કાશ્મણ શરીરથી નહીં પણ ધર્મ અને અધર્મથી નવા શરીરનું ગ્રહણ થાય છે, તેથી મૂર્તિ કામણ શરીરનો સંબંધ અમૂર્ત આત્મા સાથે માનવાની આવશ્યકતા જ નથી; તો પ્રશ્ન થાય કે તે ધર્મ અને અધર્મ મૂર્તિ છે કે અમૂર્ત? જો એમ કહેવામાં આવે કે ધર્મ અને અધર્મ મૂર્ત છે તો પછી ધર્મ-અધર્મનો પણ અમૂર્ત આત્મા સાથે સંબંધ કઈ રીતે ઘટે? કારણ કે આ મત પ્રમાણે તો મૂર્તનો અમૂર્ત સાથે સંબંધ ન થાય. જો એમ કહેવામાં આવે કે ધર્મ અને અધર્મ અમૂર્ત છે, તો તે અમૂર્ત ધર્મ-અધર્મનો મૂર્ત એવા સ્થૂળ શરીર સાથે કેવી રીતે સંબંધ થાય? કારણ કે આ મત પ્રમાણે મૂર્ત અને અમૂર્તનો સંબંધ થતો નથી. વળી, જો ધર્મ-અધર્મનો શરીર સાથે સંબંધ જ ન હોય તો તેના કારણે બાહ્ય શરીરમાં જે ચેષ્ટાદિ થાય છે, તે પણ કેવી રીતે થાય? એટલે જો અમૂર્ત એવા ધર્મ-અધર્મનો સંબંધ મૂર્ત શરીર સાથે માનવામાં આવે તો અમૂર્ત આત્માનો મૂર્ત કર્મ સાથેનો સંબંધ પણ સ્વીકારવો જોઈએ.
અત્રે કોઈ પ્રશ્ન કરે કે મૂર્તિનો અમૂર્તિની સાથે સંબંધ તો સિદ્ધ થયો, પરંતુ શું મૂર્ત એવાં કર્મ અમૂર્ત એવા આત્મા ઉપર અસર કરી શકે? જીવ અને કર્મનો સંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org