________________
ગાથા-૭૪
૫૧૫
એક અમૂર્ત અને બીજું મૂર્ત છતાં, આકાશ અને અગ્નિની જેમ સંભવે છે એ તો સમજાય છે; પણ જેમ આકાશ અને અગ્નિનો સંબંધ હોવા છતાં આકાશ ઉપર અગ્નિથી કોઈ પણ પ્રકારનો ઉપઘાત કે ઉપકાર થઈ શકતો નથી, તે જ પ્રકારે અમૂર્ત આત્મા ઉપર પણ મૂર્ત કર્મ વડે ઉપઘાત કે ઉપકાર સંભવે નહીં, ભલે તે બન્નેનો સંબંધ થયો હોય. અગ્નિની જ્વાળાઓનો જેમ આકાશ સાથે સંબંધ થાય છે, તેમ કર્મનો પણ આત્મા સાથે સંબંધ થાય છે, પણ મૂર્ત કર્મ દ્વારા અમૂર્ત આત્મામાં ઉપકાર કે ઉપઘાત થઈ શકે નહીં.
આનું સમાધાન એ છે કે મૂર્ત વસ્તુ અમૂર્ત ઉપર ઉપઘાત કે ઉપકાર ન જ કરી શકે એવો નિયમ નથી, કારણ કે પ્રત્યક્ષ જોવા મળે છે કે જ્ઞાન વગેરે અમૂર્ત હોવા છતાં મદિરા, વિષ આદિ મૂર્ત વસ્તુઓ દ્વારા તેના ઉપર ઉપઘાત થાય છે અને ઘી, દૂધ આદિ પૌષ્ટિક પદાર્થો દ્વારા તેના ઉપર ઉપકાર થાય છે. આ પ્રકારે મૂર્ત કર્મ અમૂર્ત આત્મા ઉપર ઉપઘાત કે ઉપકાર કરી શકે છે. આત્મા અમૂર્ત હોવા છતાં મૂર્ત કર્મ દ્વારા તેના ઉપર ઉપઘાત અથવા ઉપકાર થાય છે.
વ્યવહારમાં જોઈ શકાય છે કે એક માણસ દારૂ પીએ તો તેના જ્ઞાન ઉપર કેવી વિકૃત અસર થાય છે. મહુડાનાં ફૂલ, દ્રાક્ષ આદિ મૂર્ત પદાર્થમાંથી બનેલો દારૂ મૂર્ત છે, છતાં અમૂર્ત એવો જીવ મદિરાના સેવનથી કેવી માદક અસરનો અનુભવ કરે છે! એ જ પ્રમાણે મંદ મતિવાળા મનુષ્યને બાહ્મી આદિનું સેવન કરાવવાથી તેની મતિ તીવ્ર બને છે. મૂર્ત એવી બાહ્મીની અમૂર્ત એવા આત્મા ઉપર અસર થઈ કે નહીં? એ જ પ્રમાણે મૂર્ત એવાં કર્મ અમૂર્ત એવા આત્મા ઉપર નિગ્રહ-અનુમહાત્મક ઉભય અસર કરે છે. અમૂર્ત એવા આત્મા ઉપર મદિરા અને બાહ્મી જેવા મૂર્ત પદાર્થો અસર કરે છે, તેમ કર્મ પણ આત્મા ઉપર અસર કરી શકે છે. મૂર્ત કર્મની અમૂર્ત આત્મા ઉપર અસર છે. અમૂર્ત આત્મા ઉપર મૂર્ત પુદ્ગલની કેવી અસર થાય છે એનું સ્પષ્ટીકરણ કરતાં પંડિત શ્રી રાજમલજી ‘પંચાધ્યાયી'માં લખે છે કે વાસ્તવમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અને જ્ઞાન અમૂર્ત છે, પરંતુ મૂર્ત મદ્યાદિ પદાર્થોના યોગથી જ્ઞાનનું પરિણમન બદલાઈ જાય છે. મદિરાના નિમિત્તે જ્ઞાન મંદ થઈ જાય છે. આ વાત અસિદ્ધ નથી, પરંતુ પ્રત્યક્ષસિદ્ધ છે; કેમ કે મદિરા આદિના સેવન વિના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન મૂર્શિત થતા નથી.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અને આત્માના જ્ઞાન ગુણની પર્યાય છે. આત્મા અમૂર્ત ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૫૭,૫૮
'अस्त्यमूर्तं मतिज्ञानं श्रुतज्ञानं च वस्तुतः । मद्यादिना समूर्तेन स्यात्तत्पाकानुसारि तत् ।। नासिद्धं तत्तथायोगात् यथा दृष्टोपलब्धितः ।। विना मद्यादिना यस्मात् तद्विशिष्टं न तद्वयम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org