________________
૫૧૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે, તેથી એ બને પણ અમૂર્ત જ છે. જ્યારે કોઈ મનુષ્ય દારૂ, ભાંગ વગેરે માદક પદાર્થો પીએ છે ત્યારે તે મનુષ્યનો જ્ઞાન ગુણ મૂછિત થાય છે. દારૂ પીનાર મનુષ્ય બેહોશ થઈ જાય છે. આ બેહોશી મૂર્તિ મદિરાના નિમિત્તે થાય છે. મદિરા પીવાથી જ્ઞાન મૂછિત થઈ જાય છે, તેથી અમૂર્ત જ્ઞાન ઉપર મદિરાની અસર થાય છે. આના ઉપરથી અમૂર્ત આત્મા ઉપર મૂર્ત કર્મની કઈ રીતે અસર થાય છે એ પ્રશ્નનું સારી રીતે નિરાકરણ થઈ જાય છે.
આ ચર્ચા આત્મા અમૂર્ત હોય છતાં તેની સાથે મૂર્ત કર્મનો સંબંધ અને તસ્કૃત ઉપઘાત-ઉપકાર ઘટી શકે છે એ સિદ્ધ કરવા અર્થે કરવામાં આવી છે, પણ વસ્તુતઃ સંસારી જીવ એકાંતે અમૂર્ત નથી. તે સર્વથા અમૂર્ત નથી, કથંચિત્ મૂર્ત પણ છે. સંસારી જીવમાં જે કથંચિત્ મૂર્તપણું છે, તે જીવનો કર્મ સાથે સંબંધ હોવાથી છે. કર્મ સાથે સંબંધ હોવાથી સંસારી જીવમાં મૂર્તતાનો ઉપચાર થાય છે. આત્મા સ્વભાવથી અમૂર્તિ છે, પરંતુ પૌગલિક કર્મ સાથે તેનો સંબંધ હોવાથી સંસારી અવસ્થામાં તેને કથંચિત્ મૂર્તિ માનવામાં આવેલ છે. ૧
સંસારી જીવ અને કર્મનો અનાદિકાલીન એકક્ષેત્રાવગાહરૂપ સંબંધ હોવાથી જીવ પણ કથંચિત્ કર્મપરિણામરૂપ છે, માટે એ રૂપને અનુલક્ષીને તે મૂર્તિ છે. જેમ અગ્નિ અને લોખંડનો સંબંધ થવાથી લોખંડ અગ્નિરૂપ થઈ જાય છે, તેમ સંસારી જીવ અને કર્મનો અનાદિ કાળથી પરસ્પર સંબંધ હોવાથી જીવ પણ કર્મના પરિણામરૂપ બની જાય છે; તેથી એ રૂપે તે મૂર્ત પણ છે. મૂર્તિ કર્મથી કથંચિત્ અભિન્ન હોવાના કારણે જીવ પણ કથંચિત્ મૂર્ત જ છે. મૂર્ત કર્મ વડે બંધાનાર આત્મા એકાંતે અમૂર્ત નથી, પણ કથંચિત્ મૂર્ત છે અને તેથી મૂર્ત આત્મા ઉપર મૂર્ત કર્મથી થતો ઉપઘાત કે ઉપકાર માનવામાં કોઈ દોષ આવતો નથી.
એમ જે કહેવામાં આવે છે કે આકાશ ઉપર મૂર્ત વડે ઉપઘાત કે ઉપકાર નથી થતો, તેથી અમૂર્ત ઉપર મૂર્ત વડે ઉપઘાત કે ઉપકાર ન થાય; તે કહેવું બરાબર છે, કારણ કે આકાશ અચેતન છે અને અમૂર્ત છે, તેથી તેમાં મૂર્ત વડે ઉપઘાત-ઉપકાર ન થાય; પણ સંસારી આત્મા તો ચેતન છે અને મૂર્નામૂર્ત છે, તેથી તેના ઉપર મૂર્ત વડે ઉપઘાત-ઉપકાર થાય એમ માનવામાં કોઈ જ બાધા નથી. આ પ્રકારે કર્મ આત્મા ઉપર ઉપઘાત અથવા ઉપકાર કરી શકે છે. ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદ
સ્વામીકૃત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ', અધ્યાય ૨, સૂત્ર ૭ની ટીકા 'न चामूर्तेः कर्मणां बन्धो युज्यत इति। तन्न; अनेकान्तात् । नायमेकान्तः अमूर्तिरेवात्मेति। कर्मबन्धपर्यायापेक्षया तदावेशात्स्यान्मूर्तः । शुद्धस्वरूपापेक्षया स्यादमूर्तः ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org