________________
ગાથા – ૫૪
ગાથા
ગાથા પ૩માં શ્રીગુરુએ કહ્યું કે દેહ, ઇન્દ્રિય કે પ્રાણ એ આત્મા નથી, પણ [ 2 ] તેનાથી ભિન્ન એવું તે એક સ્વતંત્ર દ્રવ્ય છે કે જેની સત્તા વડે દેહ, ઇન્દ્રિય અને પ્રાણ પ્રવૃત્તિ કરે છે. આમ, શ્રીગુરુએ નિમિત્ત દ્વારા આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરી.
ગાથા ૪૬માં શિષ્ય કહ્યું હતું કે “અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ', અર્થાત્ આત્મા જેવું કંઈ હોય તો દેહ, ઇન્દ્રિય કે પ્રાણ આ ત્રણમાંથી કોઈ એકને આત્મા માની લેવો જોઈએ, કારણ કે આ ત્રણથી ભિન્ન એવા આત્માના હોવાપણાની કોઈ નિશાની છે નહીં. આ દલીલના પૂર્વાર્ધનો ઉત્તર શ્રીગુરુએ ગાથા પ૩માં આપ્યો. હવે દલીલના ઉત્તરાર્ધનો - “મિચ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ', અર્થાત્ આત્માની કોઈ નિશાની પ્રગટપણે જણાતી નથી, તેથી તેને દેહાદિથી ભિન્ન માનવો મિથ્યા છે, તેનો ઉત્તર આપતાં આ ગાથામાં શ્રીગુરુ કહે છે -
“સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય;
પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.' (૫૪) - જાગૃત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે તે અવસ્થાઓથી
“| જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે, એવો પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત્ જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે; કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી. (૫૪)
- આત્માને કયા ચિહ્ન દ્વારા દેહથી જુદો ઓળખી શકાય એ અતિ અલ્પ | ભાવાર્થ
શબ્દો દ્વારા, ચમત્કારી શૈલીમાં શ્રીગુરુ આ ગાથામાં બતાવે છે. જાગૃતસ્વપ્ન-નિદ્રા એ ત્રણે અવસ્થાઓમાં જે સદા એકરૂપે વર્તે છે અથવા બાળ-યુવાન-વૃદ્ધ એ ત્રણે અવસ્થાઓમાં જે સદા એકરૂપે વર્તે છે, અર્થાત્ દેહની વિભિન્ન અવસ્થાઓમાં જે તેનાથી ભિનપણે રહી, સદૈવ જાણ્યા કરે છે એવું પ્રગટરૂપ - પ્રત્યક્ષ સાક્ષાત અનુભવાતું ચૈતન્યતત્ત્વ તે આત્મા છે. જાણવું એવું જેનું કાયમી સ્વરૂપ છે તે આત્મતત્ત્વ છે. અત્યંત પ્રગટ એવું ચૈતન્યત્વ તે આત્માના હોવાપણાનું એંધાણ છે.
સર્વ અવસ્થાઓથી જે જુદો જણાય છે અને દરેક અવસ્થા વીતી ગયા પછી પણ
અર્થ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org