________________
૧૭૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
જેનું હોવાપણું જણાય છે તથા તે દરેકે દરેક અવસ્થાનો જે જાણનાર છે, તે આત્મા છે. સદૈવ જાણ્યા કરવું એવો જે સ્વભાવ, તે આત્માને ઓળખવાની નિશાની છે. આ નિશાની સદૈવ વર્તતી હોવાથી, અર્થાત્ કોઈ પણ કાળે તે નિશાનીનો ભંગ થતો ન હોવાથી એ ચૈતન્યસ્વભાવ દ્વારા આત્માની પ્રતીતિ થાય છે. આમ, સદા વર્તતી એવી જ્ઞાયકપણારૂપ નિશાની વડે આત્માના અસ્તિત્વની સિદ્ધિ શ્રીગુરુએ આ ગાથામાં કરી છે.
શરીરની અવસ્થાઓ પલટાતી રહે છે. જાગૃત, સુષુપ્ત, બાળ, યુવાન, વિશેષાર્થ રોગી, નીરોગી આદિ બધી શરીરની અવસ્થાઓ છે. અવસ્થાઓ આવે છે અને જાય છે, અવસ્થાઓ ઊપજે છે અને નાશ પામે છે; પરંતુ આત્મા આ બધી અવસ્થાઓથી ન્યારો છે. આત્મા આ સર્વ અવસ્થાઓથી ભિન્ન છે. શરીરની વિવિધ દશાઓ થાય છે, પરંતુ આત્મા તે બધાં પરિવર્તનોથી અલિપ્ત જ રહે છે.
શરીરમાં ફેરફારો થાય, અવસ્થાઓ બદલાય છતાં આત્મા તો તેનાથી ન્યારો જ રહે છે. બધાં પરિવર્તનોમાં આત્મા તો તે ને તે જ રૂપે રહે છે. તે તો સદાકાળ એકરૂપ જ રહે છે. અવસ્થાઓ નાશવંત છે, પણ આત્મા અવિનાશી છે, શાશ્વત છે. શરીરની અવસ્થાઓ નાશ પામે છે, પણ આત્મા નાશ નથી પામતો. જન્મથી લઈને મૃત્યુ સુધી શરીરની અવસ્થાઓ બદલાતી રહે છે, પણ આત્મા અખંડ રહે છે. તે સર્વમાં આત્મા તો સદા કાયમ જ છે. આત્મા ચૈતન્યરૂપે કાયમ છે. બધી અવસ્થાઓથી પર એવું ચૈતન્યસ્વરૂપ સદા સર્વદા કાયમ છે. આત્મા એ બધી અવસ્થાઓનો જ્ઞાયક છે. તે ચૈતન્યસ્વભાવી હોવાથી સર્વ અવસ્થાઓનો જાણનાર છે.
આત્મામાં રહેલા જ્ઞાન ગુણના કારણે તે દરેક અવસ્થાને જાણે છે અને અવસ્થા વ્યતીત થયા પછી પણ આત્માનું હોવાપણું છે. તેથી જ વ્યતીત અવસ્થાની સ્મૃતિ સંભવે છે. જો શરીરને જ આત્મા માનવામાં આવે તો એક અવસ્થામાં વસ્તુને જોવા ઇત્યાદિનો જે અનુભવ કર્યો હોય, તે અનુભવનું સ્મરણ તેને બીજી અવસ્થામાં નહીં થવાની આપત્તિ આવશે, કારણ કે જે અવસ્થા અનુભવ કરે છે તે તો નાશ પામી જાય છે, તો પછી તે અનુભવનું સ્મરણ કોણ કરે? એક અવસ્થાએ જે અનુભવ કર્યો તેનું સ્મરણ બીજી અવસ્થા કઈ રીતે કરી શકે? એવો નિયમ છે કે જે અનુભવે તે જ તેનું સ્મરણ કરે. આ નિયમ ન માનવામાં આવે તો એક વ્યક્તિએ કેરીના રસનો આસ્વાદ લીધો હોય અને બીજી વ્યક્તિને તે રસના અનુભવનું સ્મરણ થવાની આપત્તિ આવે, એટલે આ નિયમ તો માનવો જ ઘટે કે જે અનુભવે તે જ તેનું સ્મરણ કરી શકે; માટે શરીરની અવસ્થાઓને જાણનાર અને સ્મરણ કરનાર શરીરથી ભિન્ન એવો એક ચૈતન્યમય આત્મા માનવો જ તર્કસંગત છે. સર્વ અવસ્થાથી ભિન્ન, સર્વ અવસ્થામાં રહેનારો, સર્વ અવસ્થાને જાણનારો એક સ્વતંત્ર આત્મા છે. એ આત્મા જ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org