________________
૨OO
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ગુણ વિના ન રહે અને ગુણ દ્રવ્ય વિના ન રહે, તેથી જ્ઞાન ગુણનું પણ આધારભૂત કોઈ દ્રવ્ય છે અને તે આત્મા સિવાય કોઈ હોઈ શકતું નથી. આત્મા સિવાય જ્ઞાન ગુણ જગતના અનંતા જડ પદાર્થોમાં કશે પણ નથી રહેતો. તે એકમાત્ર આત્મામાં જ રહે છે. જેમ સુગંધ ગુણનો આધાર ફૂલ છે, તેમ જ્ઞાન ગુણનો આધાર આત્મદ્રવ્ય છે. પ્રકાશ ગુણનો આધાર જેમ દીપક કે સૂર્ય છે, તેમ જ્ઞાન ગુણનો આધાર આત્મા છે. આ અનુમાનથી દેહાદિથી ભિન્ન એવો આત્મા સિદ્ધ થાય છે. આમ, આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષ નહીં હોવાથી, પ્રત્યક્ષપ્રમાણ દ્વારા તેની સિદ્ધિ ન સ્વીકારવામાં આવે તોપણ ગુણ-ગુણીની અભિન્નતાના કારણે, સ્મરણાદિ જ્ઞાન ગુણના અનુભવના આધારે ગુણી આત્માનું અસ્તિત્વ અનુમાનથી સ્વીકારવું જ પડે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે –
જ્ઞાનાદિક ગુણ અનુભવ સિદ્ધ તેહનો આશ્રય જીવ પ્રસિદ્ધ |
પંચ ભૂત ગુણ તેહનઇ કહો ઇન્દ્રિયગ્રાહ્ય ન કિમ સદ્દહો? I'૧ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વગેરે ગુણોનો દરેકને અનુભવ છે. આ અનુભવસિદ્ધ એવા જ્ઞાનાદિનું આધારભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ, કેમ કે જ્ઞાનાદિ ગુણરૂપ છે. જ્ઞાનાદિ ગુણો ઇન્દ્રિયગ્રાહ્ય ન હોવાથી પાંચ ભૂતના ગુણો નથી, પણ તેનાથી પૃથક્ દ્રવ્યના છે; અને તે પૃથફ દ્રવ્ય તે આત્મા છે.
આત્માને સિદ્ધ કરનારું અન્ય એક અનુમાન એ છે કે ઇન્દ્રિયો સ્વયં જ્ઞાન કરવામાં સમર્થ નથી. મૃત શરીરથી જ્ઞાન નથી થતું, માટે ઇન્દ્રિયો સ્વતંત્ર રીતે જ્ઞાન કરાવી શકે નહીં, તેથી અનુમાન કરી શકાય કે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરનાર કોઈ ઇન્દ્રિયોથી ભિન્ન તત્ત્વ છે અને તે આત્મા છે. મૃતકમાં આત્મા નહીં હોવાના કારણે તેને ઇન્દ્રિયો હોવા છતાં જ્ઞાન થતું નથી. આ આત્મસાધક અનુમાનોથી આત્મા નથી એ પક્ષ બાધિત થઈ જાય છે. આત્મા નથી' એ પક્ષ અનુમાનબાધિત છે. (૩) આગમપ્રમાણથી આત્માની સિદ્ધિ
પ્રત્યક્ષ અને અનુમાનથી જીવના અસ્તિત્વની સિદ્ધિ જોયા પછી હવે આગમપ્રમાણથી આત્માના અસ્તિત્વની સિદ્ધિ જોઈએ. આગમ - આપ્તવચન પણ એક પ્રમાણ છે. આપ્તપુરુષના વચનને આગમ કહેવાય છે. આગમગ્રંથોમાં સ્થાને સ્થાને આત્માનું પ્રતિપાદન કરેલ છે. આગમવચનો આત્માને સમજાવે છે, માટે આત્માનું અસ્તિત્વ છે.
કેટલાક લોકો કહે છે કે આગમપ્રમાણ એ પ્રમાણ જ નથી. આગમથી આત્મા તો ત્યારે જ સિદ્ધ થાય જો તે પ્રમાણ હોય, પણ આગમને પ્રમાણ માનવા માટે કોઈ ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, સમ્યક્ત્વ સ્થાન ચઉપઇ', ગાથા ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org