________________
ગાથા-૫૫
૧૯૯
આનું સમાધાન એ છે કે પર્વત ઉપર નીકળતો ધુમાડો દૂરથી જોવાથી અગ્નિનું જ્ઞાન થાય એ નિઃશંક છે. આ વાસ્તવિક જ્ઞાનને જો ધૂમ અને અગ્નિનું નિયમનન્ય ન માનવામાં આવે તો તેને માટે જરૂર નવી કલ્પના કરવી પડશે. બીજી સર્વ કલ્પનાઓ કરતાં ધૂમાગ્નિના નિયમથી એ જ્ઞાન થાય છે એમ માનવામાં સરળતા છે. બીજું, નિયમ સાધારણ રીતે સામાન્ય હોય છે, તેમાં વિશેષને નાખવાની આવશ્યકતા હોતી નથી. રસોડામાં કે ભઠ્ઠીમાં દેખાતા ધુમાડો અને અગ્નિ જે નિયમ બતાવે છે તે ધૂમાગ્નિના નિયમને બતાવે છે, તેમાં રસોડાને કે ભઠ્ઠીને કાંઈ લાગતું-વળગતું નથી. નિયમઝહમાં તે બન્ને નકામાં છે. નકામી વસ્તુ વધારીને નિયમને ભારે બનાવી અનુમાનનું ખંડન કરવું નકામું છે. એક પદાર્થ વિના બીજો પદાર્થ ન રહી શકે તો તે બન્ને વચ્ચે નિયમ બંધાય છે. ધૂમ અગ્નિ વગર રહેતો નથી, માટે તે બન્ને વચ્ચે નિયમ છે. રસોડાનું કે ભઠ્ઠીનું તેમાં કોઈ પ્રયોજન નથી, એટલે અનુમાનનું પ્રમાણ માનવું યોગ્ય છે.
કેટલાક લોકો કેવળ પ્રત્યક્ષપ્રમાણ જ માને છે, પરંતુ તેમની આ વાત યોગ્ય નથી, કારણ કે બીજાના અભિપ્રાય અનુમાન વિના જાણી શકાતા નથી. તેઓ એમ કહે છે કે ‘અમે મનુષ્યની ચેષ્ટા જોઈને તેના અભિપ્રાયને સમજી શકીએ છીએ. અમે અનુમાન વિના પણ બીજાની ચેષ્ટા જોઈને તેના અભિપ્રાયને સમજી શકીએ છીએ.' પરંતુ જેઓ માત્ર પ્રત્યક્ષપ્રમાણને જ સ્વીકારે તે અન્યની ચેષ્ટા જોઈને તેનો અભિપ્રાય કઈ રીતે જાણી શકે? ચેષ્ટાના આધારે અભિપ્રાયને જાણવામાં અને પ્રત્યક્ષથી કોઈ પણ પદાર્થને જાણવામાં મોટું અંતર છે, કારણ કે ચેષ્ટા બીજાના અભિપ્રાયને જાણવા માટે લિંગભૂત છે, જ્યારે પ્રત્યક્ષ તો લિંગ વિના ઉત્પન્ન થાય છે. પ્રત્યક્ષથી બીજાના અભિપ્રાયનું જ્ઞાન થઈ શકતું નથી, કેમ કે તેમના મત અનુસાર પ્રત્યક્ષથી કેવળ ઇન્દ્રિયજન્ય જ્ઞાન થાય છે અને અભિપ્રાય ઇન્દ્રિયજન્ય નથી. આ પુરુષ મારું વચન સાંભળવાની ઇચ્છાવાળો છે, કેમ કે એના મુખ ઉપર અમુક પ્રકારની ચેષ્ટા દેખાય છે? આવું જ્ઞાન અનુમાનના આધારે થાય છે; તેથી મુખ આદિની ચેષ્ટા દ્વારા બીજાના અભિપ્રાયને જાણનારાઓને, અનુમાનપ્રમાણ નહીં સ્વીકારતા હોવા છતાં પણ તેમણે બળાત્કારે અનુમાનનો આધાર લેવો પડશે. આશ્ચર્યની વાત છે કે તેઓ આવા અનુમાનનો અનુભવ કરતા હોવા છતાં પણ કેવળ પ્રત્યક્ષપ્રમાણનો જ સ્વીકાર કરીને અનુમાન પ્રમાણનો અપલાપ કરે છે. આમ, અન્યના અભિપ્રાયનું જ્ઞાન અનુમાન વિના થઈ શકતું નથી, તેથી અનુમાનપ્રમાણનો સ્વીકાર અવશ્ય કરવો જોઈએ. અનુમાન દ્વારા આત્માની સિદ્ધિ કયા પ્રકારે થાય છે તે હવે જોઈએ.
જેમ સુગંધ એ દ્રવ્ય નથી પણ ગુણ છે, તેમ જ્ઞાન એ દ્રવ્ય નથી પણ ગુણ છે. ગુણ ક્યારે પણ દ્રવ્ય વિના સ્વતંત્ર રહેતો નથી. ગુણ-ગુણીનો સંબંધ અભેદ છે. દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org