________________
૧૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આત્માનું અનુમાન કરવાનું રહેતું નથી. આત્મા પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ થતો હોવાથી બીજા કોઈ પ્રમાણ દ્વારા આત્માની સિદ્ધિનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી; અર્થાત્ આત્માની સિદ્ધિ માટે પ્રત્યક્ષપ્રમાણ સિવાયના બીજા પ્રમાણની કોઈ આવશ્યકતા રહેતી નથી. જો કે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષ ન હોવાથી પ્રત્યક્ષપ્રમાણ દ્વારા આત્માની સિદ્ધિ નથી એમ માનવામાં આવે તોપણ અનુમાન આદિ પરોક્ષ પ્રમાણનો ઉપયોગ કરીને પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે. આત્મા જેવું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી એવો વિપરીત નિર્ણય દૂર કરવા માટે હવે અનુમાન આદિ પ્રમાણો દ્વારા આત્માની સિદ્ધિનો વિચાર કરીએ. (૨) અનુમાનપ્રમાણથી આત્માની સિદ્ધિ
અનુમાનપ્રમાણથી પણ આત્મા સિદ્ધ થાય છે. અનુમાન એક પ્રમાણ છે. અમુક હોય ત્યાં અમુક હોવું જ જોઈએ એવા નિયમને વ્યાપ્તિ કહે છે. એ વ્યાપ્તિજ્ઞાનથી જે નિશ્ચય થાય તેને અનુમાન કહે છે. સાધ્ય-સાધનના સહચાર નિયમની વ્યાપ્તિથી વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવું તેને અનુમાનપ્રમાણ કહેવાય છે. ૧ રસોડામાંથી કે લુહાર વગેરેની ભઠ્ઠીમાંથી નીકળતા ધુમાડાને વારંવાર જોવાથી એવો એક નિયમ પ્રહણ થાય છે કે જ્યાં
જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અવશ્ય અગ્નિ હોય છે; તેથી જંગલમાં ફરતાં ફરતાં દૂરથી પર્વત ઉપર નીકળતો ધુમાડો જોવાથી સમજાય છે કે આ સામેના પર્વત ઉપર અગ્નિ છે. પર્વત ઉપર સળગતા અગ્નિનું પ્રત્યક્ષ દર્શન થતું નથી, તેથી તે અગ્નિનું જ્ઞાન પ્રત્યક્ષ નથી; પરંતુ ધુમાડા દ્વારા જે જ્ઞાન થાય છે તે સત્ય છે, માટે તે જ્ઞાન કરાવનાર પ્રમાણ તે અનુમાન છે અને તેનાથી થતું જ્ઞાન પ્રમાણભૂત છે.
કેટલાક લોકો અનુમાનને વસ્તુની સિદ્ધિ કરી આપનાર પ્રમાણ તરીકે માનતા નથી. તેઓ એકમાત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે અને અનુમાનાદિને પ્રમાણ જ માનતા નથી. તેઓ કહે છે કે અનુમાનને પ્રમાણ ત્યારે જ માની શકાય કે જ્યારે નિયમઅહ - વ્યાતિજ્ઞાન યથાર્થ થઈ શકે, પણ તે સંભવતું જ નથી. રસોડામાંથી કે ભઠ્ઠીમાંથી નીકળતો ધુમાડો રસોડાનો કે ભઠ્ઠીનો છે, એટલે તેનાથી થતું જ્ઞાન તે રસોડાના કે ભઠ્ઠીના અગ્નિનું છે. ધૂમવિશેષ અને અગ્નિવિશેષનો નિયમ પર્વતમાં નકામો છે. પર્વતીય ધૂમ અને પર્વતીય અગ્નિનો નિયમ પૂર્વે જાણ્યો નથી, તેથી ત્યાં અનુમાન પ્રવર્તે નહીં. સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે ધુમાડો છે માટે અગ્નિ છે, પણ એવું જ્ઞાન નકામું છે. વિશ્વમાં ધુમાડો અને અગ્નિ એ બન્નેનું અસ્તિત્વ છે, તેને માટે કાંઈ અનુમાનની આવશ્યકતા નથી, માટે અનુમાન એ પ્રમાણ નથી. ૧- જુઓ : શ્રી ધર્મભૂષણજીકત, ન્યાય-દીપિકા', અધિકાર ૩, પ્રકરણ ૬૪, પૃ. ૧૦૪
'व्यप्तिर्हि साध्ये वयादौ सत्येव साधनं धूमादिरस्ति, असति तु नास्तीति साध्यसाधननियतसाहचर्यलक्षणा । एतामेव साध्यं विना साधनस्याभावादविनाभावमिति च व्यपदिशन्ति ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org