________________
ગાથા-પપ
૧૯૭ આત્મા અનુભવપ્રત્યક્ષ છે, કારણ કે તેના સ્મરણાદિ જ્ઞાનરૂપ ગુણો સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે. ગુણના પ્રત્યક્ષથી ગુણી પ્રત્યક્ષ થાય છે. જીવને સ્મૃતિ, જિજ્ઞાસા આદિ જ્ઞાનના પ્રકારો પ્રત્યક્ષ છે, એટલે તેનો ગુણી આત્મા પણ પ્રત્યક્ષ જ છે. જેમ ઘટાદિનું પ્રત્યક્ષ તેના રૂપાદિ ગુણોની પ્રત્યક્ષતાના કારણે છે, તેમ આત્માનું પ્રત્યક્ષ પણ તેના
સ્મરણાદિ ગુણોની પ્રત્યક્ષતાના કારણે માનવું જોઈએ, કારણ કે ગુણ-ગુણી અભિન્ન છે. આચાર્યશ્રી જિનભદ્રજી વિશેષાવશ્યકભાષ્ય'માં ફરમાવે છે કે જો ગુણો ગુણીથી અભિન્ન હોય તો ગુણના દર્શનથી ગુણીનું પણ સાક્ષાત્ દર્શન માનવું જ જોઈએ; એટલે જીવના સ્મરણ, જિજ્ઞાસા, સંશય વગેરે ગુણોના પ્રત્યક્ષમાત્રથી ગુણી આત્માનો પણ સાક્ષાત્કાર માનવો જ જોઈએ. જેમ કપડું અને તેનો રંગ જો અભિન્ન હોય તો રંગના રહણથી કપડાનું પણ ગ્રહણ થઈ જ જાય છે, તેમ સ્મરણાદિ ગુણો જો આત્માથી અભિન્ન હોય તો સ્મરણાદિના પ્રત્યક્ષથી આત્મા પણ પ્રત્યક્ષ થઈ જાય છે. જો ગુણો ગુણીથી ભિન્ન હોય તો ઘટાદિનું પણ પ્રત્યક્ષ નહીં થાય અને તેથી ઘટની સિદ્ધિ નહીં કરી શકાય, કારણ કે ઇન્દ્રિયો વડે માત્ર રૂપાદિનું ગ્રહણ થયું હોવાથી રૂપાદિને તો પ્રત્યક્ષ સિદ્ધ માની શકાશે, પણ રૂપાદિથી ભિન્ન એવા ઘટનું તો પ્રત્યક્ષ થયું જ નથી તો તેનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થશે? આ પ્રકારે તો ઘટાદિ પદાર્થ પણ સિદ્ધ નથી થઈ શકતાં, તો પછી આત્માના નાસ્તિત્વનો વિચાર કેમ આવે છે?
ગુણો કદી ગુણી વિના હોતા નથી, તેથી રૂપાદિ ગુણોના ગ્રહણ દ્વારા તેના ગુણી ઘટાદિની સિદ્ધિ થાય છે. તેમ જ્ઞાન એ ગુણ છે અને તે પણ ગુણી વિના રહેશે નહીં, એટલે જો જ્ઞાન ગુણનું પ્રત્યક્ષ હોય તો ગુણી આત્મા પણ હોવો જોઈએ. તેથી ‘ઘટાદિ તો પ્રત્યક્ષસિદ્ધ છે માટે તેનું અસ્તિત્વ છે; પણ જીવ તો પ્રત્યક્ષ નથી, માટે તેનો અભાવ છે એમ માનવું મિથ્યા ઠરશે. જેમ ઘડાના રૂપનું પ્રત્યક્ષ છે, તેથી તે અંશમાં ગુણી ઘડો પણ પ્રત્યક્ષ છે, અથવા પવનમાં ખેંચાઈ આવેલ સુગંધી પુદ્ગલોની સુગંધ પ્રત્યક્ષ હોવાથી તે અંશમાં જેમ ફૂલ પ્રત્યક્ષ છે; તેમ જ્ઞાન ગુણનું માનસપ્રત્યક્ષ છે, તેથી તે અંશમાં ગુણી આત્મા પણ પ્રત્યક્ષ જ છે. આ પ્રકારે જીવ જ્ઞાનરૂપે પ્રત્યક્ષ થાય છે, તેથી આત્મા પ્રત્યક્ષપ્રમાણથી પણ સિદ્ધ છે.
ગુણપ્રત્યક્ષના કારણે ગુણી એવો આત્મા પણ ઘડાની જેમ પ્રત્યક્ષ છે, તેથી ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજી કત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧પપ૯, ૧પ૬૦
'अण्णोणण्णो ब गुणी होज्ज गुणेहिं जति णाम सोऽणण्णो । णणु गुणमेतग्गहणे घेप्पति जीवो गुणी सक्खं ।। अध अण्णो तो एवं गणिणो ण घडातयो वि पच्चक्खा । गुणमेत्तग्गहणातो जीवम्मि कतो वियारोऽयं? ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org