________________
ગાથા-૫૫
૨૦૧
સબળ કારણ નથી. આગમવચન મિથ્યા છે, કલ્પિત છે, તેમાં તથ્ય જેવું કંઈ નથી.
તેનું સમાધાન એ છે કે આગમપ્રમાણ વ્યવહારસિદ્ધ છે. જો આગમને પ્રમાણ ન માનવામાં આવે તો જગતના સર્વ વ્યવહારો જ અટકી જાય. દુન્યવી અને આધ્યાત્મિક વ્યવહારો આગમાધીન ચાલે છે. નાના બાળકને દુન્યવી વસ્તુઓનું જ્ઞાન વડીલવચનથી થાય છે. શિષ્ટ વચનના પ્રામાણ્ય વગર ગોળ અને પહોળા પેટવાળા, ચપટા તળિયાવાળા અને સાંકડા કાંઠલાવાળા પદાર્થને ઘડો કહેવો વગેરે વ્યવહાર કઈ રીતે ચાલે? લોકોત્તર - આધ્યાત્મિક વ્યવહારનો આધાર પણ આગમ ઉપર છે. આપ્તોનાં વચન એ આગમ છે અને તે સ્વીકાર્ય છે, માટે આગમ એ પ્રમાણભૂત છે.
કોઈને પ્રશ્ન થાય કે આપ્તપુરુષ કોને કહેવાય? કેવા પુરુષને આપ્ત કહેવા કે જેમનું વચન પ્રમાણભૂત માની સર્વ વ્યવહાર ચલાવવા માટે જણાવવામાં આવે છે? શું અમુક પુરુષને આપ્ત માનવા અને તેમનાં વચન ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકવો એ યોગ્ય છે? આપ્તપુરુષ શું જૂઠું ન બોલે?
તેનું સમાધાન એ છે કે રાગ-દ્વેષથી સર્વથા રહિત પુરુષ આપ્ત છે. રાગ અને લેષ બળવાન અત્યંતર શત્રુઓ છે. તેના કારણે જ વિશ્વમાં સર્વ અનિચ્છનીય પ્રવૃત્તિઓ પ્રવર્તે છે. તેને વશ થઈ લોકો મિથ્યા આચરણો કરે છે. તે મહાન રિપુનો જેમણે સદંતર વિનાશ કરેલ છે તે આપ્ત કહેવાય છે. આવા કોઈ હોય તો તે પરમાત્મા છે. તેમણે અપૂર્વ વર્ષોલ્લાસથી રાગ અને દ્વેષનો મૂળથી નાશ કરી વીતરાગદશા પ્રાપ્ત કરી છે. તેમનાં વચનો એ જ આગમ છે. તે વચનો વિશ્વસનીય જ છે. રાગ, દ્વેષ, અજ્ઞાન, ભય આદિ દોષોના કારણે મનુષ્ય જૂઠું બોલે છે. તે દોષોનો તેમનામાં સર્વથા અભાવ હોવાથી તેમનાં બધાં વચનો સત્ય છે. તેમને મૃષા બોલવાનું કોઈ પ્રયોજન જ નથી. તેઓ કદી જૂઠું બોલતા નથી, માટે તેમનાં વચનમાં વિશ્વાસ રાખીને આત્માનું અસ્તિત્વ માનવું જોઈએ ?
અહીં કોઈ કહે કે રાગી અને વીતરાગીનો ભેદ જાણી શકાતો નથી. રાગ-દ્વેષ કાંઈ આંખે જોઈ શકાય એવી વસ્તુ નથી કે જેના આધારે કહી શકાય કે આ વ્યક્તિમાં રાગ-દ્વેષ છે અને આ વ્યક્તિમાં નથી. તો શેના ઉપરથી કહેવામાં આવે છે કે જિનેશ્વરોમાં રાગ-દ્વેષ હોતા નથી?
તો તેનો ઉત્તર એમ આપી શકાય કે રાગી-નીરાગીનો ભેદ તેના કારણોથી જાણી ૧- જુઓ : પંડિત શ્રી આશાધરજી કૃત, અનાગાર ધર્મામૃત', અધિકાર ૨, શ્લોક ૨૦
'जिनोक्ते वा कुतो हेतुबाधगन्धोपि शयते । रागादिना विना को हि करोति वितथं वचः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org