________________
૧/૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
લાગે છે, પરંતુ દેહ અને આત્મા સંયોગના કારણે એકરૂપ દેખાતા હોવા છતાં તે બન્ને કદી પણ એક થયા નથી. આત્મા જે દેહને ધારણ કરે છે, એ દેહથી તે અભિન્ન જણાતો હોવા છતાં પણ વાસ્તવમાં આત્મા અને દેહ ભિન્ન ભિન્ન છે. દેહ એ આત્માને રહેવા માટેનું ઘર છે. આત્મા દેહમાં રહે છે, પરંતુ તે ક્યારે પણ દેહરૂપ થતો નથી. આત્મા દેહથી જુદો ને જુદો જ છે.
દેહ જડ પરમાણુઓનો પૂંજ છે. ક્ષણે ક્ષણે પરમાણુઓ તેમાં ભળે છે અને છૂટાં પડે છે, પણ તેના કારણે આત્મામાં કોઈ પણ પ્રકારની વધ-ઘટ થતી નથી. પુદ્ગલના પિંડથી ચૈતન્યપિંડ તદન જુદો છે. કપડાં અને દેહનો જેવો સંબંધ છે, તેવો સંબંધ દેહ અને આત્માનો છે. જેમ દેહ અને વસ્ત્ર એકમેક જેવાં ભાસે છે, પણ વાસ્તવમાં જુદાં છે; તેમ આત્મા અને દેહ પણ ભિન્ન છે. વસ્ત્ર મેલું થતાં, ફાટી જતાં કે નાશ પામતાં દેહ મેલો થતો નથી, ફાટી જતો નથી કે નાશ પામતો નથી; તેમ દેહ મેલો થાય, ચિરાય કે નાશ પામે તો આત્મા મેલો થતો નથી, ચિરાતો નથી કે નાશ પામતો નથી. દેહની જીર્ણતાથી કે વિનાશથી આત્મા જીર્ણ કે વિનષ્ટ થતો નથી.
જેમ કોઈ બુદ્ધિમાન મનુષ્ય લાલ વસ્ત્રથી દેહને લાલ માનતો નથી, તેમ જ્ઞાની દેહ લાલ હોવાથી આત્માને લાલ માનતા નથી. જેમ કોઈ બુદ્ધિમાન મનુષ્ય વસ્ત્ર જીર્ણ થવાથી દેહને જીર્ણ થયેલો માનતો નથી, તેમ જ્ઞાની દેહની જીર્ણતાથી આત્માને જીર્ણ થયેલો માનતા નથી. જેમ કોઈ બુદ્ધિમાન મનુષ્ય વસ્ત્રનાશથી દેહનો નાશ માનતો નથી, તેમ જ્ઞાની પણ દેહના નાશથી આત્માનો નાશ માનતા નથી. જેમ કોઈ બુદ્ધિમાન મનુષ્ય વસ્ત્રને દેહથી ભિન્ન માને છે, તેમ જ્ઞાની દેહને આત્માથી જુદો માને છે. ૧
જ્ઞાની દેહના ધર્મોને આત્માના ધર્મો માનતા નથી, કારણ કે દેહ અને આત્માનાં લક્ષણ જુદાં જુદાં છે. આત્માનું લક્ષણ જાણપણું છે, જ્યારે દેહ તો જાણપણારહિત છે, જડ છે, પૌગલિક છે. મૃત દેહને જોતાં પ્રત્યક્ષ સમજાય છે કે મડદું પડી રહ્યું છે અને ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૨, ગાથા ૧૭૮-૧૮૧
'रत्तें वत्थे जेम बुहु देहु ण मण्णइ रत्तु । देहिं रत्तिं णाणि तहँ अप्पु ण मण्णइ रत्तु ।। जिण्णि वत्थिं जेम बह देह ण मण्णइ जिण्ण । देहिं जिण्णि णाणि तहँ अप्पु ण मण्णइ जिण्णु ।। वत्थु पणट्टइ जेम बुहु देहु ण मण्णइ णटु । णठे देहे णाणि तहँ अप्पु ण मण्णइ णटु ।। भिण्णउ वत्थु जि जेम जिय देहहँ मण्णइ णाणि । देह वि भिण्णउँ णाणि तहँ अप्पहँ मण्णइ जाणि ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org