________________
ગાથા-પ૦
૧૦૭ જાણનારો તેમાંથી નીકળી અન્યત્ર ચાલ્યો ગયો છે. દેહ તો અચેતન છે, તેમાં જાણવાની શક્તિ નથી. જાણવાની શક્તિવાળો ચૈતન્ય આત્મા દેહના માધ્યમથી આંખ, કાન, નાક, જીભ અને ચામડી વડે બહારના પદાર્થોને જાણે છે.
આત્મા ચેતન છે, દેહ જડ છે. આત્મા અરૂપી છે, દેહ રૂપી છે. આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષિત છે અને દેહ સ્પર્ધાદિ લક્ષણથી લક્ષિત છે. બન્નેનાં લક્ષણો જુદાં છે અને સ્પષ્ટ અનુભવમાં આવે છે. આત્મા દેહમાં છે અને દેહ જેટલો છે, એટલે કે દેહપ્રમાણ છે. જેમ ઘડામાં રહેલું પાણી ઘડાકારે હોવા છતાં ઘડાથી જુદું છે, તેમ દેહમાં બિરાજમાન આત્મા દેહાકારે હોવા છતાં દેથી ભિન્ન છે અને લક્ષણભેદે પ્રગટ ભિન્ન જણાય છે. આમ, પ્રગટ લક્ષણોથી તે બન્ને ભિન્ન હોવા છતાં અનાદિ કાળની મિથ્યા દષ્ટિના કારણે દેહ અને આત્માનો ભેદ લક્ષમાં આવતો નથી. જીવ અજ્ઞાનના કારણે પોતાને દેહરૂપ જ માને છે. આ અભિપ્રાયની ભૂલ છે, અર્થાત્ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ એ સૌથી મોટામાં મોટું પાપ છે.
‘દેહ તે હું છું' એમ ભાસતાં દેહની ક્રિયા હું કરું છું' એવું જીવને લાગે છે. દેહ આત્માથી જુદો હોવા છતાં તે એમ માને છે કે દેહનાં કામ હું કરું છું.' દેહ અને પોતામાં એકતા ભાસતી હોવાથી દેહ સંબંધી વસ્તુઓમાં તેને મારાપણું થાય છે. પરપદાર્થો ક્યારે પણ આત્માના થઈ શકતા નથી, છતાં તે એને પોતાના જાણે છે. તે દેહને અનુકૂળ સામગ્રીમાં રાગ કરે છે અને પ્રતિકૂળ સામગ્રીમાં વેષ કરે છે. જ્યારે અનુકૂળ સંયોગ મળે છે ત્યારે સુખ માનીને તે રાજી થઈ જાય છે, રાગમાં લયલીન થઈ જાય છે અને જ્યારે તેનો વિયોગ થાય છે ત્યારે તે સંતાપ કરે છે, શોકમાં તલ્લીન થઈ જાય છે. બાહ્ય સંયોગોથી જ પોતાને સુખી-દુ:ખી માનીને, તેમાં જ રાગદ્વેષ કરી તે દુઃખી થાય છે. આમ, ‘હું દેહ છું' ની દેઢ માન્યતા જ રાગ-દ્વેષરૂપ વૃક્ષની જડ છે, સંસારદુઃખનું મૂળ છે. સંસારદુઃખનું મૂળ કારણ દેહમાં આત્માની ભાંતિ રાખવી તે જ છે. તેથી જ આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી ‘સમાધિતંત્ર'માં કહે છે કે હે જીવ! આ જડ દેહમાં આત્મબુદ્ધિ કરવી તે સંસારદુઃખનું મૂળ કારણ છે, માટે દેહમાં આત્મપણાની મિથ્યા કલ્પના છોડીને બાહ્ય વિષયો તરફની પ્રવૃત્તિ રોક અને અંતરમાં - ચૈતન્યસ્વરૂપમાં પ્રવેશ કર.'૧
જ્ઞાનસ્વરૂપી આત્મા સિવાય બાહ્ય સંયોગોથી પોતાને જે ઠીક-અઠીક માને છે તે બહિરાત્મા છે. તે બહારમાં જ પોતાનું અસ્તિત્વ માને છે. પોતાના દેહથી ભિન્ન એવા ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૧૫
'मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः । त्यक्त्वनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org