________________
૧૦૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ચૈતન્યના અસ્તિત્વને તે જાણતો નથી. ‘દેહ તે જ હું અને દેહના સંબંધી તે બધા મારા સંબંધી' એવો દઢ અભિપ્રાય તેને ઘૂંટાઈ ગયો છે, એટલે તે પરમાં મમબુદ્ધિ કરી દુઃખી થાય છે. દેહાધ્યાસના સદ્ભાવમાં તેનું સર્વ પરિણમન વિપરીત થાય છે અને તે વ્યાકુળતાનું વેદન કરે છે, માટે જીવે દેહાત્મબુદ્ધિ છોડવી જોઈએ. આત્મામાં અહંબુદ્ધિ કરવી જોઈએ અને દેહમાં કરેલી અહેબુદ્ધિ છોડવી જોઈએ. તે અર્થે તત્ત્વનું સ્વરૂપ સમ્યપણે સમજવા યોગ્ય છે.
જીવની ભૂલ સુધારવા માટે આત્મા અને દેહ બન્નેના સ્વભાવનું વિશ્લેષણ જરૂરી છે. આત્મા અને દેહનો વિશિષ્ટ સંબંધ હોવા છતાં આત્મા અને દેહ બને સ્વભાવથી સદા માટે અત્યંત ભિન્ન રહેલા છે તે નિર્ણય ખૂબ જ અગત્યનો છે. જીવે બન્નેના સ્વભાવની ભિન્નતા ખ્યાલમાં લેવી જોઈએ. બે સ્વભાવ ક્યારે પણ એક થયા નથી અને એક થઈ શકતા પણ નથી એ સિદ્ધાંત સમજીને સ્વીકારવો જોઈએ. ઘઉં, ચોખા વગેરે અનાજ ફોતરા સહિત જ ઊગે છે, છતાં ફોતરાને કાઢીને તે અનાજનો ઉપયોગ કરવામાં આવે છે; તેમ આત્મા અનાદિથી દેહ સાથે સંયોગી ભાવથી જોડાયેલો છે, તે છતાં પણ સ્વભાવની ભિન્નતા એવી ને એવી સલામત જ રહે છે તેનો નિશ્ચય કરીને સ્વભાવદૃષ્ટિ વડે આત્માને દેહથી જુદો પાડવાનો છે. યથાર્થ વસ્તુસ્વરૂપ લક્ષમાં આવતાં જીવની ભાંતિ નિર્મૂળ થાય છે અને બન્ને દ્રવ્ય યથાર્થપણે ભાસે છે. શ્રીમદ્ લખે છે –
ભ્રમમાં પૂર્વને પશ્ચિમ અને પશ્ચિમને પૂર્વ માન્યા છતાં પૂર્વ તે પૂર્વ અને પશ્ચિમ તે પશ્ચિમ દિશા જ હતી, માત્ર ભ્રમથી વિપરીત ભાસતું હતું, તેમ અજ્ઞાનમાં પણ દેહ તે દેહ અને આત્મા તે આત્મા જ છતાં તેમ ભાસતા નથી એ વિપરીત ભાસવું છે. તે યથાર્થ સમજાયે, ભ્રમ નિવૃત્ત થવાથી દેહ દેહ જ ભાસે છે, અને આત્મા આત્મા જ ભાસે છે; અને જાણવારૂપ સ્વભાવ વિપરીતપણાને ભજતો હતો તે સમ્યકપણાને ભજે છે.”
દેહ પુદ્ગલપરમાણુઓના સંયોગરૂપ હોવાથી જડ છે અને પોતે જ્ઞાનગુણવાળો આત્મા છે એમ ભેદજ્ઞાનનો નિરંતર અભ્યાસ કરતાં દેહાધ્યાસ નાશ પામે છે અને આત્મતત્ત્વનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજી 'તત્ત્વજ્ઞાનતરંગિણી'માં કહે છે કે સુવર્ણ પાષાણમાંથી જેમ સુવર્ણને, મલિન વસ્ત્રમાંથી જેમ સ્વચ્છ વસ્ત્રને, ત્રાંબુરૂપે આદિ ધાતુઓના મિશ્રણમાંથી જેમ સુવર્ણને, તપેલા લોઢામાંથી જેમ અગ્નિને, કાદવમાંથી જેમ પાણીને, મોરપીંછમાંથી જેમ કામને, તલમાંથી જેમ તેલને, ત્રાંબા આદિ ધાતુઓમાંથી જેમ ચાંદીને, દૂધમાંથી જેમ પાણીને કે ઘીને - જુદા જુદા ઉપાયો વડે જેમ દરેકને જુદા કરી શકાય છે; તેમ દેહથી આત્માને જુદો કરવાનો, જાણવાનો, અનુભવવાનો એક, અનન્ય અને અચૂક ઉપાય ભેદજ્ઞાન છે. એ ભેદજ્ઞાન વડે ભેદજ્ઞાની ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૯૮ (પત્રાંક-૭૭૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org