________________
૧૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ટુકડા થઈ જાય છે, પરંતુ આત્મા ખૂબ મોટા દેહમાં જાય અને બહુ વિસ્તાર પામે તોપણ તેના ટુકડા થતા નથી. આત્માની શક્તિ ચૌદ રાજલોક પર્યત વ્યાપ્ત થઈ શકવાને યોગ્ય છે, તેથી ગમે તેટલા મોટા દેહમાં વ્યાપ્ત થવા છતાં પણ તેના ટુકડા નથી થતા. તે ખંડિત થતો નથી. હાથીના દેહમાં રહેવાવાળો આત્મા જ્યારે કીડીના દેહમાં પ્રવેશ કરે છે ત્યારે સંકોચાઈ જાય છે, પણ તે ખંડિત થઈને નાનો નથી બનતો. એક વસ્ત્રની ઘડી કરીને એને નાનું બનાવીએ તો એ વસ્ત્રનો ‘સંકોચ' કર્યો કહેવાય છે અને તેને ફાડીને નાનું બનાવીએ તો એનું ખંડન' કર્યું કહેવાય છે. સંકોચ' અને ખંડન'નો આ ફરક લક્ષમાં રાખવાથી આત્માના સંકોચ-વિકાસ ગુણ અને અખંડ ગુણ સમજાય છે.
દેહાનુસાર આત્માનું પરિમાણ વધે અથવા ઘટે છે, પરંતુ આત્માની વૃદ્ધિ કે ક્ષય ક્યારે પણ થતાં નથી. જે પ્રમાણે દીપક નાની ઓરડીમાં મૂક્યો હોય તો તેનો પ્રકાશ તે ઓરડીમાં જ પ્રસરે છે અને તેને જ મોટા દિવાનખાનામાં મૂક્યો હોય તો તેનો પ્રકાશ દિવાનખાના જેટલો પ્રસરે છે, પરંતુ દીપકના પ્રકાશની વૃદ્ધિ કે ક્ષય થતાં નથી, દીપક જેટલો હોય તેટલો જ રહે છે; તે જ રીતે દેહનું પ્રમાણ મોટું હોય કે નાનું હોય, આત્મા દેહના આકાર પ્રમાણે વ્યાપીને રહે છે, પણ તેની વૃદ્ધિ અથવા ક્ષય થતાં નથી, દેહનું પ્રમાણ જેટલું પણ હોય - મોર્ટ કે નાનું, આત્મા એ પ્રમાણે વધારે ઓછી જગ્યા રોકે છે, પરંતુ એના પ્રદેશો વધી-ઘટી નથી જતા, એટલા ને એટલા જ રહે છે. ખૂબ વિસ્તાર થયો હોય કે અત્યંત સંકોચાયો હોય - એ બન્ને અવસ્થામાં આત્મપ્રદેશો સરખા જ હોય છે. ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ'ના સાતમા શતકના આઠમા ઉદ્દેશકમાં ભગવાન મહાવીરે કહ્યું છે કે હાથી અને કુંથુ (અતિ સૂક્ષ્મ કીટકોના જીવ સરખા જ છે.'
દેહથી ભિન્ન આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારનારાં દર્શનોમાં પણ આત્માનાં પરિમાણ વિષે અનેક મત જોવા મળે છે. જૈનોએ આત્માને દેહપરિમાણ (દેહપ્રમાણ) કહ્યો છે. ઉપનિષદોમાં આત્માના પરિમાણ વિષે જુદી જુદી કલ્પનાઓ છે. ‘કૌશીતકી ઉપનિષદ્'માં આત્માને દેહવ્યાપી વર્ણવ્યો છે. તેમાં જણાવ્યું છે કે જેમ કરી તેના મ્યાનમાં વ્યાપ્ત છે, જેમ અગ્નિ તેના કુંડમાં વ્યાપ્ત છે; તે જ રીતે આત્મા દેહમાં નખથી. માંડીને શીખ સુધી વ્યાપ્ત છે. ૨ ‘તૈત્તિરીય ઉપનિષદ્ માં આત્માને અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય કહ્યો છે. આ વાત આત્માને દેહપરિમાણ માનવાથી ૧- જુઓ : ‘શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ', સુત્તકો ૭, ઉદ્દેશ ૮, ગાથા ૨
से णूणं भंते! हत्थिरस य कुंथुस्स य समे चेव जीवे? हंता, गोयमा! हत्थिस्स य कुंथुस्स य एवं जहा रायपसेणइज्जे जाव खुड्डियं वा, महालियं वा, से तेणटेणं गोयमा! जाव समे चेव जीवे!' ૨- જુઓ : કૌષીતકી ઉપનિષદ્', ૪-૨૦
‘स एष प्राण एवं प्रज्ञात्मेदं शरीरमात्मानमनुप्रविष्ट आलोमभ्य आनखेभ्यस्तद्यथा क्षुरः क्षुरधानेऽवोपहितो ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org