________________
ગાથા-૫૦
૧૧૩
જ ઘટી શકે છે. બૃહદારણ્યક ઉપનિષદ્' માં કહ્યું છે કે આત્મા ચોખા કે જવના દાણા જેવડો છે. ૨ ‘કઠોપનિષદ્' માં આત્માને અંગુષ્ઠપ્રમાણ કહ્યો છે. “મૈત્રી ઉપનિષદ્' માં તો આત્માને અણુથી પણ અણુ કહ્યો છે. ‘મુણ્ડકોપનિષદ્' માં આત્માને વ્યાપક રૂપે વર્ણવ્યો છે. આમ, આત્માના પરિમાણ વિષે ભારતીય દર્શનોમાં મુખ્યત્વે ત્રણ મત છે - ૧) કેટલાક દાર્શનિકો આત્માને દેહપરિમાણ માને છે, ૨) કેટલાક દાર્શનિકો આત્માને અણુપરિમાણ માને છે અને ૩) કેટલાક તેને સર્વવ્યાપી માને છે.
આવા વિરોધી મંતવ્યો હોવા છતાં ઋષિઓનું વલણ આત્માને વ્યાપક માનવા તરફ વિશેષરૂપે હતું. તેથી લગભગ બધાં વૈદિક દર્શનોએ - ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા તથા વેદાંતે આત્માને વ્યાપક માન્યો છે. તેમાં અપવાદ માત્ર રામાનુજાદિ બહ્મસૂત્રના શંકરેતર વ્યાખ્યાતાઓનો છે, જેમણે બ્રહ્મને વ્યાપક અને જીવાત્માને અણુપરિમાણ માન્યો છે. શ્રી શંકરાચાર્ય સિવાય વેદાંતના સર્વ વ્યાખ્યાતાઓએ જીવાત્માને વ્યાપક તરીકે સ્વીકાર્યો નથી.
રામાનુજ, મધ્વ, વલ્લભ સંપ્રદાયના મત અનુસાર જીવનું પરિમાણ અણુ જેટલું છે. જો આત્મા દેહથી સૂક્ષ્મ, અણુપરિમાણ હોય તો પ્રશ્ન થાય કે તે રહે છે ક્યાં? જો એમ કહેવામાં આવે કે તે હૃદયમાં રહે છે, તો બાકીના ભાગમાં સુખ-દુ:ખનું સંવેદન કેવી રીતે થાય છે? હાથ-પગમાં ચંદનાદિનો લેપ કરે તો સુખ ઊપજે છે અને સોય મારે તો દુ:ખ થાય છે. માત્ર હૃદયમાં જ નહીં, દેહના દરેક ભાગમાં સુખ-દુ:ખની અનુભૂતિ થાય છે, એટલે આત્મા દેહમાં સર્વત્ર રહેલો છે એમ સિદ્ધ થાય છે. ૧- જુઓ : 'તૈત્તિરીય ઉપનિષદ્', ૨-૮-૫
'ततोऽभ्यन्तरमेतं प्राणमयं सर्वान्नमयात्मस्थमविभक्तम् । अथेतं मनोमयं विज्ञानमयमानन्दमयमात्मानमुपसंक्रामति ।' ૨- જુઓ : બૃહદારણ્યક ઉપનિષદ્', ૫-૬-૧
'मनोमयोऽयं पुरुषो भाःसत्यस्तस्मिन्नन्तर्हदये यथा ब्रीहिर्वा यवो वा स एष सर्वस्येशानः सर्वस्याधिपतिः सर्वमिदं प्रशास्ति यदिदं किंच ।' ૩- જુઓ : ‘કઠોપનિષદ્', ૨-૧-૧૨
'अङ्गुष्ठमात्रः पुरुषो मध्य आत्मनि तिष्ठति ।।
ईशानो भूतभव्यस्य न ततो विजुगुप्सते । एतद्वै तत् ।।' ૪- જુઓ : મૈત્રી ઉપનિષદ્', ૬-૩૮
“શરીરyદ્દેશકૂદમાગમનોરથ ’ પ- જુઓ : “મુણ્ડકોપનિષદ્', ૧-૨-૬ 'यत्तदद्रेश्यमग्राह्यमगोत्रमवर्णमचक्षुःश्रोत्रं
तदपाणिपादम् । नित्यं विभुं सर्वगतं सुसूक्ष्म तदव्ययं यद्भूतयोनिं परिपश्यन्ति धीराः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org