________________
ગાથા-પ૦
૧૧૧
સ્વભાવવાળા હોવાથી જીવ નાના-મોટા દેહ પ્રમાણે સ્વદેહપ્રમાણ થાય છે. જો દેહ નાનો કીડી જેવો મળે તો આત્મા સંકોચાઈને એટલા નાના દેહમાં જ રહે છે અને જો દેહ કીડી કરતાં મોટો - મંકોડાનો, વાંદાનો, બકરીનો, ઘોડાનો, ઊંટનો કે હાથીનો મળે તો આત્મા ફેલાઈને એટલા દેહમાં રહે છે. જે વખતે જીવને જેટલો દેહ મળે, તે વખતે જીવ તેટલા વિસ્તારમાં રહે છે. કેટલો સંકોચ અને વિકાસ થાય તેનો આધાર જીવને મળેલા દેહ ઉપર છે.'
આત્માના સંકોચ-વિકાસના ગુણને સમજાવવા માટે આચાર્યશ્રી ઉમાસ્વાતિજીએ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં આત્મપ્રદેશને દીપકની ઉપમા આપી છે. એક નાના ડબ્બામાં
જ્યારે દીપકને મૂકવામાં આવે છે ત્યારે તેનો પ્રકાશ ડબ્બા પૂરતો જ પ્રસરે છે. તે જ દીપક જ્યારે કુંડીમાં મૂકવામાં આવે ત્યારે તેનો પ્રકાશ તેટલી જગ્યામાં વ્યાપીને રહે છે. તે દીપકને જ્યારે એક ઓરડીમાં મૂકવામાં આવે ત્યારે દીપક તે ઓરડીને પ્રકાશિત કરે છે અને જો તેને મોટા ઓરડામાં રાખવામાં આવે ત્યારે તેનો પ્રકાશ તે આખા
ઓરડામાં પ્રસરીને રહે છે. ક્રમશઃ બધાં જ સ્થાનો મોટાં મોટાં છે, પણ તે દરેકમાં રાખેલો દીપક તો એ ને એ જ છે; પરંતુ જેમ જેમ ક્ષેત્ર મોટું થતું જાય છે, તેમ તેમ દીપકનો પ્રકાશ પણ વધુ ને વધુ ક્ષેત્રમાં પ્રસરતો જાય છે. દીપકના પ્રકાશને જેટલું ક્ષેત્ર મળે તેટલા પ્રમાણમાં તે પ્રસરીને રહે છે. જેમ દીપકનો પ્રકાશ એને જેટલું ક્ષેત્રફળ મળે છે તેટલામાં રહે છે, તેમ આત્મા પણ જેટલા પરિમાણનો દેહ મળે છે તેટલામાં રહે છે. જે વખતે જે દેહ મળ્યો, તે વખતે આત્મા તે દેહના વિસ્તારમાં આત્મપ્રદેશોને દીપકના પ્રકાશની જેમ પ્રસારીને રહે છે. જીવ પણ દીવાના પ્રકાશની જેમ સંકોચશીલ અને વિકાસશીલ છે. માટે જીવ જ્યારે નાનો-મોટો દેહ ધારણ કરે છે ત્યારે દેહના પરિમાણ પ્રમાણે સંકોચાય છે અને વિસ્તરે છે.
આત્મા જે દેહમાં હોય છે, તે દેહમાં પૂર્ણપણે વ્યાપ્ત થઈને રહે છે. તે દેહ જેમ જેમ વધતો જાય છે, લાંબો-જાડો થતો જાય છે, તેમ તેમ આત્મા પણ દેહપ્રમાણ વિસ્તરતો જાય છે અને દેહ પ્રમાણે એનો આકાર બનાવતો જાય છે. દેહ જેમ જેમ મોટો થતો જાય છે, તેમ તેમ આત્મા પણ વિસ્તરતો જાય છે. આત્મપ્રદેશો દેહમાં દીવાના પ્રકાશની જેમ પ્રસરેલા રહે છે. રબરને ખૂબ વધારે ખેંચવામાં આવે તો તેના ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદ
સ્વામીકૃત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ', અધ્યાય ૫, મૂળ સૂત્ર ૮ની ટીકા 'जीवस्तावत्प्रदेशोऽपि सन् संहरणविसर्पणस्वभावत्वात कर्मनिवर्तितं शरीरमणु महद्वाऽधितिष्ठस्तावदवगाह्य वर्तते। ૨- જઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૫, સૂત્ર ૧૬,
'प्रदेशसंहार-विसर्गाभ्या-प्रदीपवत् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org