________________
ગાથા – ૮૨
| ભૂમિકા
– ગાથા ૮૧માં શિષ્ય કહ્યું કે ફળદાતા તરીકે ઈશ્વર સાબિત ન થાય તો
"] જગતનો કોઈ પણ નિયમ રહેતો નથી અને પુણ્ય-પાપરૂપ કર્મને ભોગવવાનાં કોઈ સ્થાનક પણ સિદ્ધ થતાં નથી. આના ઉપરથી એમ સિદ્ધ થાય છે કે જીવને કર્મનું ભોક્તાપણું છે જ નહીં.
આમ, આત્માના કર્મફળભોક્નત્વ સંબંધી પોતાને જે શંકાઓ હતી તે પૂર્વની ત્રણ ગાથાઓ (૭૯-૮૧) દ્વારા શિષ્ય શ્રીગુરુ સમક્ષ રજૂ કરી. શ્રીગુરુ તેની આ શંકાઓનું સમાધાન પાંચ ગાથાઓ (૮૨-૮૬) દ્વારા કરે છે, જેના ફળરૂપે તેના કર્મફળભોસ્તૃત્વ અંગેના સર્વ સંશય ટળી જાય છે અને આત્મા ભોક્તા છે' એવા સમ્યત્વના ચોથા સ્થાનકની તેને શ્રદ્ધા થાય છે.
શિષ્યની તર્કયુક્ત દલીલોનું હવે ક્રમસર નિરસન શ્રીગુરુ હૃદયસ્પર્શી સમાધાન દ્વારા કરે છે. ગાથા ૭૯માં શિષ્ય કહ્યું હતું કે “શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય?’, અર્થાત્ કર્મ જડ છે તો તે કઈ રીતે સમજે કે અમુક જીવને અમુક પ્રકારે ફળ આપવાનું છે. કર્મ અચેતન હોવાથી તે ફળ આપવા સમર્થ નથી અને તેથી જીવ કર્મના ફળનો ભોગવનારો સંભવતો નથી. આ શંકાનું સમાધાન શ્રીગુરુ ત્રણ ગાથાઓ (૮ર૮૪) દ્વારા કરે છે. જીવને કર્મનું ભોક્તાપણું કઈ રીતે છે એ સમજાવવા માટે પ્રથમ, જડ કર્મનો સંયોગ કેમ અને કેવી રીતે થાય છે તે દર્શાવતાં શ્રીગુરુ કહે છે –
“ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ;
જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ.' (૮૨) ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને | અનુયાયી થઈ જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. (૮૨)
કર્મ જડ છે તો તે શું સમજે કે આ જીવને આ રીતે મારે ફળ આપવું, અથવા તે સ્વરૂપે પરિણમવું? માટે જીવ કર્મનો ભોક્તા થવો સંભવતો નથી, એ આશંકાનું સમાધાન નીચેથી થશે :
જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મનો કર્તા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે, અર્થાત્ જીવની પોતાની કલ્પના છે, અને તે કલ્પનાને અનુસરીને તેના વીર્યસ્વભાવની
ગાથા
અર્થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org