________________
ભાવાર્થ
૬૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ફૂર્તિ થાય છે, અથવા તેનું સામર્થ્ય તદનુયાયીપણે પરિણમે છે, અને તેથી જડની ધૂપ એટલે દ્રવ્યકર્મરૂપ પુદ્ગલની વર્ગણાને તે ગ્રહણ કરે છે. (૮૨)
શિષ્યના સંશય ટાળવા હૃદયસ્પર્શી સમાધાન આપતાં શ્રીગુરુ પ્રકાશે છે કે
કર્મ બે પ્રકારનાં છે - ભાવકર્મ અને દ્રવ્યકર્મ. આત્માની વિભાવપરિણતિ, અર્થાત્ આત્માના રાગાદિ પરિણામ તે ભાવકર્મ છે. આ ભાવકર્મનું નિમિત્ત પામીને કાશ્મણ વર્ગણાનાં જે પુદ્ગલો ખેંચાઈને આત્મપ્રદેશ સાથે બંધાય છે તે દ્રવ્યકર્મ છે. શિષ્ય તેની દલીલમાં માત્ર જડ કર્મ(દ્રવ્યકર્મ)ની જ વાત કરી હતી. તેના ઉત્તરમાં શ્રીગુરુ એમ બતાવે છે કે એક અપેક્ષાએ કર્મ ચેતન પણ છે. જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકમ જડરૂપ છે, પરંતુ રાગ-દ્વેષાદિ ભાવકર્મ જીવની કલ્પનારૂપ છે માટે તે ચેતનરૂપ છે. આત્મભાંતિરૂપ ભાવકર્મ એ ચેતનનાં પોતાનાં પરિણામ હોવાથી તે ચેતનરૂપ છે. આ ભાવકર્મને અનુસરીને ચેતનવીર્યની ફુરણાથી જડ પુદ્ગલ વર્ગણા ગ્રહણ થાય છે. કાળ પાકતાં તે જડ પુદ્ગલરૂપ કર્મો સારાં-ખરાબ ફળ આપે છે, જે જીવે અવશ્ય ભોગવવાં પડે છે.
આત્મા સ્વભાવથી તો કેવળ જ્ઞાતા-દ્રષ્ટા, સુખસ્વરૂપી અને શાંતરસમય પદાર્થ છે. તે પરમાં કંઈ કરતો પણ નથી અને તેને ભોગવતો પણ નથી. પૂર્વકર્મના ઉદયમાં જોડાઈને તે જ્યારે પોતાના સ્વભાવથી શ્રુત થાય છે ત્યારે આત્માનું વીર્ય તે દિશામાં સ્કુરાયમાન થતાં મન-વચન-કાયાના યોગ ચંચળ થાય છે. યોગની ચંચળતાના નિમિત્તથી આત્માના અસંખ્યાત પ્રદેશો કંપે છે. આ અસ્થિરતાના નિમિત્તથી લોકાકાશના જેટલા ભાગમાં આત્મપ્રદેશો રહેલા છે, તેટલા આકાશપ્રદેશોમાં રહેલાં કાર્મણ વર્ગણાનાં પુગલો આકર્ષાય છે અને આત્મપ્રદેશ સાથે એકક્ષેત્રાવગાહે દ્રવ્યકર્મરૂપે સ્થિત થાય છે. આ કર્મનો યોગ્ય કાળે ઉદય થતાં ફરી જીવ અજ્ઞાનવશ, ભાવકર્મરૂપ પરિણમે છે. ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મનું વિષચક્ર મિથ્યાત્વની ધરી ઉપર અનાદિથી અવિરતપણે ચાલ્યા જ કરે છે.
ચૌદ રાજલોકના વિશાળ બ્રહ્માંડમાં મૂળભૂત સ્વતંત્ર એવાં બે તત્ત્વો છે - વિશેષાર્થ)
- આત્મા (જીવ) અને જડ (અજીવ). જીવદ્રવ્ય એક છે અને અજીવદ્રવ્યો પાંચ છે - ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ. રૂપી જડ દ્રવ્યને પુગલ કહેવાય છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો વર્ણ-ગંધ-રસ-સ્પર્ધાત્મક અજીવદ્રવ્યને પુદ્ગલ કહેવાય છે. પુદ્ગલદ્રવ્યના ચાર ભેદ છે - સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. પરમાણુઓનો પિંડ તે સ્કંધ કહેવાય. સ્કંધ એટલે વસ્તુનો સંપૂર્ણ વિભાગ, અર્થાત્ સંપૂર્ણ વસ્તુ તે સ્કંધ. દેશ એટલે વસ્તુનો સવિભાજ્ય કોઈ એક ભાગ. સવિભાજ્ય એટલે જેના અન્ય ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org