________________
ગાથા-૮૨
૬૫૯ વિભાગ થઈ શકે છે, અર્થાત્ જેનો અન્ય વિભાગ થઈ શકે તેવો કોઈ એક ભાગ તે દેશ. પ્રદેશ એટલે વસ્તુ સાથે પ્રતિબદ્ધ વસ્તુનો નિર્વિભાજ્ય એક ભાગ. નિર્વિભાજ્ય ભાગ એટલે કેવળી ભગવંતની દૃષ્ટિમાં પણ જેના બે વિભાગ ન થઈ શકે તેવો અંતિમ સૂક્ષ્મ અંશ. પરમાણુ એટલે મૂળ વસ્તુથી છૂટો પડેલો નિર્વિભાજ્ય ભાગ.
આમ, પુદ્ગલ દ્રવ્યનો સૂક્ષ્મતમ ભાગ તે પરમાણુ છે. જે પુદ્ગલનો કણ અત્યંત સૂક્ષ્મ સ્વરૂપે રહે અને અવિભાજ્ય, અખંડ, અદાહ્ય, છેદ્ય, અભેદ્ય હોય તે પરમાણુ છે. પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે, તેથી તે ઇન્દ્રિયગમ્ય નથી. કોઈ પણ પરમાણુ ઇન્દ્રિયગોચર થતું નથી, છતાં પણ તેનું અસ્તિત્વ છે. તે નથી એમ તો ન જ કહી શકાય, કારણ કે ઇન્દ્રિયગોચર નથી એટલામાત્રથી તેનું અસ્તિત્વ નથી એમ કહેવું એ કોઈ યોગ્ય કારણ નથી. જેને સંસારી જીવો સતત ગ્રહણ કરે છે, ઉપયોગમાં લે છે, જેના વગર સંસારમાં જીવો એક ક્ષણ પણ રહી શકતા નથી, તેનો નિષેધ કેવી રીતે કરાય?
આવાં પરમાણુઓ જગતમાં અનંતાનંત છે. ચોક્કસ પ્રકારના સરખાં પરિણામે પરિણમેલાં પરમાણુઓના સમૂહથી વર્ગ થાય છે. વર્ગના સમૂહથી વર્ગણા થાય છે. ૨ વર્ગણા એટલે પુદ્ગલપરમાણુઓનો જથ્થો. મુખ્ય આઠ વર્ગણા છે. તેને અષ્ટ મહાવર્ગણા કહેવાય છે. ઔદારિક વર્ગણા, વૈક્રિય વર્ગણા, આહારક વર્ગણા, તૈજસ વર્ગણા, શ્વાસોચ્છવાસ વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા તથા કાર્મણ વર્ગણા એમ કુલ આઠ મુખ્ય વર્ગણા છે. (૧) ઔદારિક વર્ગણા - મનુષ્ય અને તિર્યંચનાં શરીર જે પુદ્ગલોનાં બનેલાં છે, તે પુદ્ગલો ઔદારિક વર્ગણાનાં હોય છે. ઉત્પત્તિસ્થાનમાં આવેલો જીવ પોતાનું શરીર નિર્માણ કરવા માટે જે પુદ્ગલપરમાણુઓનો સંચય કરે છે તે પુદ્ગલો ઔદારિક વર્ગણનાં હોય છે. આહારાદિમાંથી ગ્રહણ કરેલાં પુદ્ગલપરમાણુઓનો જથ્થો તે ઔદારિક વર્ગણા કહેવાય છે. (૨) વૈક્રિય વર્ગણા – દેવો અને નારકોનાં શરીર જે પુદ્ગલનાં બનેલાં છે તે પુદ્ગલો વૈક્રિય વર્ગણાનાં હોય છે. માટે જ દેવતાદિનું શરીર વૈક્રિય શરીર કહેવાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી યતિવૃષભજીકૃત, તિલોય-પષ્ણત્તી' , અધિકાર ૧, ગાથા ૯૬
'सत्येण सुतिक्खेण छेत्तुं भेत्तुं च जं किरस्सक्कं ।
जलयणलादिहिंणासं ण एदिसो होदि परमाणू ।।' - જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર'ની આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત ટીકા, ‘આત્મ
ખ્યાતિ', મૂળ ગાથા પરની ટીકા 'वर्गसमूहलक्षणा वर्गणा।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org