________________
૬૬૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન (૩) આહારક વર્ગણા - ચૌદ પૂર્વધારી મુનિ પોતાની શંકાનું સમાધાન કરવા માટે જે શરીર કેવળી ભગવંત પાસે મોકલે તે આહારક વર્ગણાનું બનેલું હોય છે. આહારક શરીર માટે વપરાતી વર્ગણા તે આહારક વર્ગણા કહેવાય છે. (૪) તેજસ વર્ગણા – આત્મા સાથે રહેતું સૂક્ષ્મ તૈજસ શરીર કે જેનાથી પાચનાદિની ક્રિયાઓ થતી હોય છે, એવું તૈજસ શરીર બનાવવા યોગ્ય જે વર્ગણાઓ તે તૈજસ વર્ગણા કહેવાય છે. (૫) શ્વાસોચ્છવાસ વર્ગણા - પ્રાણધારી પ્રાણીઓને જીવવા માટે પ્રાણરૂપે જે શ્વાસોચ્છવાસ લેવા પડે છે, તેને યોગ્ય જે વર્ગણા તે શ્વાસોચ્છવાસ વર્ગણા કહેવાય છે. (૬) ભાષા વર્ગણા – જીવોને વચનયોગ દ્વારા બોલવા માટે જે ભાષા વાપરવાની જરૂર પડે છે, તે ભાષા બનાવવા માટે જે વર્ગણાનો ઉપયોગ થાય છે તે ભાષા વર્ગણા કહેવાય છે. (૭) મનોવર્ગણા – સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણીઓને વિચારવા માટે મનની જરૂર પડે છે. તે મન બનાવવા માટે જે પુદ્ગલપરમાણુઓના જથ્થાની જરૂર પડે છે તેને મનોવર્ગણા કહેવાય છે. (૮) કાર્મણ વર્ગણા -- જીવ જ્યારે શુભાશુભ ભાવ કરે છે ત્યારે તેની સાથે બંધાતાં પુણ્ય-પાપ માટે જે પુદ્ગલપરમાણુઓના જથ્થાની જરૂર પડે છે તે છે કાશ્મણ વર્ગણા. આત્માની સાથે બંધાઈને જે પુદ્ગલપરમાણુઓ કર્મસંજ્ઞા ધારણ કરે છે, કર્મરૂપે જે પરિણમે છે તે કાર્મણ વર્ગણા કહેવાય છે.
આ આઠ પ્રકારની વર્ગણાઓ ચૌદ રાજલોકમાં ડબ્બીમાં મેશની જેમ ઠાંસી ઠાંસીને ભરેલી છે. એક સોયની અણી પ્રવેશ કરી શકે એટલી જગ્યા પણ વર્ગણા વિનાની ખાલી નથી, અર્થાત્ તે સર્વત્ર હોય જ છે. સંપૂર્ણ વિશ્વ વર્ગણાઓથી વ્યાપ્ત છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, શ્વાસોચ્છવાસ, ભાષા, મન અને કાશ્મણ એમ વર્ગણાના આઠ પ્રકાર ઉત્તરોત્તર વિશેષ ને વિશેષ સૂક્ષ્મ છે. આઠ વર્ગણામાં અત્યંત સૂક્ષ્મતમ વર્ગણો તે કાર્મણ વર્ગણા છે. કર્મરૂપે બની શકે તેવી કાર્મણ વર્ગણા બીજી બધી વર્ગણા કરતાં સૂક્ષ્મ છે.
કાણ વર્ગણાથી કર્મ બને છે. જેમ જાડા લોટની કણેક રોટલી બનાવવા માટે અયોગ્ય છે, તેમ બીજી વર્ગણા કર્મ બનવા માટે અયોગ્ય છે. આત્મપ્રદેશો સાથે જે સમયે કાર્મણ વર્ગણા ભળે તે સમયથી તે કાર્મણ વર્ગણાનું નામ કર્મ કહેવાય છે. આત્માને લાગ્યાં પહેલાં કાર્મણ વર્ગણા કર્મ નથી કહેવાતી, પરંતુ તે કાર્મણ વર્ગણા તરીકે ઓળખાય છે. કાર્પણ વણા જ્યારે જીવ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org