________________
ગાથા-૮૨
૬૬૧
તેને કર્મ કહેવાય છે.
અત્રે પ્રશ્ન થાય કે ચેતન આત્મા અચેતન કાર્મણ વર્ગણાને ગ્રહણ કઈ રીતે કરે છે? બે વિરોધી દ્રવ્યોનો બંધ કઈ રીતે થાય છે? આનો ઉત્તર એમ છે કે પોતાની રાગ-દ્વેષની પરિણતિના કારણે જીવ કામણ વર્ગણાને રહણ કરે છે. રાગાદિના કારણે આત્મામાં કંપન થાય છે ત્યારે જીવ કાર્મણ વર્ગણા ગ્રહણ કરે છે અને ગ્રહણ કરાતી કાશ્મણ વર્ગણા આત્માના પ્રદેશો સાથે ગોઠવાઈ જાય છે. દા.ત. લોહચુંબકમાં ચુંબકીય શક્તિ હોય છે, જેના વડે તે પોતાની ચારે તરફ રહેલા લોખંડના ટુકડાઓને પોતાની તરફ ખેંચીને ગ્રહણ કરે છે. લોખંડના ટુકડાઓ પોતાની જાતે જઈને ચુંબકને ચોંટી નથી જતા, પરંતુ ચુંબકમાં રહેલી ચુંબકીય શક્તિ જ તેને ખેંચીને, પોતાની તરફ આકૃષ્ટ કરીને પોતાની સાથે ચોંટાડે છે. જેવી રીતે લોહચુંબક લોખંડને આકર્ષિત કરે છે, તેવી રીતે જીવ રાગાદિથી કાશ્મણ વર્ગણાને આકર્ષિત કરીને કર્મરૂપે ગ્રહણ કરે છે. જીવ
જ્યારે રાગ-દ્વેષને આધીન થાય છે ત્યારે કામણ વર્ગણાનો જથ્થો ખેંચાઈને આત્મામાં ગોઠવાઈ જાય છે અને તે સમયે રાગ વગેરે પરિણામને વશવર્તી એ કર્મમાં જ્ઞાનાદિ ગુણોને આવરવાની, સુખ-દુઃખ ઉત્પન્ન કરવા વગેરેની અનેક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે.
કાર્પણ વર્ગણાનાં પુદ્ગલો વાતાવરણમાં સતત વિહરતાં હોય છે, પરંતુ તે જડ હોવાથી, તેનામાં પ્રેરણાધર્મ નહીં હોવાથી તે પરાણે આત્મા સાથે જોડાતાં નથી. આત્મા ચૈતન્યયુક્ત પદાર્થ હોવાથી તેનામાં પ્રેરણાધર્મ રહેલો છે. ચેતનની પ્રેરણાથી કાર્પણ વર્ગણાનાં જડ પુદ્ગલો ખેંચાઈને આત્મા સાથે એકક્ષેત્રે જોડાય છે. કર્મબંધને અનુકૂળ એવી આત્માની પરિણતિના કારણે આત્મા અને કર્મનો બંધ ઘટે છે. કર્મબંધની યોગ્યતા જીવમાં છે, માટે તે સંબંધ બને છે. જેમ કર્મબંધની યોગ્યતા જીવમાં છે, તેમ કર્મરૂપ થવાની યોગ્યતા પુદ્ગલમાં છે. જીવના ભાવનું નિમિત્ત પામીને, જીવ જ્યાં હોય છે ત્યાં રહેલાં પુદ્ગલો કર્મરૂપે પરિણમે છે. ૧
આત્મા સ્વભાવે પૂર્ણશુદ્ધ, રાગાદિરહિત, શાંતસ્વરૂપી છે. તે કેવળ જ્ઞાયકસ્વભાવી છે. સ્વભાવે શુદ્ધ હોવા છતાં વિકારની યોગ્યતા જીવમાં છે, તેથી જ્યારે આત્મા પોતાના જ્ઞાયકસ્વભાવથી સ્મલિત થઈ, પૂર્વકર્મના ઉદયમાં જોડાય છે ત્યારે જીવની વિભાવદશા થાય છે. આ વિભાવરૂપ પરિણમનને ભાવકર્મ કહેવાય છે. કર્મના ઉદયમાં જોડાતાં જીવ વિભાવભાવરૂપે પરિણમે છે, તેને ભાવકર્મ કહે છે. દ્રવ્યકર્મના ઉદયના ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પંચાસ્તિકાય', ગાથા ૬૫
'अत्ता कुणदि सहावं तत्थ गदा पोग्गला सभावेहिं । गच्छंति कम्मभावं अण्णोण्णागाहमवगाढा ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org